________________
પીછો
માણસના ગણગણુટને અવાજ અચાનક રસોડામાંથી સંભળાયો. મિ. વડેલે નવાઈ પામી મિપિકવિક સામે જોયું અને મિ. પિકવિકે મિ. વોર્ડલ સામે.
એટલામાં તો કેટલાંય પગલાં આ બધા બેઠા હતા તે તરફ ધસી આવતાં સંભળાયાં અને કમરનું બારણું ધક્કો મારી ઉઘાડી નાખવામાં આવ્યું. એક નોકરે આગળ આવી હાંફતાં હાંફતાં કહ્યું, “તેઓ ભાગી
ગયાં.”
“કેણુ ભાગી ગયું?” મિત્ર વૉલે ભયંકર અવાજે પૂછયું. “મિરર જિંગલ ને મિશ રાશેલ ગાડીમાં બેસીને મગટનની ભૂ-લાયન” વીશીમાંથી ભાગ્યાં. હું ત્યાં હતો, પણ રોકી શક્યો નહિ, એટલે અહીં ખબર આપવા દોડી આવ્યો.”
“અરેરે, તેમને તે માટે ખર્ચવાના પૈસા મેં જ આપ્યા! તે મારી પાસેથી દશ પાઉંડ ઉછીના લઈ ગયો છે – તેને રે કે- પકડે – મને છેતરી ગયો – મારે ફરિયાદ કરવી પડશે, પિકવિક !” આમ બેલ કમનસીબ ટપમન એારડામાં ને ઓરડામાં ગોળ ગોળ દડવા લાગ્યો. તેને દશ પાઉંડ ગયાનું દુઃખ હતું કે રાશેલ ગયાનું, તે તો વાચકો જ સમજી શકશે.
“ડમણી તૈયાર કરો પછી “લાયન ”માંથી ઘોડાગાડી મળશે; હું અબઘડી તેઓની પાછળ દોડવાનો. પેલો જાડિયે-જે ક્યાં મુઓ? એને પકડી લાવો; એ બદમાશે પેલા સિંગલ પાસેથી લાંચ ખાઈને, આપણને ભુલાવામાં નાખ્યા અને આપણે મિ. ટપમન બિચારાને ગુનેગાર ધારીને તેમની તપાસ રાખતા બેસી રહ્યા; ખરી રીતે તો પેલે જિંગલ જ રાશેલને ઉડાવી જવાના કાવાદાવા ચલાવતો હતો.”
બધી બાનુઓ ચીસો પાડવા માંડી; તેમણે મિ. વોર્ડલને પકડી રાખવા. મિ. પિકવિકને જોરદાર ભલામણ કરી; “નહિ તો મિત્ર વૉર્ડ લ એ જાડિયાને મારી નાખશે.”