SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પીછો વાળનું પિરસાઈ ગયું હતું; સૌ કોઈ ચોવીસ કલાકમાં આનંદ અને નિરાંતનો એ સમય શરૂ થાય તેની રાહ જોતાં હતાં. રાશેલ કયાં ?” મિ. વોર્ડલે પૂછયું. અને મિ. જિંગલ પણ?” મિ. પિકવિક પૂછયું. “અરે વાહ, છેવટના બે કલાકથી તેમને અવાજ ન સાંભળે હેવા છતાં એમની ગેરહાજરી કેમ ખ્યાલમાં ન આવી, એની જ મને નવાઈ લાગે છે.” મિ. લે કહ્યું. ઘંટ વગાડતાં જાડિયે જોસફ હાજર થયો. મિસ રાશેલ ક્યાં ?” – તેને ખબર ન હતી. “અને મિ. જિંગલ કયાં?” – તે જાણતો ન હતો. દરેક જણ નવાઈ પામવા લાગ્યું. અગિયાર વાગી ગયા હતા. મિ. ટપમન મનમાં ને મનમાં હસતા હતા : જરૂર મિ. જિંગલ મિસ રાશેલને એકાંતમાં લઈ જઈ મારાં વખાણ તેની આગળ કરતા હશે ! દસ પાઉંડ વસૂલ ! કંઈ વાંધો નહીં, તેઓ હમણાં આવશે; હું વાળુ વખતે કોઈની રાહ જોવામાં માનતો નથી.” મિ. વર્ડલે કહ્યું. એ બહુ સારે નિયમ છે; પ્રશંસાપાત્ર જ કહે ને !” મિત્ર પિકવિકે અનુમોદન આપ્યું. બધાં વાળુની સ્વાદુ વસ્તુઓ ઉપર તૂટી પડ્યાં. થોડી વાર તો કાઈનું માં વાત કરવા જેટલું પણ ખાલી ન રહ્યું : એટલામાં ઘણું
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy