________________ જેમ કોટવાલ-પોલીસ તે સ્થાનમાં રહેલા મનુષ્યોના જાન-માલનું રક્ષણ કરે છે તેમ દેશ, રાજય, ગામ, નગર, સ્થાન વિશેષ આદિ જગ્યાઓના ક્ષેત્રપાલ દેવો હોય છે. તે દેવો તે-તે સ્થાનોને વિષે ભૂત-પ્રેતાદિ ઉપદ્રવોથી પ્રજાનું રક્ષણ કરે છે. अंतविकट्ठियंतमाल - अन्तविकर्षितान्त्रमाल (त्रि.) (શિયાળ આદિ વડે ખેંચાયેલ ઉદરમધ્યવર્તી અવયવ) અત્યંત વૈભવશાળી હોવાથી અત્યંત સુકમાળ દેહવાળા અવંતિસુકમાલની પૌષધશાળામાં પધારેલા સાધુ ભગવંતોના શ્રીમુખેથી આગમ સ્વાધ્યાયના સૂત્રોનું શ્રવણ કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું. તેમાં પોતાનો પૂર્વભવ દેખાયો. દેવપણામાં ભોગવેલ દિવ્ય ભોગોની આગળ વર્તમાન સુખ-વૈભવ તુચ્છ જણાતાં વૈરાગ્ય થયો. આચાર્ય ભગવંત પાસે દીક્ષા લઈને તેઓ સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. જ્યાં રાત્રિમાં બચ્ચાની સાથે આવેલી એક શિયાળવીએ અવંતિસુકમાલ મુનિના સુકોમલ શરીરને ફાડી ખાધું, પરંતુ મુનિ મરણાંત ઉપસર્ગને પણ સમતાપૂર્વક સહન કરીને પુનઃ દેવલોકમાં ઉત્પન્ન થયા. મંતસુદ - મનસુ9 (ન.) (જેના પરિણામ વિષે સુખ હોય તે, પરિણામે-અંતમાં સુખ હોય તે) જેમ બાળકની ઈચ્છા ન હોવા છતાં પરાણે અપાયેલું કડવું પણ ઔષધ તેના રોગની શાંતિ માટે થાય છે. તેમ જ્ઞાન ન હોવા છતાં શ્રદ્ધાપૂર્વક કરાયેલી હિતકારી ધર્મક્રિયા દ્વારા ચીકણા કર્મોનો નાશ થાય છે અને ભવાંતર સુખમય બને છે. મંતો - મન્ત ( વ્ય.) (અખ્ત, છેવટે, વિપાક કાળે, નિસ્તાર) નાસ્તિક, પાપી કે અધર્મી માણસો પણ પોતાના મોતથી તો ડરતા જ હોય છે. પૂરી જીંદગી અપકૃત્યોમાં વિતાવ્યા પછી જ્યારે અંતકાળ આવે છે. શરીર રોગોથી ઘેરાઈ જાય છે. અસહ્ય વેદનાથી શરીર તૂટી રહ્યું હોય છે. જીવવા કરતાં મોતની ઝંખના કરતા હોય છે. માગ્યું મોત પણ નથી મળતું ત્યારે પોતે કરેલા દુષ્કૃત્યોને યાદ કરી કરીને પશ્ચાત્તાપ કરતા હોય છે. અંતાવે (ડું) - અન્તર્વેવિ (સી)(.) (અંતર્ગત વેદી જેમાં હોય તે 2. બ્રહ્માવર્ત દેશ) અંતાક્ષર - અત્યાહાર (કું.) (વાલ વગેરે તથા હલકા અન્નના આહારવાળો, હલકા ધાન્યના આહાર દ્વારા રસના પરિત્યાગવાળો) ભગવાન મહાવીરના ચૌદહજાર શિષ્યોમાં જેમનું સ્થાન મોખરાનું હતું તે ધન્ના કાકંદીની નિરસ આહાર ચર્યાની વાતો સાંભળીને આપણું મસ્તક તેમના ચારિત્ર પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્કૃષ્ટ ભાવનાની અનુમોદનાથી શતશઃ નમી પડે છે. ધન્ય છે ધન્નાજીને. ઐત્તિ () - ગત્તિન (ત્રિ.) (જાતિ આદિની અપેક્ષાએ ઉત્તમ) જગતમાં જાતિ-વર્ણાદિથી ઉત્તમપણું નામ અને ગોત્રકર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. કર્મગ્રંથોમાં આઠ પ્રકારના જાતિ આદિ મદ બતાવ્યા છે. પ્રાપ્ત જાતિ કુલાદિનું અભિમાન કરવાથી નીચ ગોત્રકર્મ બંધાય છે અને તેના ફળરૂપે જીવને હિનાદિ કુળમાં જન્મ લેવો પડે છે. ભગવાન મહાવીરના જીવે મરીચિન ભવમાં કુળનું અભિમાન કરેલું તેના પ્રભાવે તેઓને નીચકુળમાં જન્મવું પડ્યું હતું. અંતિમ (2) - નિતી (7) (સમીપ,પાસે, નજીક 2. અંત, અવસાન 3. પર્યતવાસી, અંતિમ, ચરમ) સમ્યગ જ્ઞાનાર્જન કરવા માટે તથા ધર્મારાધનાઓમાં જોમ લાવવા માટે જ્ઞાની પુરુષની નિશ્રામાં રહેવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુનું વચન છે કે - “વૃદ્ધિાપમંત સયા' અર્થાત્ જે જ્ઞાની ગુરુ છે તેમની સમીપે વસવું. અને એજ સ્વ-પર હિતકારી નિવડે છે. અંતિમ - અન્તિમ (ત્રિ.). (અંતનું, અન્તિમ, છેવટનું, ચરમ, જેના પછી કશું જ ન હોય તે) મોહ-માયાના વિષચક્રમાં ફસાયેલો જીવ હિંસા, અનીતિ આદિ અનેક પાપો આચરીને નાશવંત પદાર્થોનો પરિગ્રહ કરે છે. તેમાં તેને સુખ-ચેન મળશે તેવી અભિલાષા સેવે છે. પણ જ્યારે ભયંકર વ્યાધિ આદિ દુ:ખોથી ઘેરાઈ જાય છે ત્યારે તેની પાસે પસ્તાવા 41