SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરિક્ત - મન્તરીય (જ.). (નાભિથી નીચેના ભાગમાં પહેરવાનું વસ્ત્ર, કટિ-વસ્ત્ર 2. શયા નીચે પાથરવાનું વસ્ત્ર) શરીર આત્મશુદ્ધિનું આવશ્યક સાધન છે તો વસ્ત્ર એ સામાન્યથી શરીર શોભાનું કારણ છે. પરમાત્માની પૂજા કરવા જતા શ્રાવક માટે વસ્ત્રપરિધાનમાં ઉત્તરીય અર્થાત, ખેસ અને અન્તરીય અર્થાત ધોતીનું વિધાન કરાયું છે. અન્ય વસ્ત્રોનું પરિધાન ત્યાજ્ય ગણેલું 11Sતાજે, અંતક્તિ - મારીયા (ત્રી.) (જૈન શ્રમણ પરંપરામાં વસવાડિયગણની ત્રીજી શાખા) જેમ ગૃહસ્થોના જાતિ-કુળ-ગોત્રાદિ હોય છે તેમ પ્રાચીન કાળમાં જૈન શ્રમણસંઘમાં 84 ગચ્છો, તેની અનેક શાખાઓ તેમજ કુળ હતાં. જે વર્તમાનમાં સાગર શાખા, ક્ષેમ શાખા, વિજય શાખાદિ મુખ્ય-મુખ્ય સિવાય ઘણાખરા લુપ્તપ્રાય: થઈ ગયા છે. અંતરિય - અન્તરિત (ત્રિ.) (વ્યવધાનવાળું, અંતરવાળું 2. તિરસ્કૃત 3. અંતર્ગત) ડાહ્યો માણસ ભવિષ્યની ચિંતા કરવાની જગ્યાએ વર્તમાનને સુધારવા ઉપર વધારે ધ્યાન આપે છે. કેમકે તે જાણે છે કે, માત્ર ભવિષ્યની ચિંતા કર્યા કરવાથી તો તેનો વર્તમાન સમય અને ભવિષ્ય બન્ને બગડે છે. કહેવત છે ને કે, જેનો વર્તમાન સારો તેનું ભાવિ પણ સારું. મારિયા - અન્તવિલા (સ્ત્રી.) (વિવક્ષિત વસ્તુની સમાપ્તિ 2. અંત) દરેકના જીવનમાં સારો-ખરાબ સમય આવતો જ હોય છે. તેથી વ્યક્તિએ તેના સારા સમયમાં વધુમાં વધુ પરોપકાર આદિ સારા કાર્યો કરવા જોઈએ પરંતુ, એવું કોઈ અકાર્ય કરવું ન જોઈએ કે, જેના લીધે ખરાબ સમયમાં લોકો તેનાથી દૂર ભાગે. કાન્તરિક્ષા (ટી.) (લઘુ અન્તર, વ્યવધાન, અલ્પાંતર) પંચાચારમાં જાણતાં-અજાણતાં થયેલા નાના-મોટા અતિચાર-દોષોના કારણે વ્યક્તિની ધર્મઆરાધનામાં ડગલે ને પગલે નાના-મોટા વ્યવધાનો-અંતરાયો ઊભા થતા હોય છે. માટે અતિચારોને ત્યજી ઉપયોગ સાથે ધર્મક્રિયા કરવી જોઈએ. अंतरुच्छुय - अन्तरिक्षुक (पुं.) (શેરડીની વચલી ગાંઠ). જેમ શેરડીની વચલી ગાંઠના ભાગમાં રસ કે મીઠાશ નથી હોતી તેથી તેને ત્યજી દેવાય છે. તેમ પરમાત્માએ મનુષ્ય જીવનની સાર્થકતા બે રીતે બતાવી છે. કાં તો સંયમધર્મ કાં ગૃહસ્થધર્મ. તે સિવાયનો વચલો માર્ગ કોઈ નથી. અંતરે - મનરે ( વ્ય.) (વિના, સિવાય, વગર 2. મધ્યમાં, વચ્ચે) કદાચ તપ ઓછો થશે તો ચાલશે, દાન પણ ઓછું-વત્તે અપાશે તોય ચાલશે, કદાચ વ્યાપારમાં કમાણી ઓછી થશે તો પણ ચાલશે પરંતુ ભાવનામાં તો ઉત્કૃષ્ટતા જ જોઈશે. ત્યાં ઓછાં-વતું કરશો તો ભવસાગરથી તરવું દુષ્કર બની જશે. તવ (7) - માવત્ (ત્રિ.) (અંત-છેડાવાળું, પરિમિત 2. નશ્વર) હે જીવ! આયુષ્ય પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે, તે સતત નજરની સામે રાખીને તું સારાસારનો વિવેક કરીને કાર્ય કરજે. ભવિષ્યમાં તે કરેલા કાર્યના પરિણામ વખતે તારે પસ્તાવું ન પડે તે ખાસ ધ્યાન રાખજે. ગંતવાન - અત્તપાત (પુ.) (પૂર્વ દિશાદિ દેશના લોકોનું દેવાદિત સમસ્ત ઉપદ્રવોથી રક્ષણ કરે છે, ચક્રવર્તીના દેશ સંબંધિતનું ઉપદ્રવોથી રક્ષણ કરે તે) 46
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy