________________ સિવાય કોઈ આરો નથી રહેતો. માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે, અત્તે જો આ બધું છોડીને ચાલ્યા જ જવાનું હોય તો તેના માટે આટલા બધા પાપો શા માટે બાંધવા. કારણ કે, તેના પણ ફળ તો ભોગવવા જ પડશે ને ? अंतिमराइया - अन्तिमरात्रिका (स्त्री.) (રાત્રિનો છેલ્લો પહોર, રાત્રિનો ચરમકાળ, રાતનો છેડો) વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાનસંપદાને વરેલા આપણા દેશમાં ચાલી આવતી સવારે વહેલા (રાત્રિના છેલ્લા પહોરે) ઊઠવાની પ્રણાલિકા કેટલી સુંદર છે. તન, મન અને ધન માટે તો હિતકારી ખરી જ પણ આત્મહિત માટે પણ એટલી જ કલ્યાણકારી છે. આનું રહસ્ય ઉક્તિ દ્વારા કહેવાયું છે કે “રાત્રે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર' યાદ રાખજો 'शरीरमाद्यं खलु धर्मसाधनं' / अंतिमसंघयणतिग - अन्तिमसंहननत्रिक (न.) (શાસ્ત્રોક્ત શરીરના હાડકાં વગેરે બંધારણના છેલ્લા ત્રણ પ્રકારો, શરીરના બાંધાના અર્ધનારાગાદિ ત્રણ પ્રકારો) પવિત્ર કલ્પસૂત્રજી ગ્રંથમાં શરીરના બાંધાના પ્રકારો વર્ણવ્યા છે. તેમાં આદ્ય ત્રણ ઉત્કૃષ્ટ પુણ્યોદયથી અને છેલ્લા ત્રણ પાપોદયથી જીવને પ્રાપ્ત થતા હોય છે. શ્રીતીર્થંકરાદિ ત્રેસઠ મહાપુરુષોને નિયમા આદ્ય સંઘયણ હોય છે. તેથી જ તેમનું શરીર પોલાદથી પણ વધુ મજબૂત હોય છે. તિમલારિટ - મસ્તિમા (1) રવિ (ત્રિ.) (અંતિમ શરીરની ક્રિયા, તદુભવમોક્ષગામીની ચરમ દેહે કરાતી ક્રિયા 2. તદ્દભવ મોક્ષગામી, ચરમશરીરી) પરમ વંદનીય ચરમ શરીરી આત્માઓનો જ્યારે મોક્ષગમનનો કાળ નજદીક આવે છે ત્યારે તેઓ શૈલેશીકરણાદિ ક્રિયાઓ દ્વારા શેષ અઘાતી કર્મોનો ક્ષય કરી પાંચ હૃસ્વાક્ષરોના ઉચ્ચાર કરાતા સમય જેટલા કાળમાં અક્ષયસુખના ઠામમાં - મોક્ષમાં સિધાવે છે. તેમારિ (1) - મન્તરિન (ત્રિ.) (મધ્યે ગમન કરનાર, વચ્ચે જનાર) જેઓ પોતાના ગન્તવ્ય સ્થાનના રસ્તા મળે ચાલે છે તેઓ નિશ્ચિત સ્થાને અવશ્ય પહોંચે છે. પરંતુ જેઓનું લક્ષ્ય સાચું હોવા છતાં ઉન્માર્ગગામી બન્યા છે તેઓ તો દુર્ગમાં અવશ્ય ગોથાં ખાતાં ખાતાં મહામહેનતે પણ લક્ષ્ય સુધી પહોંચશે કે કેમ તે અનિશ્ચિત રહેતું હોય છે. અંતે (પુ) - અન્તઃપુર () (રાણીવાસ, અન્તઃપુર, જનાનખાનું 2. રાજાની સ્ત્રી, રાણી) રાજપિંડ અર્થાત્ રાજાને ત્યાનાં આહાર-પાણી. સાધુ-સાધ્વી ભગવંતો આવા રાજપિંડને ગ્રહણ કરતા નથી. કારણ કે તેનાથી સંયમના ઘાત વગેરે પ્રસંગો બનવાની શક્યતા રહેલી છે. અગ્નિશમના જીવે આવા રાજપિંડના પ્રસંગે નિમિત્ત પામી પોતાનું ભવોભવ અહિત કરી લીધું હતું. अंतेउरपरिवारसंपरिवुड - अन्तःपुरपरिवारसंपरिवृत्त (त्रि.) (અંતઃપુર અને પરિવાર એ બેથી અથવા અંતઃપુર લક્ષણ પરિવારથી પરિવરેલા, રાજપરિવારથી અલંકૃત-રાજા) ભગવાન મહાવીરસ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં પધારતા હતા ત્યારે તેમના પરમ ભક્ત રાજા શ્રેણિક પોતાના રાજ પરિવારથી પરિવૃત્ત બનીને ઠઠારા ને રસાલા સાથે પરમાત્માને વાંદવા જતા હતા. તેમની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના વખાણ શાસ્ત્રગ્રંથોમાં ખૂબ થયા છે. અંતેરિયા - મન રિજી (શ્રી.). (અન્તઃપુરમાં રહેનારી, રાણી 2. રોગીને નીરોગી બનાવનારી એક વિદ્યાવિશેષ) સંયમી મુનિવરોના ઠલ્લા-માત્રા (ઝાડા-પેશાબ)માં પણ રોગીને નિરોગી કરવાની શક્તિ રહેલી હોય છે. આવી વિદ્યાઓ ચારિત્રના પ્રભાવે તેઓને સહજ પ્રાપ્ત થતી હતી. આન્તઃપુરિકી પણ એક વિદ્યા છે. જેમાં રોગીનું નામ લઈ પોતાના અંગો પર અપામાર્જનઊંજણી કરવા માત્રથી તેનો રોગ શાન્ત થઈ જાય છે. 48