________________ અશ્વ એટલે ઘોડો. ઘોડો શક્તિ-સામર્થ્યનું પ્રતીક છે. જેમ રાજા, વરઘોડો, રથયાત્રા કે સૈન્ય અશ્વ વગર શોભાસ્પદ નથી બનતા. તેમ અશ્વતા-શક્તિરહિત પુરુષ શોભાના ગાંઠિયો બની જાય છે. સત્ત્વ હોય તો સામર્થ્ય સહજતાએ પ્રગટ થતું હોય છે. अणासच्छिन्न - अच्छिन्ननास (त्रि.) (જનું નાક છેદાયેલું નથી તે). મુખની શોભામાં નાક મહત્ત્વનો ભાગ ભજવે છે તેમ બીજા બધા અંગો સુંદર અને પરિપૂર્ણ હોય પણ જો નાક છેદાયેલું કે કપાયેલું હોયતો મુખની શોભા ખંડિત ગણાય છે. જોનારાને અરુચિ થાય છે. તેમ માણસની આબરું પણ નાકથી ઇંગિત થાય છે. જેની પાસે લજ્જા-શરમ નથી તેને લોકો બેશરમ કે નકટો કહે છે. મ/સા - મનાલન્ન (ત્રિ.) (છેક પાસે નહીં, બહુ નજીક નહીં તે) ઉત્તરાધ્યયનસૂત્રમાં શિષ્યને ભવોદધિતારક ગુરુના વિનય બાબતે ખૂબ ઊંડાણથી ઉપદેશ આપ્યો છે. મોક્ષમાર્ગની આરાધના કરનારા શિષ્ય માટે ગુરુની ભૂમિકા ઘણી અગત્યની જણાવેલી છે. શિષ્ય ગુરુની નિશ્રામાં કેવી રીતે રહેવું જોઈએ ? તો શાસ્ત્ર કહે છે કે એકદમ નજીક પણ નહીં અને સાવ દૂર પણ નહીં. એમ બહુદૂર કે અતિનિકટતા વર્જીને મધ્યમસ્થિતિએ રહેવું જોઈએ. મUIક્ષત્તિ - અનાસજી (ત્રિ.) (આસક્તિનો અભાવ, અપ્રતિબદ્ધતા) મુનિએ જેમ સંસારના દરેક ભાવોનો ત્યાગ કરેલો હોય છે તેમ પુત્ર-સ્વજન-બંધુ-કુટુંબ પ્રત્યેના રાગભાવનો પણ ત્યાગ કરેલ હોય છે. તેમના પર રાખેલા સ્નેહભાવને પણ અસંયમ કહેલો છે. માટે મુનિજીવનમાં સર્વત્ર અપ્રતિબદ્ધતા એ સર્વોપરિ હોય છે. માસથ - અનાશય (ત્રિ.) (જેને પૂજાનો ભાવ નથી તે, પૂજાની ઇચ્છાથીરહિત) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પંદરમાં અધ્યયનમાં કહેવાયું છે કે જે જીવ કોઈ કારણવશ પરમાત્માની દેશનાના અવસરે સમવસરણમાં દ્રવ્યથી બેઠો હોય પણ અંતરાત્મામાં ભગવાન પ્રત્યે પૂજાનો ભાવ ન જાગે અર્થાતુ પ્રભુને જોઈ મનમાં તેમના પ્રત્યે આદરભાવ ન થાય તો તેને પરમાત્મા પ્રત્યેની અરુચિના કારણે અનાશયી કહ્યો છે. મHસવ - અનાશ્રવ (પુ.) (34 પ્રકારના પાપકર્મબંધ રહિત હિંસાદિ આશ્રદ્વારથી વિરત, પાપાશ્રવથી અટકેલું 2. અહિંસા, દયા) જેને હિંસાદિ આશ્રવો નથી, 34 પ્રકારના પાપકર્મબંધથી રહિત છે અથવા હિંસાદિ આશ્રદ્વારથી વિરત છે તે અનાશ્રવવાળો કહેવાય છે એમ કર્મપ્રકૃતિ ગ્રંથમાં કહ્યું છે. વળી ઔપપાતિક આગમમાં પ્રાણાતિપાતાદિથી વિરત હોય, અમમ અને અકિંચન હોય અર્થાતુ જેના પાપકર્મબંધ વિદ્યમાન નથી તે અનાશ્રવી કહ્યો છે. તો બૃહત્કલ્પસૂત્રમાં અનાશ્રવ એટલે સારા કે નરસા જે કર્મો આત્મામાં શ્રવે છે એટલે કે બંધાય છે તે આશ્રવ છે. જો કર્મપુદગલ ગ્રહણ ન કરે તો અનાશ્રવ છે. એટલે રાગદ્વેષ રહિત માધ્યસ્થપણે રહેવું એ જ અનાશ્રવ છે એમ કહેલું છે. अणासाइज्जमाण - अनास्वाद्यमान (त्रि.) (રસનેન્દ્રિય દ્વારા ન ચખાતું, કેવળ રસનેન્દ્રિયનો વિષય બનતું) પાંચેય ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય સહુથી વધુ ખતરનાક છે. આપણે પર્વના દિવસોમાં ઉપવાસ તો સહેલાઈથી કરી લઈએ છીએ પણ પારણામાં આસક્તિને ડામી શક્તા નથી. મનભાવતી દશ-વીશ જાતની ખાદ્ય વસ્તુઓ હોય તો ખાવા પર કંટ્રોલ કેટલો રાખીએ છીએ? જો નહીં તો સમજી લો કે આપણને તપમાં રસ નથી પણ ખાવામાં વૃદ્ધિ વધારે છે જે નફા કરતા નુકશાન વધુ કરાવે છે. अणासाएमाण - अनाशयमान (त्रि.) (ન ચાખતો 2. ન વાંછતો) ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં મુનિના મોક્ષસાધક અનેક ઉત્કૃષ્ટ ગુણોમાં એક ગુણ અનાશય પણ કહેલો છે. એનો અર્થ એ છે કે જે મુનિ સંયમમાં એકતાન છે. જેને કોઈપણ પ્રકારની એસણા નથી અને લોભ-લાલચથી પર થયેલો તથા લૌકિક આશાઓથી 272