________________ સાધુએ એક સ્થાનથી બીજે સ્થાન જવા માટે ક્યારેય પણ નિર્જન રસ્તો પસંદ કરવો નહિ. કેમ કે ત્યાંથી જવામાં જંગલી હિંસક પ્રાણીઓના ઉપદ્રવનો ભય રહેલો છે. તેથી આત્મઘાતની સંભાવના છે. યાદ રાખો કે લોકહિત કરવા માટે પણ આત્મહિત પ્રથમ જરૂરી છે. સાવિત - અનાવિન (ત્રિ.) (અકલુષિત, રાગ-દ્વેષરૂપી મળરહિત) જેના કષાયો શાંત થઇ ગયા છે. જેના ચિત્તસરોવરમાં પ્રશમતારૂપી હંસલીઓ મહાલી રહી છે. તેવો આત્મા જ ધર્મની સાચી આરાધના કરી શકે છે. હજી સુધી જેનું ચિત્ત વિવિધ ક્લેશોથી ખદબદી રહ્યું હોય તેવો જીવ માત્ર ધર્મનો દેખાડો કરી શકે છે પરંતુ, સાચો આરાધક બની શકતો નથી. પવિન () (ઋણથી કલુષિત). જેમ અન્યાય અને અનીતિથી મેળવેલું ધન અનીતિ કરનારને અને બીજાની પાસે જાય તો તેને પણ બરબાદ કરી નાખે છે તેમ જ બીજાના પૈસા દબાવીને બેસી ગયો છે, પારકા પૈસે તાગડધિન્ના કરે છે તેવા લોકોનું ઋણથી કલુષિત ધન તેમને તો બરબાદ કરે જ છે પરંતુ, જેની તિજોરીમાં એ ધન જાય, તેનું પણ દેવાળું કાઢે છે. કેમ કે તેમાં નિર્દોષ લોકોની હાય ભળેલી હોય છે. આવા કલુષિત ધનથી ચેતજો ! अणाविलज्झाण - अनाविलध्यान (न.) (કરજદારનું ચિંતવન) જે દેવામાં ડૂબેલો હોય તેને કરજદારની ચિંતા, ઘરનો મોવડી હોય તેને કુટુંબ ચલાવવાની ચિંતા, રાજાને કોઈ દુશ્મન ચડાઈ કરીને રાજય લઈ ના લે તેની ચિંતા. આમ જુઓ તો દરેકને કોઇને કોઇ ચિંતા સતાવતી જ હોય છે. આથી જ તો ચિંતાને ચિતા સમાન કહેવામાં આવેલી છે. કેમ કે ચિતા મૃત્યુ પામેલાને બાળે છે. જ્યારે ચિંતા જીવતા જીવને બાળીને ભસ્મ કરી નાખે છે. સાવિત્નu () - અનાવિનાત્મન(પુ.) (કષાયરહિત આત્મા) જેના આત્મામાં રાગ-દ્વેષરૂપી કષાયો વિદ્યમાન છે ત્યાં સુધી તેને હંમેશાં કોઈને કોઈ વાતનો ભય સતાવતો હોય છે. પરંતુ ધર્મારાધનાથી જેણે પોતાના કષાયોને મંદ પાડી દીધા છે તેવા કષાયરહિત આત્માને જગતનો કોઇપણ ભય ડરાવી શકતો નથી. માટે જ સૂત્રકતાંગમાં કહ્યું છે કે, કષાયરહિત સાધુ મહાત્મા અભયને કરનારા હોય છે. મનાવુદ્રિ- અનાવૃષ્ટિ(ત્રી.) (વરસાદની ઋતુમાં વર્ષા ન થાય તે, અનાવૃષ્ટિ) બાર મહિનામાં ચાર મહિના વર્ષા ઋતુના હોય છે. તે દરમિયાન જો વરસાદ વરસે તો અનાજ વગેરે પાકે અને લોકમાં સુકાળની સ્થિતિ જળવાઈ રહે છે. પરંતુ જો વર્ષા ઋતુમાં પાણી વરસે નહીં તો દુષ્કાળની સ્થિતિ ઊભી થાય અને લોકમાં ભૂખમરો આવે. તેમ સામાન્યથી વર્ષના બારેય મહિનાઓને શાસ્ત્રકારોએ ધર્મરાધનાના મહિનાઓ બતાવ્યા છે. ધર્માજને સદા જાગ્રત રહી ઉપાસના દ્વારા આત્મહિત સાધી લેવું એ જ હિતાવહ કહેલું છે. કારણ કે મૃત્યરૂપી કાળ ક્યારે પહોંચી જાય તે કહેવાય નહીં. મUTHસ () - નાસિન(કું.) (આશંસારહિત, સંસારના ફળની ઇચ્છા વગરનો, શ્રોતાઓ તરફથી વસ્ત્રાદિની અપેક્ષા વગર પ્રવચનસાર કહેનાર) ધર્મસંગ્રહ ગ્રંથમાં જણાવ્યું છે કે, પ્રાયશ્ચિત્ત લેનાર વ્યક્તિ આશંસા રહિત હોવો જોઈએ. જો તે અપેક્ષાવાળો હોય તો સંપૂર્ણ અતિચારની આલોચના લેવામાં ઊણો ઊતરી શકે છે. તેમ ધર્મીજને ફળની આશંસાથી રહિત હોવું ઘટે છે. કારણ કે આરાધક માટે અપેક્ષા એ પણ અતિચાર અર્થાતુ દોષ બને છે જે એની આરાધનાને કલંક લગાડે છે. મ/સT - મનશ્વ (ત્રિ.) (અશ્વરહિત, ઘોડા વિનાનું) 271