________________ મUTIનાવ - અનાનાપ (ઈ.) (કુત્સિત ભાષણ, ખરાબ બોલવું તે, વચનનો વિકલ્પ-ભેદ) શબ્દોની અસર વ્યક્તિના ભાવો પર પડતી હોય છે. આ વાતને વ્યવહાર અને ધર્મ બન્ને માન્યતા આપે છે. કોઇના માટે બોલેલા બે સારા શબ્દો વ્યક્તિના મુખ પર હાસ્ય લાવી દે છે અને બોલેલો એક અપશબ્દ વ્યક્તિની આંખોના ભવાં તંગ કરી દે છે. માટે એવું બોલવું જોઇએ કે, જે હિત-મિત-પથ્ય ને સત્ય હોય. શિષ્ટભાષા વ્યક્તિની સભ્યતા જણાવે છે અને કુત્સિતભાષા બોલનાર તેની અસભ્યતાનો પરિચય આપે છે. અનિદ્ધ - નાસ્તિ$(ત્રિ.) (આલિંગન ન આપેલું) યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંતે કહેલું છે કે જે ભૂમિ પર સૂર્યનું મિલન થયું ન હોય. અર્થાત્ સૂર્ય પ્રકાશથી જે ભૂમિ પ્રકાશિત ન હોય અથવા સૂર્યના કિરણો જે ભૂમિને સ્પર્ધા ન હોય તેવી અંધારી ભૂમિ પર જીવહિંસાનો ભય હોવાથી જીવદયાના પરિપાલને ત્યાં ચાલવું જોઈએ નહિ. મrોફર - મનાત્રોચિત (ત્રિ.) (આલોચના ન કરેલું, જેણે ગુરુ પાસે પોતાના દોષની આલોચના લીધી નથી તે) બહાર જવાનું હોય અને સ્વચ્છ કપડાં પહેર્યા હોય, ખૂબ સાચવીને ચાલતા હો છતાં પણ તે મેલા તો થવાના જ. તેને તમે કેમેય કરીને રોકી શકવાના નથી. હા! મેલા કપડાને પાણીમાં સાબુ કે પાડવડરથી ઘસીને ફરીથી ઉજળા કરીને એની એ જ ચમક પાછી લાવીને પહેરી શકો છો. બસ! આ જ રીતે આત્મા જ્યાં સુધી સંસારમાં રહેલો છે ત્યાં સુધી કર્મોનો મેલ તો લાગવાનો જ છે. જો કર્મો લાગ્યા છે તો તેને ધોવા માટે પશ્ચાત્તાપરૂપી પાણી અને પ્રાયશ્ચિત્તરૂપી સાબુ, પાવડર પરમાત્માએ બતાવેલા જ છે. પુનઃ આત્માને ઉજળો બનાવી શકો છો. પરંતુ આત્માની ગુમાવેલી ચમક તે જ લાવી શકે છે જે ગુરભગવંત પાસે આલોચના લે. अणालोइयअपडिक्कंत - अनालोचिताऽप्रतिक्रान्त (त्रि.) (જે ગુરુ પાસે આલોચના લઇને દોષોથી નિવૃત્ત થયો નથી તે) સમજવા જેવું છે કે, જેમ શરીરમાં રોગ ઉદ્ભવેલો હોય તેને દૂર કરવા માટે વૈદ્ય પણ હોય અને દવા પણ હોય પરંતુ, જે વ્યક્તિને વૈદ્ય પાસે જવું નથી અને દવા લેવી નથી તેનો રોગ મટી શકે ખરો? ન જ મટી શકે. તેમ આત્મામાં દોષોરૂપી રોગો પડ્યા હોય તેને દૂર કરવા માટે ગુરુ ભગવંતરૂપી વૈદ્ય અને પ્રાયશ્ચિત્તરૂપી ઔષધ હોવા છતાં જે આલોચના લઈને દોષોથી નિવૃત્ત નથી થતો તેના દોષો ક્યારેય પણ નષ્ટ થશે ખરા? મUIનોફથમણિ () - મનાલ્ગોચિતમષ (પુ.) (સમ્યજ્ઞાનથી પર્યાલોચન કર્યા વગર બોલનાર, વિચાર્યા વગર બોલનાર) પ્રવચન સારોદ્ધારના ૭૨મા દ્વારમાં કહેવામાં આવેલી પચ્ચીસ અશુભ ભાવનાઓને અનુલક્ષીને કહેલું છે કે, જે વ્યક્તિ સમ્યજ્ઞાન પામ્યો નથી, જેનામાં સારાસાર ગ્રહણ કરવાની બુદ્ધિ નથી તેવા અલ્પબુદ્ધિ લોકો તીર્થકર, જ્ઞાન-જ્ઞાની, સાધુ વગેરે પરમતત્ત્વોના અવર્ણવાદ કરનારા હોય છે. તેમનું કથન સમ્યજ્ઞાનના પર્યાલોચન વગરનું અવિચારી હોય છે. अणालोय - अनालोक (पुं.) (અજ્ઞ, અજ્ઞાનરૂપી અંધકારવાળો). વિશ્વના સઘળા ધર્મોમાં ગુરુને ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. કારણ કે પરમાત્માની સૌથી વધુ નજીક અને ધર્મનું સાચું સ્વરૂપ ગુરુ જ જાણતા હોય છે. અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલા લોકોને જ્ઞાનરૂપી અંજન દ્વારા ચક્ષુનો ઉઘાડ કરાવનાર ગુરુ અનંતપુણ્યના ઉદયે મળે છે. આપણને પંચમહાવ્રતધારી પરમોપકારી ગુરુ મળ્યા છે તે આપણા અનંતાનંત પુણ્યનો ઉદય જ છે કે બીજું કાંઈ ? માવાય - નાપાત (2) (જે જનમાર્ગ ન હોય તે, સ્ત્રી આદિરહિત નિર્જન સ્થડિલ ભૂમિ) ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીએ લખ્યું છે કે, સ્વ-પર હિતાયની ભાવનાથી પ્રામાનુગ્રામ વિચરણ કરનાર 270