________________ ઉપર ઊઠેલો એવો તે સાચો ચારિત્રી છે. *મનાવાય (ત્રિ.) (નહીં ખાતો, આસ્વાદન ન કરતો) अणासायणा - अनाशातना (स्त्री.) (હીલનાનો સર્વથા અભાવ, તીર્થંકરાદિકની આશાતના ન કરવી તે, દર્શન વિનયનો એક ભેદ, મન-વચન-કાયાથી વિરોધનો અભાવ) જીવનમાં ધર્મારાધના ઓછા-વત્તા અંશે થશે તો ચાલશે પરંતુ, ધર્મ અને ધર્મજનની આશાતના અર્થાત તેમનો વિરોધ કરીને ભારે કર્મી બનવાની ભૂલ ક્યારેય ન કરતા. તીર્થંકર પ્રભુની મોટી દશ આશાતનાઓ છે. જિનભવનની નાની-મોટી 84 આશાતનાઓ છે અને ગુરુની 33 આશાતનાઓ છે તેનું સર્વથા વર્જન કરીને તેમની વિનય-ભક્તિ કરશો તો ભવથી વહેલા તરશો. अणासायणाविणय - अनाशातनाविनय (पुं.) (અનુચિત ક્રિયા નિવૃત્તિરૂપ દર્શનવિનયનો એક ભેદ, ધર્મની ભક્તિ-બહુમાન કરવું તે). અનુચિત ક્રિયાની નિવૃત્તિરૂપ દર્શનવિનયના પંદર ભેદ સ્થાનાંગસૂત્રમાં વર્ણવ્યા છે. તેમાં જણાવ્યું છે કે તીર્થકર, ધર્માચાર્ય, વાચક, વિર, ગણ, કુળ, શ્રીસંઘ આદિ તીર્થંકર પ્રણીત ધર્મની આશાતનાનો ત્યાગ કરી ભક્તિ-બહુમાન કરવું એ દર્શનવિનય છે. તેમની જેટલી બને તેટલી પ્રશંસા-વર્ણવાદ કરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય થાય છે અને બોધિસુલભ થવાય છે. મલિય - અનાશિત (ત્રિ.) (બુભુક્ષિત, ભૂખ્યું) કહેવાય છે કે, ભૂખ જેવું કોઈ પાપ નથી. ભૂખ્યો માણસ શું ન કરે અર્થાત્ કોઈપણ રીતે તે પેટની સુધા શાંત કરવા મજબૂર બની જાય છે. પેટ આગળ તે પરવશ થઈ હિંસાદિ પણ આચરે છે. ધન્ય છે તે મહામુનિવરોને કે જેઓ તપ દ્વારા શરીરને સુકવી દે છે પણ સુધા પરિષહને જીતી લે છે. મસેવUIT - અનાવના (સ્ત્રી.) (દોષની સેવનાનો અભાવ, અતિચારાદિન સેવવા તે) આચારાંગસૂત્રમાં જણાવેલું છે કે, જ્ઞાનથી પરિકર્મિત બુદ્ધિવંત મહામુનિવરો ગમે તેવા કષ્ટો આવે કે મહાભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય પણ પોતે લીધેલ પ્રતિજ્ઞામાં એટલે મહાવ્રતોના પાલનમાં ભૂલથી પણ અતિચાર લાગવા દેતા નથી. નિત્ય સવારે ઊઠતાની સાથે નિરતિચાર ચારિત્રના પાલણહાર મહામુનિઓના ચરણોમાં કોટિ-કોટિ વંદના કરી ભવસાયરથી વહેલા તરિયે. મદ - મનાથ (ત્રિ.) (અશરણ્ય, યોગ-ક્ષેમરહિત, અનાથ, નધણિયાતું 2. આત્માની અનાથતાની પરિભાવના કરનાર મુનિનો એક ભેદ) શાસ્ત્રગ્રંથોમાં અનાથતાના વિષયમાં શ્રેણિકરાજા અને અનાથી મુનિનું દૃષ્ટાન્ન ખૂબ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અનાથી મુનિના સત્યપરિકર્મિત જવાબોથી સંતુષ્ટ થયેલા શ્રેણિક રાજા સમતિને પામ્યા હતા. ધન્ય છે અનાથીમુનિના સાચા અણગારભાવને. अणाहपव्वज्जा - अनाथप्रव्रज्या (स्त्री.) (ઉત્તરાધ્યયનસૂત્રનું વીસમું અધ્યયન, મહાનિર્ગથીય અધ્યયન) જૈન સંઘના અંગરૂપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચારેય જેને અત્યંત બહુમાનથી પૂજે છે અને જેના પઠનની યોગ્યતા કેળવવા માટે પણ તપવિધિથી જોગ કરે છે તે આગમોના મૂલસૂત્રમાં ઉત્તરાધ્યયનસૂત્રનો સમાવેશ થયેલો છે. જેમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના વિનયાદિ આચાર વિચારો સંબંધી ઉપદેશ આપવામાં આવેલો છે. આ સૂત્રનું વીસમું અધ્યયન મહાનિર્ગથીય નામથી પણ પ્રસિદ્ધ છે. સVIE | - મનાથRUT (ન.) (ધરી રાખવાને અશક્ત). વ્યક્તિ પાસે ગમે તેટલી તાકાત હોય કે દુનિયાભરની ઋદ્ધિ હોય પણ તે સમયને ધારી રાખવામાં સમર્થ નથી. મોટા-મોટા રાજા, 273