________________ કારણ વગર જ ખૂબ બોલ બોલ કર્યા કરે છે. દુનિયામાં તેવાઓનો વિશ્વાસ કોઇ જ કરતું નથી. अणत्थादंड - अनर्थदण्ड (पुं.) (પ્રયોજન વગર હિંસા કરવી તે) જેણે ચારિત્ર ગ્રહણ નથી કર્યું તેવા શ્રાવકને સંસારમાં જીવવા માટે હિંસા કરવી પડતી હોય છે. ત્યાં આગળ પણ શાસ્ત્રોએ તેમને હિંસાની અનુમતિ નથી આપી પરંતુ, તેની જયણા પાળવાની કહેલી છે અર્થાતુ, જેટલી શક્ય બને એટલી ઓછી હિંસાથી કાર્ય કરવું. અને સર્વવિરતિધરને તો સર્વથા હિંસાનો નિષેધ જ કરેલો છે. જો આવશ્યક કાર્યોમાં પણ હિંસાની અનુમતિ શાસ્ત્રો નથી. આપતા તો પછી વિના કારણે પોતાના શોખ માટે કે પછી બસ મન થયું એટલા માત્રથી હિંસા કરવાની રજા કેવી રીતે મળી શકે? अणत्थादंडवेरमण - अनर्थदण्डविरमण (न.) (તૃતીય ગુણવ્રત, શ્રાવકનું આઠમું વ્રત). શ્રાવકના બારવ્રતોમાંનું તૃતીય ગુણવ્રત છે અનર્થદંડનો ત્યાગ કરવો. જેનો કોઇ જ અર્થ ન સરતો હોય તેને કહેવાય અનર્થ. અને અનર્થપણે અન્ય જીવોની હિંસા કરવી તે છે અનર્થદંડ. શ્રાવકવ્રતોને ધરનાર જીવાત્મા આવા અનર્થદંડનો ત્યાગ કરનાર હોય છે. અMદ્ધ - મનઈ (ત્રિ.). (જેનો કોઈ વિભાગ ન થાય તે, નિર્વિભાગ) જે અવિભાજ્ય છે. જેનો કોઇ જ પ્રકારે વિભાગ કરી ન શકાય તે અનદૂધે છે. સ્થાનાંગસૂત્રના તૃતીય ઠાણાના બીજા ઉદેશામાં કહેલું છે કે, આ ચૌદ રાજલોકમાં કાળ, પ્રદેશ અને પરમાણુ આટલા નિર્વિભાગ છે. તેનો કોઇ જ ભેદ કરી શકતું નથી. કેવલજ્ઞાનીની દૃષ્ટિએ પણ તેમાં જોઇ વિભાગ થઇ શકતો નથી. માથાર - ત્રાધાર (કું.) (કરજદાર, ઋણધારક) ધર્મસંગ્રહના દ્વિતીય અધિકારમાં કહેલું છે કે, ક્યારેય પણ કોઇનું ઋણ લેવું જોઇએ નહિ. પણ કોઇ કારણવશાતુ દેવું કર્યું હોય અને ઋણધારક પુરુષ પાસે જો તેને પૈસા પાછા આપવાની ક્ષમતા ન હોય તો તેના ઘરે નોકરી કરીને પણ તેનું ઋણ અદા કરી દેવું જોઇએ. અન્યથા ભવાંતરમાં તેના ઘરે ઊંટ, બળદ, પાડા કે ગધેડાનો અવતાર લઈને પણ તેનું ઋણ ચૂકવવું પડે છે. अणधिकारि (ण)- अनधिकारिन् (पु.) (અધિકારી નહીં તે) કોઇપણ શાસ્ત્રની રચના પહેલા દરેક ગ્રંથકાર પાંચ વાના કરતા હોય છે. તે પાંચ પ્રકારમાં એક પ્રકાર આવે છે અધિકારી. અધિકારીની ચર્ચાના સમયે તેઓ કહે છે કે, જે જીવો જિનશાસન પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધાવાળા છે અને મોક્ષને મેળવવાની ઇચ્છાવાળા છે. તેવા જ જીવો આ શાસ્ત્રને ભણવાના અધિકારી છે. તે સિવાયના માત્ર સ્વાર્થપૂર્તિ માટે કે શંકાસહિત માત્ર કુતૂહલથી શાસ્ત્રને ભણનારા લોકો તેના અધિકારી નથી. મUT૫ (ખ) ન - મનાત્મજ્ઞ (ત્રિ.) (અન્યથી ગૃહિત આત્મા 2. વિક્ષિપ્ત ચિત્તવાળો, પાગલ) જેવી રીતે પાગલ વ્યક્તિ ગમે તે સ્થાને હસે છે, રડે છે, વિચિત્ર હરકતો કરવા છતાં તેને ખ્યાલ નથી આવતો કે આ બધી પ્રવૃત્તિઓ યોગ્ય સ્થાનોમાં ન કરાય, તેમ કરવાથી તો લોકમાં હાસ્યાસ્પદ બનાય છે. તેમ કર્મોથી ગૃહીત આત્મા રાગ-દ્વેષની પ્રવૃત્તિ કરે છે. છતાં તેને ખબર નથી પડતી કે, આવું વર્તન મારા આત્માને અધોગતિ તરફ લઈ જનાર છે. अणपन्निय - अप्रज्ञप्तिक (पुं.) (વ્યંતર દેવોની એક જાતિ). દેવોના ચાર પ્રકારમાં એક પ્રકાર આવે છે વ્યંતર દેવોનો. આ વ્યંતર દેવોના આઠ પ્રકારમાંનો એક પ્રકાર છે અણપત્રિ દેવનો. પ્રવચનસારોદ્ધારના એકસોને ચોરાણુમાં દ્વારમાં કહેલું છે કે, રત્નપ્રભા નરકના ઉપરના ભાગમાં આવેલા હજાર યોજનવાળા રત્નકાંડના ઉપર નીચે છોડેલા સો યોજનમાં પણ ઉપર નીચે દશ-દશ યોજન છોડીને વચ્ચેના એંસી યોજનમાં આ દેવોના આવાસો 240