________________ નથી થતો અને વ્યક્તિ પોતાની આંખો મસળીને નક્કી કરે છે કે, આ હકીકત છે કે સ્વપ્ન. તે કાર્ય પાછળ કારણ હોય છે વ્યક્તિના પુણ્ય અને પુરુષાર્થ. આના સિવાયના બીજા બધા નિમિત્ત કારણો જ છે. જિનશાસન મળવું તેમાં પુણ્ય કારણ અને સમ્યગ્દર્શન મળવામાં આત્મપુરુષાર્થ કારણ છે. છિન્ન - અચ્છે (.) (છેદવાને અશક્ય, અચ્છેદ્ય). આ જગતમાં કેટલાક પદાર્થોનું છેદન-ભેદન-ગ્રહણ-વિભાજનાદિ કરવું અશક્ય છે. ભગવતીસૂત્રના બીજા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં જણાવ્યું છે કે, સમય અર્થાતુ કાળનો અવિભાજ્ય અંશ, પ્રદેશ એટલે ધર્માસ્તિકાયાદિનો અવયવરહિત અંશ તથા પરમાણુ એટલે કે સ્કંધ રહિત છૂટ્ટો પુદ્ગલ. આ બધા પદાર્થો અભેદ્ય, અચ્છેદ્ય, અદાહ્ય, અગ્રાહ્ય, અમદૂધ્યા અને અનઈ છે. ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વમાં આ પદાર્થો ઠાંસી ઠાંસીને ભરેલા છે. માચ્છ (.). (ગોચરીના 42 દોષમાંનો ઉદ્દગમનો ૧૪મો દોષ) ભિક્ષા લેવા માટે નીકળેલા સાધુને આહાર ગ્રહણ કરતી વખતે દોષો લાગવાની સંભાવના છે. આવા કુલ 42 દોષો પિંડનિર્યુક્તિ ગ્રંથમાં બતાવેલા છે. આ 42 દોષોમાં 16 ઉદ્ગમ દોષો છે તેમાંનો એક પ્રકાર છે આચ્છેદ્ય દોષ. કોઈ સાધુ ઘરમાં ભિક્ષા લેવા પ્રવેશ્યા હોય અને ગૃહસ્થને ખબર પડે કે સાધુ આવ્યા છે તેમને વહોરાવવાની ભાવનાથી બાળક પાસે રહેલી ખાદ્ય વસ્તુ છીનવી લઇને સાધુને વહોરાવે તો સાધુને આચ્છેદ્ય દોષ લાગે છે. આવો આહાર સાધુને લેવો નિષિદ્ધ છે. अच्छिज्जंति - आच्छिद्यमाना (स्त्री.) (તબલા વીણાદિ વાદનના પ્રકારથી વાગતી) अच्छिणिमीलिय - अक्षिनिमीलित (न.) (આંખ મીંચવી તે) આયુષ્ય ક્ષણભંગુર છે. કયા સમયે સદાયને માટે આંખ મીંચાઈ જશે તેની કોઈને ખબર નથી. બાળપણ, યુવાની કે પારિવારિક જવાબદારીઓ બાબતે કંઈક વિચારવા માટે કે આયોજન માટે એક સમય પણ વધારાનો મળતો નથી. મિત્રો ! આપણે આખી જંદગી જે પણ મિલકત ઈજ્જત વગેરે કમાયેલું છે તે આપણા પરિવારને મૃત્યુ પછી આપોઆપ મળી જાય છે. પણ દુર્વચનો કે દુષ્કૃત્યો દ્વારા આપણે કોઈના હૃદયને દુભવ્યું હશે તો તેનું ફળ પરિવારને ભોગવવાનું નહીં આવે. એટલા માટે ખૂબ શાંતિથી વિચારજો અને કોઈને તમારા વચન પ્રવૃત્તિથી દુઃખ થાય તેવું કરતા નહીં. अच्छिणिमीलियमेत्त - अक्षिनिमीलितमात्र (न.) (આંખ મીંચીને ઉઘાડવામાં જેટલો સમય લાગે તે, આંખના પલકારા જેટલો કાળ) જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં જણાવ્યું છે કે, નારકીઓને પૂર્વભવોમાં બાંધેલા કર્મોના ફળ સ્વરૂપે નરકમાં દિવસ-રાત ચોવીસેય કલાક અત્યંત દુઃખ ભોગવવું પડે છે. તેઓને આંખ મીંચીને ઉઘાડવામાં જેટલો સમય લાગે તેટલો સમય પણ સુખ કે શાંતિ પ્રાપ્ત થતી નથી. ત્યાં તેમને માત્ર ને માત્ર દુઃખ-દર્દ સિવાય બીજું કાંઈ જ નથી મળતું. છ0 - છિન્ન (ત્રિ.) (અલગ ન કરેલું હોય તે 2. સ્કૂલના નહીં પામેલું, અવિચલિત 3. સતત) કોઈકને એવો પ્રશ્ન થાય કે, સાધુ થઈને પણ ધર્મ કરવાનો છે અને ગૃહસ્થ રહીને પણ ધર્મ કરવાનો છે, તો પછી મહાત્મા બનવાની આવશ્યકતા શું? આનો જવાબ આ પ્રમાણે છે- ગૃહસ્થ વ્યક્તિને સંસારની અનેક પ્રકારની સતત પળોજણ રહેલી હોય છે. તેને પરિવારનું પોષણ, અર્થોપાર્જન, વડીલોની સાર-સંભાળ ઇત્યાદિ સાંસારિક-વ્યાવહારિક જવાબદારીઓ વહન કરવાની હોય છે. આ બધું સાચવતાં તેને પોતાના આત્મહિત માટે થોડોક પણ સમય કાઢવો મુશ્કેલ બની જાય છે તથા ઘણી વખત જાણતા અજાણતા પાપોનું આચરણ પણ થતું જ રહેતું હોય છે. આ વાસ્તવિકતા છે. માટે ખરેખર જેમણે આત્મકલ્યાણ કરવાની અંતરથી ઉત્કટ ઈચ્છા છે તેઓ સાંસારિક સર્વ પદાર્થોનો ત્યાગ કરી સર્વવિરતિ પંથે ગમન કરે એ જ શ્રેયસ્કર છે. 148