________________ માછિન્ન (ત્રિ.). (બળાત્કારે ગ્રહણ કરેલું 2. સારી રીતે છેદેલું, કાપેલું 3. પ્રતિનિયત કાળની વિવક્ષાથી રહિત) અત્યારના જમાનામાં લોકોને સાચા કે ખોટા રસ્તેથી બસ રૂપિયા જ ખપે છે. સીધી રીતે મળે તો ઠીક નહિતર પડાવીને પણ પૈસાદાર બનવું છે. પરંતુ ભઈલા! શાંતિથી થોડુંક વિચાર, શું ધનવાન માત્ર સુખી છે? પૈસાના કારણે આપણને જે અત્યંત સુખી દેખાય છે, તેને પોતાના કે કૌટુંબિક જીવનનો આનંદ ખરેખર કેટલો છે? જરા નજીકથી તેમની જીંદગીની સત્યતાને તપાસશો તો સમજાશે કે આડા-અવળા માર્ગેથી કમાયેલા પૈસા તો છે પરંતુ, અણમોલ સ્વાચ્ય નથી. જીવનમાં કે પરિવારમાં શાંતિ નથી. સમાજમાં કિંમત નથીને લોકોનો ધિક્કાર લમણે ઝીંકાયેલો છે. માટે માત્ર પૈસાના જોરે સુખ મળી જ જશે, એ માન્યતા સદંતર ભૂલભરેલી છે. જો તેમ જ હોત તો જેની પાસે પૈસા વધારે તેમ તેનું સુખ વધુ હોત. अच्छिण्णच्छेदणय - अच्छिन्नच्छेदनय (पुं.) (પરસ્પર અવિભક્ત સુત્રનો છેદ-વિભાગ ઇચ્છનાર એક નય, નથવિશેષ) અછિન્નચ્છેદનય’ શબ્દ પરસ્પર અવિભક્ત સુત્રોનો વિભાગ કરનાર એક નવિશેષવાચી છે. જેમ કે દશવૈકાલિકની માંગલિક ગાથા “ધમ્મો મંગલમુક્કિä' અર્થની દૃષ્ટિએ બીજી ગાથા સાથે સંકલિત છે છતાં પાઠની અપેક્ષાએ આ નય તેને અલગ અલગ ગાથા માને છે. એ રીતે પરસ્પર અવિભક્તસૂત્રના વિભાગની અપેક્ષાવાળો નથવિશેષનો આ પ્રકાર કહેવાયો છે. अच्छिण्णच्छेदणइय - अच्छिन्नच्छेदनयिक (न.) (અચ્છિન્નચ્છેદ નયની અપેક્ષાએ રચેલા સૂત્ર 2. આજીવક મતના સૂત્રની પરિપાટી) મચ્છત્તિય - મચ્છત્તિનય (પુ.) દ્રવ્યને નિત્ય માનનાર પક્ષ, નિત્યતાવાદ) આદિશમાં જે ધર્મ-દર્શનો પ્રચલિત છે તેના સમૂહ રૂપ ષડ્રદર્શનમાં એક એવું પણ દર્શન છે કે, જે દ્રવ્યાદિકને માત્ર નિત્ય જ માને છે. જેને લોકો નિત્યતાવાદ કે અચ્છિત્તિનયવાદથી પણ ઓળખે છે. જૈન દર્શન સિવાયના દર્શનો એકાત્તે આગ્રહવાદી છે. છિદ - ૩છદ્ર (ત્રિ.) (પ્રમાદાદિથી અલનારહિત, છિદ્રરહિત, નિશ્ચિદ્ર, નિર્દોષ 2. ગોશાળાના છ દિશાચર સાધુઓમાં ચોથા દિશાચર સાધુ) સ્વ-પરની ઉન્નતિ અને કલ્યાણ માટે ભાવવામાં આવતી શુભભાવનાઓ પૈકીની આ પણ એક ભાવના છે કે જગતના સર્વ જીવો સ્વના વિકાસમાં, પોતાના કલ્યાણમાં પ્રમાદાદિ છિદ્રો-દોષોને કારણે તકલીફ અનુભવી રહ્યા છે, તેઓ દોષરહિત થાઓ અને કલ્યાણને પ્રાપ્ત કરો. છગાન - છિદ્રનાન (જ.) (છેદરહિત 2. કોઈક વસ્તુ આદિનો સમુદાય) જેમ નદી કે સમુદ્રને પાર કરવા, એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવા માટે નાવનો સહારો લેવાય છે પરંતુ, તે હોડીમાં જો છેદ-કાણું પડી જાય તો? હોડીમાં બેઠેલાઓની જળસમાધિ નિશ્ચિત થઈ જાય છે. તેમ ભવસાગર તરવા માટે સમ્યફ ચારિત્ર એ નાવ છે. તેનું પાલન કરનાર ભવસાગર ખૂબ સહેલાઈથી તરી જાય છે. પરંતુ આ ચારિત્રરૂપ નાવમાં પ્રમાદાદિ દોષો રૂપ જો કાણાં પડે તો આત્મા ભવસાગરમાં ડૂબી જતા વાર ન લાગે. अच्छिहजालपाणि - अच्छिद्रजालपाणि (पं.) (છિદ્રરહિત આંગળીઓવાળો હાથ, આંગળીઓમાં પરસ્પર છિદ્ર ન હોય તેવો હાથ) સીધી સપાટ હથેળીમાં આંગળીઓ ટટ્ટાર ભેગી રાખીને જોતા તેમાં વચ્ચે જો છેદ-જગ્યા દેખાય તો તે અનુક્રમે બાળપણ, યુવાની અને ઘડપણમાં દુઃખને સૂચવનારું લક્ષણ છે એમ સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યું છે. પરસ્પર જગ્યા વગરની, કોમળ અને યોગ્ય માપવાળી આંગળીઓ શુભ લક્ષણવાળી જણાવાઈ છે. છિપત્ત - છિદ્રપત્ર (ત્રિ.) (અખંડપત્રવાળું, જેના પાંદડા છિદ્ર વગરના હોય તે) 19