________________ જેમાં ચોખ્ખું પ્રતિબિંબ ચોખામાં પડે તેવા શ્વેત અખંડ અને દિવ્ય જાતિના લેવા. મછમ - મHT (ત્રી.) (શક્ર-દેવેન્દ્રની છઠ્ઠી અગ્રમહિષી) ભગવતીસૂત્રના દશમા શતકના પાંચમાં ઉદ્દેશની વક્તવ્યતામાં કહ્યું છે કે, શક્ર-દેવેન્દ્રની પદ્મા, શિવા વગેરે આઠ અગ્રમહિષીઓ છે. તેમાં અપ્સરા છઠ્ઠી છે. એ આઠેય ઇન્દ્રાણીઓને પોત-પોતાની સોળ-સોળ હજાર સેવા કરનારી દેવીઓ છે અને તે સેવક દેવીઓની પણ પ્રત્યેકની 16-16 હજાર સેવિકા દેવીઓનો ઉલ્લેખ કરેલો છે. अच्छराणिवाय - अप्सरोनिपात (पुं.) (ચપટી 2. આંખનો પલકારો મારીએ કે ચપટી વગાડીએ તેટલો કાળ, અત્યલ્પકાળ) જેમ આંખનો પલકારો મારીએ અને તેમાં જે સમય લાગે છે તે અત્યલ્પ હોય છે. તેમ સર્વકર્મોનો ઘાત કરીને સિદ્ધિગતિને પામતા પહેલા કેવલજ્ઞાની ભવ્યાત્મા આયુષ્ય કરતાં વધુ પ્રમાણમાં રહેલા વેદનીય, નામ અને ગોત્રકર્મને ખપાવવા કેવલિસમુદ્યાતની ક્રિયા કરે છે. આ કેવલિસમુદ્યાત આઠ સમય પ્રમાણવાળો એટલે કે ચપટી વગાડવામાં લાગતા સમય કરતાં પણ અત્યંત અલ્પકાલીન હોય છે. ૩૪છવ - છવિ (પુ.) (યોગનિરોધ વડે શરીર રહિત સ્નાતકનો એક ભેદ 2. ચૌદમાં ગુણસ્થાનકવર્તી સાધુ) ભગવતીસત્રના રૂપમા શતકના છઠ્ઠા ઉદેશામાં અચ્છવિ પ્રકારના સ્નાતક સાધના ચાર ભેદ વર્ણવ્યા છે. તે આ પ્રમાણે 1. અવ્યથક 2. યોગનિરોધથી શરીર રહિત અચ્છવિક 3. લપા એટલે સચ્છેદ-વ્યાપાર તેના અસ્તિત્વવાળો પી અને તેનાથી રહિત અક્ષરી અને 4. ચાર ઘાતકર્મના ક્ષય પછી તરત જ તેના ક્ષયના અભાવથી અક્ષપી. આમ ચાર અર્થે પ્રતિપાદિત છે. अच्छविकर - अक्षपिकर (पुं.) (પ્રશસ્ત વિનયનો એક પ્રકાર 2. સ્વ-પરને વ્યથા-દુઃખ ન પહોંચે તેવો મનનો વ્યાપાર) ભગવતીસૂત્રના ૨૫મા શતકમાં કહેવાયું છે કે, જે ભવ્યજીવ પોતાને કે બીજાને દુ:ખ ઉપજે તેવી પ્રવૃત્તિ નથી કરતો તે અપિકર છે. જ્યારે સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં કહ્યું છે કે વ્યથા વિશેષને નહીં કરનારો મનોવિનયનો આ એક ભેદ છે. अच्छविमलसलिलपुण्ण - अच्छविमलसलिलपूर्ण (त्रि.) (શુદ્ધ અને નિર્મલ જળથી પૂર્ણ, સ્ફટિક જેવા સ્વચ્છ નિર્મળ જળથી પરિપૂર્ણ) જેમ કૈલાસ માનસરોવર પંકરહિત અતીવ નિર્મલ પાણીથી સદાય ભરેલું રહે છે. તેનું પાણી સ્ફટિકની જેમ પારદર્શી અને સ્વચ્છ છે. તેમ સિદ્ધશિલાના અગ્રભાગે અતિવિશિષ્ટ આઠ ગુણોથી વિરાજમાન સિદ્ધ ભગવંતો પણ શુદ્ધ સ્ફટિકની જેમ કર્મમળ રહિત શુદ્ધાત્મગુણોવાળા છે. ૩છી - 37 (સ્ત્રી.). (વરુણદેશની એક નગરી) પ્રવચનસારોદ્ધાર અને સૂત્રકતાંગસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે સાડા પચ્ચીસ આદિશની ગણતરીમાં અચ્છા દેશનો ઉલ્લેખ છે. એ દેશની અનેક નગરીઓમાં વરુણા નામક એક નગરી છે. એમાં અન્યમતે વરુણ દેશની અચ્છાપુરીનો ઉલ્લેખ પણ કરેલો છે. *અપ્તા (ત્રિ.) (જળ આપનાર) જગતમાં એક જ રાજા છે અને તે સમસ્ત પ્રાણીઓને માટે પ્રાણાધાર સ્વરૂપ પાણીનું દાન કરે છે. તે છે મેઘરાજા. બીજા બધા રાજા શાના? અર્થાત, અન્ય રાજાઓ તો વાસ્તવમાં રાંકડા છે. જે પૂરી દુનિયાને દાન કરવામાં સમર્થ હોય તે જ ખરો રાજા કહેવાય ને? આપણા તીર્થંકર પરમાત્મા આ મેઘરાજાથી યે ચઢિયાતા છે. તેઓ તો ત્રણેલોકના સમસ્ત જીવોને અભયદાન આપનારા છે. મછાવUTI - માચ્છા ના (સ્ત્રી.) (આચ્છાદિત કરવું તે, ઢાંકવું તે) 146