________________
૫૪
ઉપદેશરહસ્ય ગાથા-૨૪
પ્રકારનું ચિંતન ન કરવું. એ જાતના ચિંતનથી નિવૃત્તિ એજ અતીત કાળનાં પાપની. અપેક્ષાએ સંગત છે, કારણ કે, ભૂતકાળનાં પાપનું વર્તમાન કાળમાં મનથી કરણ બીજી કઈ રીતે સર્વથા અસત્ એટલે કે અસંભવિત હોવાથી તેની નિવૃત્તિ જ અશક્ય છે. ભૂતકાળની અપેક્ષાએ મન દ્વારા પાપ કરવાથી નિવૃત્તિ એટલે કે “હે તે વખતે તેને મરાવી ન નાંખે તે બહુ સારુ ન કર્યું” આ જાતનુ ચિંતન ન કરવું. તે જ રીતે મન દ્વારા ભૂતકાલીન પાપની અનુમતિથી નિવૃત્ત થવું એટલે કે ભૂતકાળમાં કેઈકની હત્યાને યાદ કરી ખુશ ન થવું. ભૂતકાલીન પાપની વર્તમાનકાળમાં વચનથી કરણની નિવૃત્તિ, એટલે કે “હું કે અભાગીયે, કે હે તેને તે વખતે મારી ન નાંખે આ રીતનું વચન ઉચ્ચારવું નહિ. કાયાથી ભૂતકાલીન પાપના કરણથી નિવૃત્તિ એટલે ઉપરોક્ત વાકયના ભાવાર્થને સૂચવનાર કાયષ્ટ ન કરવી અથવા ભૂતકાળમાં કૃત કારિત કે અનુમોદિત પાપની મન, વચન અને કાયાથી વર્તમાનકાળમાં નિંદા કરવી. આ નિંદાથી ભૂતકાલીન પાપના અનુદનને નિષેધ થાય છે અને તે રીતે ભૂતકાલીન પાપથી નિવૃત્તિ થાય છે. જે આ રીતે નિંદા કરવામાં ન આવે તે વર્તમાનકાળે ભૂતકાલીન પાપની અનુમોદનાથી નિવૃત્તિ ન થવાથી એ પાપ વર્તમાનમાં કર્યું હોય એવુ જ થઈને ઊભું રહે છે.
વર્તમાનકાળની અપેક્ષાએ ભાવના સ્પષ્ટ છે, તે આ રીતે–વર્તમાનકાળમાં મન, વચન, અને કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરનારની અનમેદના (પ્રશંસા) કરવી નહિ. ભવિષ્યકાળની અપેક્ષાએ હિંસાથી નિવૃત્તિ એટલે હુ હિંસા કરીશ” એ જાતને મનથી વિચાર કરે નહિ; હું તેને મરાવીશ” એ જાતને વિચાર મનથી કરાવવા રૂપ છે તેનાથી નિવૃત્તિ એટલે તે જાતને વિચાર ન કરે; ભવિષ્યકાળમાં થનારી કેઈક હત્યાને વિચારીને હર્ષ કરે તે અનુમતિ રૂપ છે તેનાથી નિવૃત્તિ એટલે તે હર્ષ ન કરે. એ જ રીતે ભવિષ્ય કાળની અપેક્ષા એ વચન દ્વારા કતાદિ હિંસાથી નિવૃત્તિ એટલે “હ' ઘાત કરીશ” એવું બોલવું નહિ; “હું ઘાત કરાવીશ” એવું બોલવું નડિ, અને તેની હત્યાથી મને ઘણો આનંદ થશે એ રીતે વચનથી હર્ષ વ્યક્ત કરે નહિ. ભવિષ્યકાળની અપેક્ષાએ કાયાથી કતાદિ હિંસાની નિવૃત્તિ એટલે “હું ઘાત કરીશ એ અર્થ આંગળીના સંકેત વગેરેથી વ્યક્ત કરે નહિ; “હું ઘાત કરાવીશ એ અર્થ કાયાના સંકેત દ્વારા વ્યક્ત કરે નહિ અને તે મરી જાય તે સારું છે. જાતને હર્ષ કાયાના સંકેત દ્વારા વ્યક્ત કરે નહિ.
શંકા –કાયા દ્વારા હિંસાનું કરણ સંભવિત છે; પરંતુ કરાવવાપણું અને અનુમોદના સંભવિત નથી, તે જ રીતે વચન દ્વારા હિંસા કરાવવી સંભવિત છે, પરંતુ હિંસા કરવી, કે વચન દ્વારા હિંસાથી ખુશ થવું એ સંભવિત નથી, અને મન દ્વારા હિંસાના વિચારથી ખુશ થવું એ સંભવિત છે કિંતુ હિંસા કરવી અને કરાવવી એ સંભવિત નથી. શંકાનું તાત્પર્ય એ છે કે હિંસા કરવામાં કાયા પ્રધાન છે, હિંસા કરાવવામાં વચનને વ્યાપાર મુખ્ય છે અને હિંસાના વિચારથી ખુશ થવામાં મનને વ્યાપાર મુખ્ય છે.
સમાધાન –વતાની વિવક્ષા પ્રમાણેના પૂર્વોક્ત રીતે બતાવેલા વિકલ્પમાં કરાવવા આદિ ભેદને સમાવેશ કઈ પણ રીતે ઉવેખી શકાય તેમ નથી તેમજ વિશેષ પ્રકારના કર્મબંધમાં મન, વચન, અને કાયાના ભિન્ન ભિન્ન પ્રકારના પ્રયત્ન કારણભૂત છે તે શાસ્ત્રપ્રમાણથી સિદ્ધ છે. આશય એ છે કે કાયાથી કરાવવું કે અનુમોદવું વગેરે કદાચ સાક્ષાત્