________________
ઉપદેશ ૭–મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ
૫૧ ભવસ્વભાવથી જ દેવભવમાં ચારિત્ર મોહનીય કર્મની જેટલી સ્થિતિને હાસ કરે, લગભગ તેટલી જ સ્થિતિને ન બંધ પણ કરે છે. તેથી દેશવિરતિની પ્રાપ્તિમાં આવશ્યક બેથી નવ પલ્યોપમ સ્થિતિને હાસ સંભવ નથી. પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે –
શુશ્રષા, ધર્મરાગ અને યથાસમાધિ દેવ ગુરુની વિયાવચ્ચનો નિયમ આ ત્રણ સમ્યગૂ દર્શનનાં લિન છે. (જ્યારે) દેશવિરતિની પ્રાપ્તિમાં વિકલ્પ છે. ૨૩
અપુનબંધક આદિમાં ત્રીજા નંબરે દેશચારિત્રી છે તેનું સ્વરૂપ ત્રીજા ક્ષેકથી જણાવાય છેવિરત:].
पच्चक्वाणविहाणं जाणंतो थूलपावओ विरओ । आणासुद्धे जोगे वट्ट तो देसचारित्ती ॥२४॥
શ્લેકાર્થ – પચ્ચક્ખાણના વિધાનને જાણકાર હોય અને સ્થૂળ પાપથી વિરત હોય તથા આજ્ઞા શુદ્ધ યુગમાં વર્તતે હોય તે દેશચારિત્રી જાણ. ૨૪
प्रत्याख्यानविधानं भङ्गकदम्बकोपेतं प्रत्याख्यानप्रकारम् , जानन्नुपयुज्य परिच्छिन्दन् सन् , स्थूलपापतो नीरागस्त्रसजन्तूनां सङ्कल्पपूर्वकनिरपेक्षहिंसादिरूपात् विरतो-निवृत्तः । भङ्गकदम्बकं चात्रेत्थं भावनीयम् , स्थूलप्राणातिपातं प्रत्याचक्षाणः श्रमणोपासकस्तावदतीत प्रतिक्रामति= निन्दाद्वारेण ततो निवर्त्तत इत्यर्थः, प्रत्युत्पन्नं च संवृणोति न करोतीत्यर्थः अनागतं च प्रत्याख्याति-न करिष्यामीत्यादिप्रतिज्ञाविषयाकुरूत इत्यर्थः, तत्र प्रत्येकमेकोनपञ्चाशद्विकल्पाः, कृतकारितानुमतमध्ये विविधद्विविधैकविधप्रत्याख्येयेषु मनोवाक्कायकरणमध्यात् त्रिद्वयकसयोगेन प्रत्येकं विधा भिद्यमानेषु एकत्रित्रित्रिनवनवत्रिनवनवभङ्गानामुत्पत्तेः । तदाह
[દેશવિરતિની ઓળખાણ અને ભંગપ્રકા૨] તાત્પર્યાW - પચ્ચક્ખાણનું વિધાન એટલે દેશવિરતિ સ્વીકારના જેટલા ભંગ-પ્રકાર છે તેને યથાગ્ય સમજવા સાથે જે જીવ સ્થૂળ પાપથી એટલે કે “નિરપરાધી જીની સંકલ્પપૂર્વક નિષ્ફરપણે હિંસા વગેરે પાપોથી, પ્રતિજ્ઞા પૂર્વક નિવૃત્ત હોય તે દેશથી ચારિત્રી છે. દેશવિરતિના ભેદસમૂહોનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું–શૂળ પ્રાણુતિપાતનું પ્રત્યાખ્યાન કરનાર શ્રાવક ભૂતકાળમાં થઈ ગયેલી હિંસાની નિંદા કરવા દ્વારા તેનું પ્રતિક્રમણ કરે છે એટલે કે હિંસાથી પાછો ફરે છે. વર્તમાન કાળમાં પિતાથી સંભવિત હિંસાનું સંવરણ–નિવારણ કરે છે, અર્થાત્ વર્તમાનકાળમાં હિંસા ન થાય તેની સાવધાની રાખે છે. ભવિષ્યકાલીન પાપને નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રત્યેકમાં ઓગણપચાસ વિકલ્પ થાય છે. તે આ રીતેઉપરોક્ત રીતે પ્રાણાતિપાત કરે નહિ, કરાવે નહિ, કરવામાં અનુમતિ આપવી નહિ, આ ત્રણેયનું પચ્ચક્ખાણુ મન, વચન અને કાયા રૂપ ત્રણેય કરણથી કરવામાં આવે તો પ્રથમ ભાંગાની નિષ્પત્તિ થાય. મન અને વચનથી કરવું નહિ, કરાવવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ આ બીજા ભાંગાની નિષ્પત્તિ થઈ. મન-વચન જોડકાની જેમ વચન– કાયાના જોડકાથી અને મન-કાયાને જેડકાથી ત્રીજા અને ચોથા ભાંગાની નિષ્પત્તિ બીજા