________________
ઉપદેશઃ - અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેક્ષાંગ નથી
૪૩
ઉપરોક્ત ચારેય પ્રકારના જીવોને અપ્રધાન દ્રવ્ય આરાધનાનો સંભવ છે. ૧૮
द्रव्याज्ञाया लिङ्गान्याहદ્રવ્યથી આજ્ઞાપાલનના ચિહ્નો આ પ્રમાણે છે
* लिंगाई होति तीसे ण तदथ्थालोअणं न गुणरागो। नापत्तपुव्वहरिसो विहिभंगे णो भवभयं च ॥१९॥
લેકાર્થ : ૧, આજ્ઞાના અર્થની વિચારણાને અભાવ, ૨, ગુણાનુરાગને અભાવ, ૩, અપ્રાપ્તપૂર્વતાના હર્ષને અભાવ અને ૪, વિધિના ભંગમાં ભવ ભ્રમણના ભયને અભાવ. દ્રવ્યથી આજ્ઞાપાલનનાં આ ચાર ચિહ્નો છે! ૧૯
लिङ्गानि व्याप्यानि भवन्ति तस्या द्रव्याज्ञायाः, 'न तदर्थालोचनम् आज्ञाविधायकसामायिकादिसूत्रार्थपर्यालोचनाभावः, तथा, 'न-नैव, गुणरागः-सामायिकाद्युपदेशके भगवति सामायिकादिसूत्रो सामायिकाद्यर्थं च यथास्थितपरमहितोपदेशकत्वान्यसमयविलक्षणसुनिश्चितप्रामाण्यकत्वापवर्गकफलकत्वादिगुणबहुमानलक्षणः, तथा, 'न अप्राप्तपूर्वहर्ष–विस्मयान्नाऽपूर्वप्राप्तविलक्षणप्रमोदः, 'न खल्वनादिभवे पर्यटता मया कदापीदं दरिद्रेण महानिधानमिव पारभेश्वरमनुष्ठान प्राप्तम्, इदानीं च तदुपलम्भात् कृतार्थोऽस्मी'त्यादिप्रशंसाद्यभिव्यङ्गः, तथा, विधिभङ्गे प्रमादतो विधिपरित्यागे, न भवभयं च संसारत्रासश्चेति ॥१९॥
દ્વિવ્યાજ્ઞાપાલન જણાવતાં ચાર લિંગો] તાત્પર્યાર્થ-દ્રવ્યાજ્ઞાને જે વ્યાપક કહીએ તે ઉપરોક્ત ચાર તેના લિંગ એટલે કે વ્યાપ્ય છે. તેમાં પ્રથમ છે અર્થનું અનાચન, એટલે કે આજ્ઞા પ્રતિપાદક જે સામાયિક વગેરે સૂત્રો છે તેના અર્થ ઉપર વિચાર કરવાની તૈયારી જ ન હોવી. ગુણાનુરાગ એટલે (૧) સામાયિક આદિના ઉપદેશક ભગવાનમાં “વાસ્તવિક અને શ્રેષ્ઠ હિતના ઉપદેશક છે તે પ્રકારનું બહુમાન, (૨) સામાયિક આદિ સૂત્રમાં “અન્ય વૈદિક આગમ વગેરેથી વિલક્ષણતા એટલે કે, વૈદિક આગમમાં પ્રામાણ્ય અભાવ છે જ્યારે જૈન સૂત્રમાં પ્રતિનિશ્ચયવિષયભૂત પ્રામાય છે, એ પ્રકારનું બહુમાન અને (૩) સામાયિક આદિ સૂત્રના અર્થમાં “મેક્ષફળને આપનાર છે એ પ્રકારનું બહુમાન હોવું જોઈએ. પરંતુ અપ્રધાન દ્રવ્યઆરાધનામાં તેવા પ્રકારનું બહુમાન હોતું નથી. તથા “અનાદિ ભવપરંપરામાં ભટકી રહેલા દરિદ્ર એવા મારા જીવને મહાનિધાન તુલ્ય પરમેશ્વર ઉપદિષ્ટ અનુષ્ઠાન આરાધવાનું સદ્ભાગ્ય પૂર્વે ક્યારેય પ્રાપ્ત થયું નથી તે વર્તમાનમાં પ્રાપ્ત થવાથી ખરેખર હું કૃતાર્થ બન્ય” ! એ પ્રકારની પ્રશંસા આદિથી અભિવ્યંગ્ય આશ્ચર્ય-ગભિત અપ્રાપ્તપૂર્વતાને આનંદ હોવો જોઈએ તે હોતે. નથી. આળસથી વિધિનું પાલન ન થાય ત્યારે અથવા વિધિનું ઉલ્લંઘન થાય ત્યારે “અરેરે ! આનાથી તે મારા સંસાર ઘટવાને બદલે વધશે એ પ્રકારનો ત્રાસ કે ભય હવે જોઈએ પરંતુ અપ્રધાન દ્રવ્યાજ્ઞાના આરાધકમાં તે હોતો નથી. ૧લા
तदर्थानालोचनादिषु द्रव्याज्ञालिङ्गेष्वन्तर्वृत्त्यापि सोपपत्तिकं द्रव्यपदप्रवृत्तिमुपदर्शयन्नाह* तृतीयपंचाशकनवमोपदेशपद २५७ श्लोकाभ्यां सह अय श्लोकः समानार्थोऽनुसंधातव्यः ।