________________
૩૨૨
ઉપદેશરહસ્ય ગાથા-૧૮૮
તાત્પર્યાથ :- (૧૨) જે પુરુષે નિર્ગુણ હોય, દુરાચારી અને કદાગ્રહી હોય તેઓની પ્રશંસા કરીએ તે પણ દેષ લાગે અને નિંદા કરીએ તો તેઓ તરફથી ઉપદ્રવના ભેગ બનવું પડે, માટે ઉભય રીતે દોષ હેવાથી તેઓ પ્રત્યે મધ્યસ્થ=ઉદાસીન રહેવું તે જ ઉચિત છે.
(૧૩) તથા, કુશીલીયાઓને સંસર્ગ ન રાખવે, એટલે કે દુરાચારી લોકો સાથે બાલવા-ચાલવાનું રાખવું નહિ. કુશળ પ્રયત્નથી તેમના સહવાસને પણ ત્યાગ કરે, નહિ તે તેમનામાં રહેલા દેને ચેપ આપણને પણ લાગવાને સંભવ છે. કહ્યું છે કે –
આંબા અને લીમડાના મૂળીયા ભેગા થયા તે સંસર્ગને કારણે આંબે નષ્ટ થઈ કડવે લીમડે થયે (અર્થાત આંબાના અંગેઅંગ કડવા થઈ ગયા.)
(૧૪) સર્વ અનર્થોનું મૂળ પ્રમાદ છે. એટલે અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન વગેરે આઠેય પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવા કટિબદ્ધ થવું. કહ્યું છે કે –“જે પુરુષે સ્વર્ગપ્રયાણ કરે છે અને ત્યાંથી પતિત થાય છે તેનું મૂળ હોય તો અનાર્ય પ્રમાદ છે. આ અમારે નિશ્ચય છે.”૧૭
छिन्दिउमसुहविगप्प कोहाइकसायचायसुद्धीए । सहज आयसरूवं भावेअव्वं जहावसरं ॥१९८॥
શ્લેકાર્થ :- (૧૫) અશુભ વિકને છેદ કરીને કેધાદિ કષાયનો ત્યાગ કરી, શુદ્ધ બની, યથા અવસર સહજ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું. ૧૯૮
- [સહજ આત્મસ્વરૂપની ભાવના-૧૫ મે ઉપાય]
छिन्दित्वाऽशुभविकल्पं स्फटिकोपरागस्थानीयमशुद्धोपयोगपरिणामम, क्रोधादीनां कषायाणां त्यागेन या शुद्धिः स्वभावसमवस्थानलक्षणा तया हेतुभूतया, सहजमविकृतमात्मस्वरूप कूटस्थस्वस्वभावलक्षणम् भावयितव्यं ध्यातव्यम् , यथावसर =स्वस्थताकालौचित्येन, अपकृष्टाध्यात्मध्यानस्यैवोत्कृष्टाध्यात्मध्यानहेतुत्वाद्दलवृद्धेरेवोत्कर्षाङ्गत्वात् ॥१९८॥
તાત્પર્યાથ :- (૧૫) સહજ આત્મસ્વરૂપનું ધ્યાન એ પરમ કર્તવ્ય છે. એ માટે સ્ફટિકરનમાં જ પાકુસુમના ઉપરાગ તુલ્ય મહોદય જન્ય અશુભ ઉપગપરિણામ-અશુભ વિકલ્પને પરિહાર અનિવાર્ય છે. જેમ સ્ફટિકની શુદ્ધ અને નિર્મળપ્રભા અન્ય પદાર્થના સાન્નિધ્યથી મલિન થાય છે તેમ કર્મરૂપ અન્ય પદાર્થના સંસર્ગથી આત્માને શુદ્ધોપયોગ સ્વરૂપ પ્રકાશ પણ મલિન થાય છે. એ મલિનતા રૂપ અશુદ્ધ ઉપયોગ ટાળવા માટે અશુભ
ક૯પ-વિકલ્પથી બચતા રહેવું. ક્રોધ-માન-માયા-લેભાદિ કષા આત્મવિશુદ્ધિમાં મહાન અંતરાય જનક છે. માટે તેનો પણ ત્યાગ કરે જરૂરી છે. એના ત્યાગથી આત્મા પિતાના સ્વભાવમાં અવસ્થિત થઈ શકે છે. આ રીતે આત્માને શુદ્ધ કરી અર્થાત્ સ્વસ્વભાવમાં અવસ્થિત કરી, પિતાની સ્વસ્થતા અને ગ્યકાળ મુજબ પોતાના સહજ અધિકૃત શાશ્વત આત્મસ્વરૂપની ભાવનામાં તલ્લીન બનવું તે અધ્યાત્મ ધ્યાન છે. આરંભમાં આ અધ્યાત્મધ્યાન બાળક અવસ્થાની જેમ મંદકક્ષાનું હોય છે. પરંતુ એના જ સતત નિરંતર સબહુમાન અભ્યાસથી ચરમકક્ષાના અધ્યાત્મધ્યાનમાં આરહણ થાય છે, પ્રવેશ થાય છે. જેમ જેમ કારણીમૂત ભાવમાં ઉત્કર્ષ સધાતો જાય છે તેમ તેમ તેનું કાર્ય પણ વધારે ને વધારે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે. ૧૯૮