________________
ઉપદેશ-૪૦ તત્વજ્ઞસૂચિત પ્રવૃત્તિ જ આદરણીય
ત્યારે થાય કે જ્યારે ફળની ઉત્કટ ઇચ્છા ન હોય. પરંતુ જન્મ-જરા-મરણના ભયથી સંસાર પ્રત્યે વેરાગ્યભાવનો પ્રાદુર્ભાવ થતા મોક્ષની ઈચ્છા પણ તીવ્ર થાય છે અને તેથી જ અત્યંત દુષ્કર મેક્ષના ઉપાયભૂત અનુષ્ઠાને સેવવામાં પણ તે પાછો પડતો નથી. કહ્યું છે કે –
સંસારના (વાસ્તવિક) સ્વરૂપની ઓળખાણથી, તાત્વિક ભાવવૈરાગ્યથી અને મોક્ષના અનુરાગથી એ (દુષ્કર ધર્માનુષ્ઠાન) શક્ય છે, અન્યથા નહિ. ૧૮૧ इत्थमधिकारिणो धर्मस्य न दुष्करत्वमिदमुक्त, अनधिकारिणस्तु दुष्कर एवायमित्याह
અધિકારી માટે ધર્મ દુષ્કર નથી એ કહ્યું પણ અધિકારી માટે તો એ દુષ્કર જ છે. શ્લેક-૧૮૨માં તે કહે છે–
अपरिणए धम्ममी नाभन्यो संसयाइणा कुणइ । बद्धनिकाइअकम्मा तहा न एयं कुणइ जीवो ॥१८२॥
કાર્થ ? જેમ ધર્મ પરિણતિ ન હોવાથી સંશયાદિ કારણે અભવ્ય જીવ ધર્મ કરતે નથી. તેમ નિકાચિત કર્મને બંધક છે પણ તે ધર્મને આચરતા નથી. ૧૮રા
ધર્મ પ્રવૃત્તિમાં નિકાચિત મોહને પ્રતિબંધ ] अपरिणते सम्यग्ज्ञानाभावेन मोक्षोपायतयाऽनिष्टे धर्म, अभव्यो यथा संशयादिना न करोत्येनं धर्म, आदिना विपर्ययानध्यवसायग्रहः, तथा बद्धमनन्तरं निकाचित च=सकलकरणायोग्यत्वेन व्यवस्थापित कर्म चारित्रमोहाख्यं येनैतादृशः जीवः सत्यकिविद्याधरादिवत् परिणतजिनप्रवचनोऽपि नैत धर्म करोति, धर्मानुष्ठानहेतुभूताया उत्कटफलेच्छाया मिथ्यात्वमोहेनेव चारित्रमोहेनापि विघटनाऽविशेषात् ॥१८२॥
તાત્પર્યાથઃ ધર્મ એ મેક્ષને ઉપાય છે એવું સમ્યગુજ્ઞાન ન હોવાથી જેને ધર્મ અનિષ્ટ છે એવા અભવ્ય વગેરે છે જેમ ધર્મના વિષયમાં સંશય-વિપર્યય-અનધ્યવસાયથી ગ્રસ્ત થઈને ધર્મ કરતા નથી તેમ જેઓએ ચરિત્ર મોહનીય કર્મને બંધ કર્યા પછી કેઈપણ કરણથી (ઉપાયથી) જેમાં પરિવર્તન ન થઈ શકે તેવું દઢ નિકાચિત કર્મ કરનારા છે, દા.ત. સત્યકીવિદ્યાધર વગેરે જનસિદ્ધાન્તથી પરિણત એટલે કે સુમાહિતગાર હોવા છતાં તેઓ ધર્મનું આચરી શકતા નથી, મેક્ષફળની ઉત્કટ ઈચ્છા ધર્માનુષ્ઠાનમાં હેતુભૂત છે કિન્તુ જેમ મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયથી ઉત્કટ મેક્ષફલેચ્છા દબાઈ જાય છે એ જ રીતે ચારિત્રમોહનીય કર્મના ઉદયથી પણ તે દબાઈ જાય છે. એમાં કાંઈ ફેર નથી. ૧૮૨ાા
यद्येव बद्धनिकाचितकर्माण प्रति धर्मानुष्ठानमजनयत उपदेशस्य नैःफल्यम् , तदा जिनोपदेशस्य सर्वसाधारण्यानुपपत्तिरित्याशङ्कायामाह
શંકા -- જેઓએ નિકાચિત કર્મબંધ કર્યો છે તેઓને ગમે તેટલે ધર્મ–ઉપદેશ કરવામાં આવે તે પણ તેઓ ધર્મ આચરવા તૈયાર થતાં નથી. આ રીતે જ ઉપદેશ નિષ્ફળ જઈ જતું હોય તો પછી ભગવાનને ઉપદેશ જે સર્વ સાધારણું કહ્યો છે તે નહિ ઘટી શકે. આ શંકાના ઉત્તરમાં શ્લોક-૧૮૩માં જણાવ્યું છે કે
एवं जिणोवएसो विचित्तरूवोऽपमायसारो वि । उचितावेक्खाइ च्चिय जुज्जइ लोगाण सव्वेसि ॥१८३॥