________________
ઉપદેશ–૩૦ પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન
૨૯૫ પુરસ્કારેણ અમુક કાળ સુધી અભિન્નપણે એકરૂપે અને પદાર્થાદિ વિશેષધર્મ પુરસ્કારેણ ક્રમશઃ ભિન્નપણે અનેકરૂપે અનુભવાતું હોવાથી તેને પણ તે રીતે સ્વીકારે યુક્તિયુક્ત છે. પ્રત્યક્ષ સાથે વિરોધ ઊભે થાય એ રીતે કંઈપણ કલ્પના કરવી વ્યાજબી નથી. લક્ષણ તે માત્ર મુખ્યાર્થરૂપ એક પદાર્થની અનુપત્તિ હોય ત્યારે લદ્યાર્થરૂપ અન્ય પદાર્થના ભાનમાં જ ઉપયોગી છે. એનાથી વિશિષ્ટ પ્રકારના વિધેય કે નિષેધ્યનું જ્ઞાન પ્રાપ્ત થતુ નથી. કારણ કે વિધેય અને નિષેધ્યનો નિયતાકાર કઈ ભેદ નથી. ભાવભેદે વિધેય ક્યારેક નિષેધ્ય બની જાય છે તે નિષેધ્ય ક્યારેક વિધેય બની જાય છે. આ નિરૂપણ પૂર્વે શ્લેક૧૪૩માં વિસ્તારથી થઈ ચુક્યું છે એટલે આજ્ઞાવિશુદ્ધભાવથી વાક્યાન્તરના અર્થનું સમર્થન કરવા માટે-એટલે કે પ્રસ્તુત વાક્યનો અર્થ અને તેની સાથે કંઇક અંશે વિધી અન્ય વાક્યને અર્થ એ બન્નેને સંગત કરવા માટે અપેક્ષાભેદ ઉપદર્શક મહાવાક્ષાર્થની અપેક્ષા અવશ્યભાવી છે. એકમાત્ર મહાવાકષાર્થને જ ફલિતવાક્વાર્થરૂપે સ્વીકારીને બીજાને પરિત્યાગ કરવામાં પણ ઔચિત્ય નથી. કારણ કે ઉપગ માત્ર સામાન્ય વિશેષ ઉભયથી વણાયેલ હોવાથી અવયવ-અવયવીભાવે વ્યવસ્થિત છે. એટલે બેમાંથી એકનો પરિત્યાગ અને બીજાને સ્વીકાર અશક્ય છે. મતિજ્ઞાનમાં પણ પ્રત્યેક ઉપગ અવગ્રહ-ઈહાદિભેદથી સામાન્ય-વિશેષ ઉભયાત્મક સ્વીકારાયેલ છે. આ તો એક દિશાસૂચન માત્ર છે. જે અન્યત્ર પણ માર્ગદર્શન કરાવે છે. ૧૭૭ના
हेतुवाद-आगमवाद अत्र च यद्यपि अतीन्द्रियार्थे पूर्वमागमस्य प्रमाणान्तरानधिगतवस्तुप्रतिपादकत्वेनाऽहेतुवादत्वं, तथाप्यये तदुपजीव्यप्रमाणप्रवृत्तौ हेतुवादत्वेऽपि न व्यवस्थानुपपत्तिः, आद्यदशापेक्षयैव व्यवस्थाभिधानात् ।
[જે કે આગમેતર પ્રમાણથી અગોચર એવી વસ્તુનું પ્રતિપાદન સૌ પ્રથમ આગમ દ્વારા જ શક્ય હોવાથી અતીન્દ્રિય વતુ હતુવાદનું ક્ષેત્ર નથી, છતાં પણ ત્યાર બાદ આગમને અનુસરતા ઇતર પ્રમાણની પ્રત્તિ શકય હોવાથી અતીન્દ્રિય પદાર્થ હેતુવાદના ક્ષેત્રમાં આવી જાય છે, તે પણ હેતુવાદ અને આગમવાદની આ શાસ્ત્રીય વ્યવસ્થાને ભંગ થતું નથી કારણ કે પ્રાથમિક જ્ઞાનદશાને અવલંબીને જ તે વ્યવસ્થાનું પ્રતિપાદન છે.] rશાસ્ત્રવાર્તા સમુચ્ચય-ઉપા. યશોવિજયકૃત ટીકામાં સ્ત, ૨-૨૩]