________________
૨૯૦
ઉપદેશરહસ્ય ગાથા-૧૭૪
આ તાત્પર્યાથ:- હંમેશાં કેઈપણ વિશેષ ધર્મ સામાન્ય ધર્મનો વ્યાપ્ય જ હોય છે. દા.ત.પૃથ્વી પૃથ્વીને વિશેષ ધર્મ છે અને દ્રવ્યત્વ સામાન્યધર્મ છે, તે પૃથ્વીવ દ્રવ્યત્વને વ્યાપ્ય ધર્મ છે. એ જ રીતે અવગ્રહાદિ ચારભેદ મતિજ્ઞાનના હોવાથી ઈહાત્વ વગેરે વિશેષ ધર્મો મતિજ્ઞાનવના વ્યાખ્યધર્મ થયા. ઉપદશિત વાક્યાદિ ભેદે પણ ઈહાદિ સ્વરૂપ હોવાથી તે પણ મતિજ્ઞાનસ્વરૂપ જ હેવા જોઈએ. તે પછી તે વાક્યાર્થીદિજ્ઞાનને શાબેધસ્વરૂપ કેમ કહ્યા ? શાબ્દબેધ તે કૃતજ્ઞાનરૂપ છે ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે સિદ્ધાન્તનું જ્ઞાન જેઓનું પરિપકવ છે તેવા વૃદ્ધપુરુષનું કહેવું છે કે જે મતિજ્ઞાન શબ્દપ્રજ્ય છે-શબ્દ દ્વારા ઉદ્દભવે છે-તેને પણ સમાવેશ શ્રુતજ્ઞાનમાં જ છે. તેઓ આમાં યુક્તિ બતાવતા કહે છે કે માત્ર પદાર્થજ્ઞાન એ જ જે શ્રતજ્ઞાન સ્વરૂપ હોય તે ચૌદપૂર્વના વેત્તાઓને અક્ષરલાભ એકસરખે હોવાથી તેઓનું થતજ્ઞાન પણ એકસરખું હોવું જોઈએ. જ્યારે આગમમાં તે તેઓને અન્ય તફાવત દર્શાવવા માટે તેમને મતિજ્ઞાનના ભેદે જ ષટ્રસ્થાન પતિત કહ્યા છે. તાત્પર્ય એ છે કે કેઈ એક ચૌદપૂર્વવેત્તાનું જે શ્રુતજ્ઞાન છે તેનાં કરતા બીજા ચૌદપૂર્વવેત્તાનું શ્રુતજ્ઞાન અનંતભાગ અધિક, અસંખ્યભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક, અસંખ્યગુણ અધિક અને અનંતગુણ અધિક પણ હોઈ શકે છે. જો શબ્દ જન્ય મતિજ્ઞાનને શ્રુતજ્ઞાન અનત માનવામાં ન આવે તે આ ભેદે ઘટી શકે નહિ. કારણ કે શબ્દથી સૂત્રરૂપે ચૌદપૂર્વનું જ્ઞાન તે બધાને સરખું જ છે. બહદુક૯૫ભાષ્યમાં પણ કહ્યું છે કે (ગાથા-)
અક્ષરલાભથી સમાનતા હોવા છતાં પણ મતિભેદથી જૂનાધિકતા હોય છે અને તે મતિભેદ પણ કૃતજ્ઞાન-અન્તભૂત જાણવા
શંકા :- જે મતિજ્ઞાનના ભેદનો અન્તર્ભાવ શ્રતજ્ઞાનમાં કરવામાં આવે તે શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન વચ્ચે કેઈ નિશ્ચિત ભેદરેખા ન રહેવા સ્વરૂપ સંકર દોષ પ્રસક્ત થશે.
ઉત્તર :- એ નહિ થાય. કારણ કે જેટલા કાળ સુધી શ્રતને વ્યાપાર પ્રવર્તમાન હોય ત્યાં સુધી તે ઉપગ શ્રુતજ્ઞાન સ્વરૂપ જ હોઈ શકે છે. નહિ કે મતિજ્ઞાન સ્વરૂપ, મતિજ્ઞાનની સામગ્રી કરતાં પણ શ્રુતજ્ઞાનની શબ્દ અનુસંધાનાદિ સામગ્રી બળવાન છે અને તે વાક્યર્યાદિ જ્ઞાન પૂર્વે વિદ્યમાન હોવાથી ઈહાદિ સ્વરૂપ મતિજ્ઞાનાત્મક કાર્યને ઉત્પન્ન થવાને અવકાશ ન રહેવાથી, જેને ઈહાદિસ્વરૂપ હોવાને કારણે મતિજ્ઞાન સ્વરૂપ ઓળખાવવા પ્રયત્ન થઈ રહ્યો છે તેનું વાસ્તવિક સ્વરૂપ શ્રતજ્ઞાનાત્મક જ સંભવે છે. આ જ કારણે શ્રીવિશેષાવશ્યકભાષ્ય વગેરે શાસ્ત્રમાં શ્રતને અવલંબીને ઉદ્દભવતા મતિજ્ઞાનના કાળમાં પણ શ્રુતજ્ઞાનને અન્વય અર્થાત્ શ્રુતજ્ઞાનની ઉપસ્થિતિ હોવાનું પ્રતિપાદન કર્યું છે. ૧૭૩
इदमेव प्रतीत्योपपादयतिએ જ બાબતનું વધુ સ્પષ્ટીકરણ એક પ્રતીતિના દષ્ટાનથી શ્લેક ૧૭૪માં વ્યક્ત કરે છે
एतो च्चिय उववज्जइ सदा जाणामि एअमट्ठति ।। ‘णियसरिसं सुअनाणं काउं इय होइ उवएसो ॥१७४॥
શ્લેકાર્થ - “એ જ કારણે શબ્દથી આ અર્થ જાણું છું” એવી પ્રતીતિની ઉપપત્તિ થાય છે. આ રીતે પોતાના જેવું જ (વક્તાના જેવું જ પરિપૂર્ણ) શ્રતજ્ઞાન કરવાનો ઉપદેશ છે. ૧૭૪