________________
૨૭૬
ઉપદેશરહસ્ય ગાથા-૧૫
ઉપર દર્શાવ્યા મુજબના ચાર પ્રકારમાં બીજાઓની પણ સંમતિને શ્લોક ૧૫૬ માં પ્રગટ કરી છે–
अण्णे हि वि पडिवन्नं एअं सत्तग्गहाऊ णट्ठस्स । भट्ठस्स य मग्गाओ मग्गन्नाणस्स णाएणं ॥१५६॥
શ્લેકાર્થ - બીજાઓએ શત્રુના ઘરમાંથી ભાગી છૂટેલા, માર્ગથી ભ્રષ્ટ થયેલાના માર્ગવિષયક જ્ઞાનના ઉદાહરણથી અર્થની ચતુર્વિધતાને સ્વીકાર કર્યો છે. ૧૫દા
___ अन्यैरपि एतत्पूर्वोक्तम् प्रतिपन्नमंगीकृतम् , कथमित्याहशत्रुग्रहान्नष्टस्य पाटिलपुत्रादौ प्रस्थितवतः पुरुषस्य काश्चिद्विषमां भुवं प्राप्तस्य शत्रावुपस्थिते 'अहिप्यत्ययमि'ति भयात् पलायितस्य, ततो मार्गाद् भ्रष्टस्य मार्गज्ञानस्य मार्गावबोधस्य ज्ञातेन=दृष्टान्तेन, तस्य हि मार्गजिज्ञा-- सार्थ दूरे पुरुषमात्रमज्ञातविशेषं दृष्ट्वा सहसा तत्समीपगमनं न संभवति कदाचिच्छत्रुरपि भवेदयमिति संदेहात्, नापि तस्य परिव्राजकादिवेषधारिणोऽपि समीपे पथपृच्छार्थ गमनं युक्त शत्रोरपि पथिकविश्वासनार्थ तथाविधवेषप्रतिपत्तेः संभाव्यमानत्वात् । बालवृद्धादिभ्यः सत्यवादितयाऽनुमतेभ्यः पृच्छायोग्यं तु पुरुषं ज्ञात्वाऽनुकूले मनःपवनशकुनादिना निरुपद्रवमार्गपरिज्ञानार्थ तत्समीपगमनं युज्यते, एवं ह्यत्र पुरुषमात्रदर्शनतुल्यः पदार्थः, शत्रुवेषभेददर्शनतुल्यो वाक्यार्थः, बालादिभ्यः प्रामाणिकपुरुषावगमनतुल्यो महावाक्यार्थः, ऐदम्पर्यार्थस्तु 'शुद्धोऽधिकारी प्रष्टव्य' इति द्रष्टव्यम् ॥१५६॥
[ભાગી છૂટેલા પુરુષ દ્વારા માર્ગાષણનું ઉદાહરણ ] તાત્પર્યાથ - અન્ય વિચારકે અર્થની ચતુર્વિધતા દર્શાવવા માટે એક ઉદાહરણ રજુ કરે છે–તેમાં એક પુરુષ છે જે દુશ્મનના ઘરમાંથી ભાગી છૂટો છે, પાટલીપુત્રાદિ નગર તરફ જઈ રહ્યો છે પણ કઈક માર્ગની વિષમતાના કારણે વિકટ પરિસ્થિતિમાં મુકાયેલે છે, “ત્યાં જે શત્રુ આવી ચડ્યો તે પકડીને લઈ જશે એવા ભયથી પલાયન થઈ રહ્યો છે. પરંતુ માર્ગ ચૂકી ગયા છે, આ પુરુષ પુનઃ સરળમાર્ગનું જ્ઞાન કરવા માટે જે પદ્ધતિ અપનાવે છે તે પદ્ધતિથી પદાર્થોદિને ભેદ સ્પષ્ટ થઈ જાય છે. તે આ પ્રમાણે-જે માર્ગે ચાલીને ગામ કે નગરમાં જવું છે તે માર્ગ જાણવાની આતુરતા ઘણું છે. એવા અવસરે દૂર દૂર કઈ અજાણ્યા પુરુષ દેખાતો હોય તે પણ તેને માર્ગ પૂછવા માટે ઝટ દઈને પગ ઉપડતા નથી કારણ કે તેના મનમાં સંદેહ છે કે કદાચ દેખાતો માણસ શત્રુ હોય તે ! દૂર દૂર કઈ સંન્યાસી વેષધારી દેખાય તે એની પાસે પણ માર્ગ પૂછવા માટે એકદમ દોડી જવું તેને યોગ્ય લાગતું નથી. સંભવ છે કે વિશ્વાસમાં લઈને મુસાફરોને ઠગવા માટે દુમનમાંથી જ કેઈએ સંન્યાસીને લેબાશ ધારણ કર્યો હોય. ત્યારે તે અવસ્થામાં ત્યાં સત્યવાદીપણે વિખ્યાત થયેલા હોય તેવા બાળ-યુવાન કે વૃદ્ધ પુરુષ નજરે ચડી આવે તેમાંથી જિજ્ઞાસિત માર્ગની સ્કુટ માહિતી ધરાવનાર અને સલાહ લેવા ગ્ય કોઈ એક પુરુષ વિશેષને પસંદ કરી ત્યાર પછી અનુકૂળતાએ મનમાં પુરે ઉત્સાહ હોય ત્યારે,