________________
ઉપદેશ-૩૬ વિરુદ્ધ આચરણ તે આજ્ઞા નથી
૨૬૯ એ સાંભળીને રાજાએ લોકોનું અહિત ન થાય તે માટે ચેતવણુરૂપે નગરમાં ઢેલ પીટાવીને લોકોને જણાવ્યું કે તમે થાય તેટલા પાણીનો સંગ્રહ કરે. બધા લોકોએ પિતપતાની સામગ્રી અનુસાર પાણીનો સંગ્રહ કરી લીધો, બરાબર એક માસ પછી પેલા
જ્યોતિષીએ કહ્યા મુજબ કુવૃષ્ટિ થઈ. બીજી બાજુ જાણે કે લોકોનું પુણ્ય ફુટી ગયું હોય તેમ સંગ્રહેલું પાણી પણ ખૂટવા લાગ્યું. બુદ્ધિ બગડી હોય ત્યારે માણસ જેમ અવળું વેતરણ કરે તેમ તે નગરના લોકોએ પણ તળાવ વગેરેમાં ભરાયેલું કુવૃષ્ટિ જળ પીવાનું શરૂ કર્યું. એટલે તેઓને સભાનપણુવાળાને અતિશય ખેદ કરાવે તેવો ઉન્માદ થવા માંડ્યો. ધીમે ધીમે સામન્ત વગેરે અધિકારી લોકોએ સંગ્રહેલું પાણી પણ ખૂટવા લાગ્યું અને તેઓએ પણ નગરજનોન અનકરણ કરીને કવૃષ્ટિ-જળ પીવા માંડયું. બધાય ગાંડા બન્યા. રાજા અને મંત્રી બે ડાહ્યા રહ્યા. એટલે એક નવી આપત્તિ ઊભી થઈ. ગાંડાઓએ જોયું કે આપણે જેવું કરીએ છીએ તેવું વર્તન રાજા તો કરતો નથી. તેઓએ વિચાર કર્યો કે એક બાજુ આપણે છીએ એટલે રાજા બધા મોજશેખ કરી શકે છે. પણ બીજી બાજુ આપણે કહીએ કે બતાવીએ તેમ તે કશું કરતો જ નથી. અને કોને ખબર કેટલો લાંબે કાળ આવી રીતે રાજગાદી પર ચાંટી રહેશે માટે એને પકડીને બાંધીએ. હવે તેઓને આવે વિચાર કરતા જેઈને મંત્રીને ખબર પડી જવાથી તેણે વિચાર્યું કે રાજાનું રાજ અને પ્રાણ બને જોખમમાં છે. આ આપત્તિમાંથી ઉગરવું હોય તો બે ગાંડાઓ જેમ કરે તેમ કરવું એ જ છેવટનો ઉપાય છે. આ રીતે રાજા સાથે મસલત કરીને રાજા અને મંત્રીએ પણ. બનાવટી પાગલપણાની ચેષ્ટાઓ દેખાડવા માંડી. નગરના લોકો અને સામ તે વગેરે. હરખથી ગેલમાં આવી ગયા. રાજાએ તે જુનું સંગ્રહેલું પાણી પીતા પીતા અને બનાવટી પાગલપણું દેખાડતા દેખાડતા આપત્તિનો કાળ પસાર કર્યો. ફરી પાછો સારો વરસાદ થયે અને લોકોના પાગલપણને અંત આવ્યો. બધાં જ ડાહ્યા બની ગયા અને સર્વત્ર આનંદ વ્યાપી ગયે. - દષ્ટાંતને ઉપનય આ પ્રમાણે છે. રાજાના સ્થાને આપણો આત્મા છે. શાસ્ત્રને અનુસરતી સદ્દબુદ્ધિ મંત્રીના સ્થાને છે. શાસ્ત્રને જ અનુસરવાના વલણવાળા આત્માએ કદા ગ્રહરૂપી ઉન્માદક પાણીનો ત્યાગ કરીને આત્મરક્ષા માટે સાવધાન રહેવું અને શુભ અવસરની રાહ જોતાં જોતાં કરવી પડે તો તે અસંવિગ્ન લોકેની અનુવર્તન પણ કરવી. શ્રી ઉપદેશપદ શાસ (શ્લેક ૮૫૦)માં પણ કહ્યું છે કે-“ઘણું કદાગ્રહી લે કૅમાં રહ્યાં હોઈએ ત્યારે તેઓના કદાગ્રહને ભેગ ન બનતાં તેઓની અનુવર્તન કરવા દ્વારા ધર્મરાજ્યમાં ટકી રહેવું. સવૃષ્ટિ તુલ્ય શુભકાળ આવે ત્યાં સુધી એ રીતે વર્તવું.” ૧૪૮
___नन्वात्मरक्षणार्थमसंविमानुवर्त्तनायामसयताविशेषप्रसङ्गस्तेऽपि ह्यात्मानं रक्षितुमन्यमनुवर्तन्त एवेत्याशङ्कायामाह
શંકા –જે આત્મરક્ષણ માટે પણ અસંવિગ્ન લોકોનું અનુવર્તન કરવામાં આવે તે અસંયત અને સંયત સાધુઓમાં કઈ તફાવત રહેતું નથી. કારણ કે અસંય પણ પિતાની જાતને બચાવવા માટે બીજાઓનું અનુવર્તન કરતા જ હોય છે. ઉત્તર :
सा आयरक्खणठं तं आणाजोगओ ण इयरावि । सो अ गुरुनिओगेणं भणंति तल्लक्षणं इणमो ॥१४९॥