________________
ઉપદેશ ૩૫-ઉત્સર્ગ–અપવાદની તુલ્યતા અને ઔચિત્ય
૨૬૧
ઉદ્દેશીને નિષેધ કે વિધાન કરવું અશક્ય છે. અશક્ય એટલા માટે છે કે તેમાં ભાવ અનુગત હોય છે. આશય એ છે કે શુદ્ધ ભાવ એ પ્રત્યેક બાહ્યક્રિયાવિશેષને પ્રાણ છે. નિષ્ણાણુ બાહ્યક્રિયાથી પ્રયોજનસિદ્ધિ થતી નથી. શુદ્ધભાવની વિદ્યમાનતામાં પ્રાણવિયેગ થવા છતાં પણ ત્યાં હિંસા હેતી નથી જ્યારે ભાવશુદ્ધ નહિ પણ અશુદ્ધ હોય તો બાહ્ય પ્રાણવિયેગ ન હોવા છતાં પણ હિંસાથી અટકવાનું થતું નથી. નિષ્કર્ષ એ છે કે શુદ્ધભાવ એ જ મેક્ષનું બીજ છે. એ શુદ્ધભાવનો આવિર્ભાવ કરવા માટે તથા તેને સ્થિર અને દઢ બનાવવા માટે બાહ્ય ક્રિયા ઉપયોગી છે એટલે કઈ બાઘકિયા ક્યા વ્યક્તિ માટે ભાવેત્પાદક થશે કે નહિ એ શિંગડું પકડીને ગાયને બતાવવામાં આવે તે રીતે અંગુલીનિર્દેશ કરીને બતાવવું અશક્ય છે. માટે જ આદરણીય મુનિભગવંતોએ જયણું દર્શાવી છે અને જયણું જ શુભભાવરૂપ પરિણામને જાગ્રત કરનારી છે. આ પ્રકારની જયણાને પરમતમાં સંભવ હેવાનું શૃંગગ્રાહિકાવત્ નિર્દેશ કરીને કહી શકાય તેમ નથી. કારણ કે જે ત્યાં જયણાની વિદ્યમાનતા હોય તે ત્યાં જે ઘણું બધી હિંસાદિ પ્રવૃત્તિઓના દર્શન થાય છે તે ન થાય.
જૈિનેતરની સ્વશાશ્રદ્ધા અસહરૂ૫] શંકા :- જૈનેતર શાસ્ત્રમાં જે રીતે જે યજ્ઞાદિ પ્રવૃત્તિ આચરવાનું વિધાન કર્યું છે તે રીતે જ તેનું આચરણ કરાતું હોવાથી શાસ્ત્રમાં તેઓની અતૂટ શ્રદ્ધા વ્યક્ત થાય છે. અને આ શાસ્ત્રશ્રદ્ધા એ જ ત્યાં ભાવ સ્વરૂપ છે એમ તેઓ માને છે. .
સમાધાન :- માનતા હોય તે ભલે માને પણ એ શાસ્ત્રશ્રદ્ધારૂપ ભાવ સાચો ભાવ નથી પણ ખોટો આગ્રહ છે. સાચે ભાવ તે ચોગાભ્યાસના અનુભવથી પ્રાપ્ત થતો હોય છે, ગુણ–દેષના ગૌરવ-લાઘવને પરામર્શ એ શુદ્ધ ભાવને પ્રાણ હોય છે અને જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયથી ઓતપ્રોત હોય છે. ઉપરોક્ત જૈનેતર શાસ્ત્રશ્રદ્ધારૂપ ભાવ આવા પ્રકારનો હેતો નથી એટલે ભવાભિનંદી જીવે જ તેને આશરે લેતા હોય છે.
[યજ્ઞાદિ કામ્યકર્મમાં ભાવશુદ્ધિને અસંભવ]. જૈનેતરની સ્વશાસ્ત્રશ્રદ્ધા પણ અસગ્રહરૂપ છે, એ કથનથી-સંસાર સુખની કામનાથી થતાં યજ્ઞાદિ કામ્યકમમાં પણ શાસ્ત્રવિહિત આચરણની તલ્લીનતા વિદ્યમાન હોવાથી માનસિક શુદ્ધભાવના અસ્તિત્વમાં કઈ ખામી નથી.” આવા (વૈદિકના) કથનની પણ યુક્તિહીનતા સિદ્ધ થાય છે. સાંખ્ય વગેરેએ પણ તેની નિન્દા કરતા કહ્યું છે કે-વિહિતાચરણમાં તલ્લીનતાપૂર્વક ગાયત્રી મન્ચના જાપ વગેરેથી પણ માનસિક શુદ્ધભાવ સંભવિત હેવાથી હિંસાથી ચકર્માદિ અનુષ્ઠાન નિંદ્ય કર્મ છે. વળી વિહિતકર્મમગ્નતાથી માનસિક શદ્ધ ભાવ અગ્નિમ યજ્ઞમાં પણ અખંડિત રહેતો હોય તો પછી શ્યનયાગમાં પણ પ્રવૃત્તિ કરવામાં કઈ અનિષ્ટની સંભાવના નહિ રહે. કારણ કે નયાગ પણ વેદશાસ્ત્રવિહિત છે અને શત્રના ઘાત માટે કરવાનો હોય છે. શાસ્ત્રવિહિત હોવા છતાં પણ તેમાં થતી ચેનપણીની હિંસાથી શાસ્ત્રએ જ ત્યાં દુર્ગતિપતનરૂપ અનિષ્ટ થવાનું કહ્યું છે અને તેથી જ તેને અંગે પ્રાયશ્ચિતને નિર્દેશ કર્યો છે. દુર્ગતિપાતના ભયે લોકે તેમાં પ્રવૃત્તિ કરતા નથી. પણ જો વિહિતાચરણમમ્રતા વિદ્યમાન હોવાથી મનને શુદ્ધ ભાવ અક્ષત રહે તે હેય તો ચેનચાગથી પણ અનિષ્ટ સર્જનની આપત્તિ ન હોવાથી તેમાં પણ પ્રવર્તવાને લોકોને ઉત્સાહ થશે. જે અહિં એમ