________________
૨૦૦
ઉપદેશરહસ્ય ગાથા-૧૦૫
આ સૂત્રમાં તાદાસ્યભાવે મુનિભાવ અને સમ્યક્ત્વના પરસ્પર વ્યાખ્ય-વ્યાપક ભાવનું દર્શન ઉપદેશ્ય છે. તેમાં ગર્ભિત આશય એ છે કે “શ્રમણ તેનાથી સમ્યકત્વ અને મુનિભાવ ઉભયમાં એકસરખી આરાધ્યબુદ્ધિથી પ્રવૃત્ત થાય. કારણ કે સૂત્રમાં પહેલેકકાંક્ષી શ્રમણને દર્શન અને ચારિત્ર ઉભય પક્ષગ્રાહી કહ્યો છે. સમ્યક્ત્વ અને મૌન ઉભયથી તુલ્યતા ત્યારે ઘટે કે જ્યારે “સમ્યક્ત્વ એટલે સ્યાદ્વાદને સ્વીકાર કરવાની રુચિ-ભાવના. અને મૌન એટલે સિદ્ધાપરિકમિત બુદ્ધિ જન્ય તીવ્ર અચિના વિષયભૂત આત્મામાં જ રમણતા.” આવી વ્યાખ્યા સમ્યક્ત્વ અને મૌનની કરવામાં આવે. અને તો જ તવરુચિ અને પરભાવરમણુતાનિવૃત્તિ આ બેમાં એકસરખે આદરભાવ પ્રગટ થાય. અન્યથા ન તે કોઈ પ્રશ્ન સિદ્ધ થાય કે ન તે વ્યભિચાર દોષને ઉદ્ધાર થાય. તત્ત્વરુચિ સ્વરૂપ સમ્યકત્વ અને પાવ રમણતાનિવૃત્તિ સ્વરૂપ મૌન આ બેમાં પરસ્પર વ્યાખ્ય-વ્યાપકભાવની છે ઉપરક્ત વ્યાખ્યા પ્રમાણે સંગતિ કરવામાં ન આવે તે બન્નેમાં એકસરખો-આદરભાવ જગાડવારૂપ સૂત્રકારનું પ્રયોજન સિદ્ધ થાય નહિ. વળી મૌન અને સમ્યકતવની ઉપરોક્ત પ્રકારે વ્યાપ કરવાથી “સામાન્યરીતે ચારિત્રના અભાવમાં પણ ચોથા ગુણસ્થાનકે સમ્યકત્વ શાસ્ત્રસિદ્ધ હેવાથી પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવ ન રહેવાથી ઊભા થતા વ્યભિચાર દષની શંકાને પણ અવકાશ રહેતો નથી. ૧૦૪ एतदज्ञानवतां चापतन्त्राणामुपदेशो विडंबनैवेत्याह
[સ્વાદુવાદ જાણ્યા વિના ઉપદેશ એક આત્મવિડંબના ] જેઓને સ્યાદવાદને રહસ્યનું ભાન નથી અને ગુરુના તંત્રથી બાહ્યા છે તેઓ ઉપદેશ કરવા બેસી જાય છે તે માત્ર આત્મવિડંબના રૂપ જ છે. કલેક ૧૦૫માં તે આ રીતે દર્શાવ્યું છે
एयमिह अयाणता उवएसरया भमंतऽगीयत्था । नडनट्ट व जणावि य तेसिं चरियं च पिच्छंति ॥१०५॥
શ્લોકાઈ – જે અગીતાર્થ સાધુઓ સ્યાદવાદ જાણ્યા વિના ઉપદેશ કરે છે, લે કે પણ તેઓનાં નટચેષ્ટા જેવાં ચરિત્રને જોયા કરે છે. ૧૦પા
एतं-विभज्यवादं इह-जगति अजानन्तो गुरुपारतन्त्र्याभावेना परिच्छिन्दन्तः उपदेशरता अगीतार्था भ्रमन्ति=इतस्ततः पर्यटन्ति योग्यतयाऽनागतभवजाले वा संसरन्ति, न तूपदेशात्तेषां कश्चिल्लाभलेशोऽपि, जना अपि नटनाट्यमिव तेषां चरितं प्रेक्षन्ते कुतूहलेनैव, न तु प्रेक्षापूर्वकारिणोऽन्यथा तत्प्रेक्षणप्रवृत्त्यनुपपत्तेरिति भावः ।।१०५॥
તાત્પર્યાથી :- ગુરૂ પરતન્ત્રતા ન હોવાના કારણે સ્ત્રના અધ્યયનની તક ગુમાવીને સ્યાદવાદનું જ્ઞાન જેએ મેળવતા નથી અને તે પણ અગીતાર્થ અવસ્થામાં ઉપદેશ કરતા
જ્યાં ત્યાં પર્યટન કર્યે રાખે છે, અથવા ભાવિ સંસારપરિભ્રમણુજાળમાં સપડાવાની યોગ્યતા રૂપ કઠોર સજાના ભોગ બને છે તેઓ બીજાને ઉપદેશ દેવાથી કેઈ લાભ પ્રાપ્ત કરી શક્તા નથી. વળી મજા તે જુઓ !! લેકે પણ ભવૈયાના ખેલની જેમ તેમનું ચરિત મનોરંજન વૃત્તિથી-કૂતુહલથી જોયા કરે છે. જ્યારે બુદ્ધિપૂર્વક જ કામ કરવા ટેવાયેલા બુદ્ધિશાળીઓ તેમની સામે પણ લેતા નથી. કારણ કે તેઓને એવું કુતુહલ હેતું નથી અને કુતૂહલ ન હોય તે જોવાની પ્રવૃત્તિ થાય જ નહિ. ૧૦પા