________________
૧૮૮
ઉપદેશરહસ્ય ગાથા-૧૦૦
પ્રતિપાદન કરવું અને ક્યા શ્રોતા આગળ એક નયથી વિવેચન કરવું તે અંગે વિવેક ન હોય તે સમ્યકત્વ પણ વિદ્યમાન છે તેમ કહી શકાય નહિ. આ બાબતનું નિરૂપણ શ્લોક૧૦૦માં દર્શાવ્યું છે–
सदसदविसेसणाओ विभज्जवायं विणा ण सम्मत्तं । जं पुण आणारुइणो तं निउणा विति दन्वेण ॥१०॥ .
શ્લોકાથ-વિભજ્યવાદ વિના સદ્દ અને અસો ભેદ કરે શક્ય ન હોવાથી સમ્યકૃત્વ પણ ન રહે. આજ્ઞા રુચિ જીવને જે સમ્યકત્વ હોય છે તે દ્રવ્યથી હોવાનું વિદ્વાને કહે છે. ૧૦૦
सदसदविशेषणात्-स्वपक्षपरपक्षयोविधिनिषेधयोः कर्तमशक्यत्वात् , विभज्यवादं विनास्याद्वादपरिज्ञानं विना नास्ति सम्यक्त्वं, तथाभूतार्थज्ञानरुचिरूपत्वात्तस्याऽतथाभूतार्थज्ञानस्य च तत्त्वतोऽवग्रहादिरूपतयाऽनेकान्तविषयस्यापि तदावरणदोषेणाऽनेकान्तविषयकत्वेनानुल्लिखितस्य तथारोचयितुमशक्यत्वात् । नन्वेवं तथाविधाऽगीतार्थस्य संक्षेपरुचिसम्यक्त्वमुच्छियेतेत्यत आह-यत्पुनराज्ञारुचेः प्रियगीतार्थाज्ञस्य मार्गानुसारिणः सम्यक्त्वं तन्निपुणाः सिद्धसेनदिवाकरप्रभृतयः द्रव्येण ब्रुवते, स्याद्वादप्रतिपत्तियोग्यतायास्तज्जन्यनिर्जराजनककर्मक्षयोपशमरूपायास्तेष्वखंडितत्वात् , विपश्चित चेदं स्याद्वादकल्पलतायामिति नेह प्रतन्यते ॥१०॥
તાત્પર્યાથ-સ્યાદ્વાદના સમ્યક્ પરિજ્ઞાન વિના સ્વસિદ્ધાન્તનું વિધિરૂપે યથાર્થ પ્રતિપાદન અને પરસિદ્ધાન્તનું નિષેધરૂપે યથાર્થ નિરૂપણ કરી શકાય તેમ ન હોવાથી સમ્યક્ત્વ ટકી શકે નહિ કારણ કે તે સ્યાદ્વાદ મુદ્રા-અંકિતસ્વરૂપે પદાર્થોના યથાર્થજ્ઞાનની રુચિ સ્વરૂપ હોય છે. જે જ્ઞાન સ્યાદ્વાદ મુદ્રા-અંકિતસ્વરૂપે પદાર્થોને સ્પર્શતુ નથી એવું અતથાભૂત અર્થજ્ઞાન પણ પરમાર્થથી જોઈએ તો અવગ્રહ-ઈહા વગેરે (મતિજ્ઞાનના ભેદ) રૂપ હોવાથી આખરે વિષય તે અનેકાનને જ છે. છતાંપણ તથા પ્રકારના જ્ઞાનાવરણ કર્મ અને સમ્યગદર્શન આવારક મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયરૂપ દેષથી તે અતથાભૂત અર્થજ્ઞાન સ્યાદ્વાદના વિષયરૂપે અનુભવાતું ન હોવાથી સ્યાદ્વાદના વિષયરૂપે તેમાં રુચિ થવાને કેઈ અવકાશ નથી.
શંકા –જે ઉપરોક્ત હકીકત શકય હોય તો એનો અર્થ તે એ થયો કે સ્યાદ્વાદાવલંબી વિસ્તારરચિ હેાય તેનું જ સમ્યકત્વ ટકે એટલે પછી જે મંદ ક્ષપશમવાળે હેવાના કારણે સંક્ષેપરુચિ હોય તેને પણ શાસ્ત્રમાં સંક્ષેપરુચિ સમ્યગૂ દર્શન હોવાનું જણાવ્યું છે તે મિથ્યા કરશે.
સમાધાન –તે મિથ્યા નહિ કરે કારણ કે દ્રવ્યસમ્યકૃત્વરૂપે સંક્ષેપરુચિ જીવને પણ સમ્યકૃત્વ હેવામાં કઈ બાધ નથી. જે આત્મા આજ્ઞા રુચિ છે, ગીતાર્થની આજ્ઞા જેને પસંદ છે-ગમે છે અને જે માર્ગાનુસારી પણ છે તેઓને દ્રવ્યસમ્યક્ત્વ હોવાનું, તર્ક નિપુણ શ્રીમત્ સિદ્ધસેનસૂરિ મહારાજે પણ કહ્યું છે. કારણ કે સ્યાદ્વાદને અંગીકાર કરવાથી થનારી નિર્જરાના સંપાદક કર્મક્ષપશમ રૂપ “સ્યાદ્વાદસ્વીકારયેગ્યતાએ આત્માઓમાં પણ અખંડિતપણે અવસ્થિત હોય છે. આ વિષયનું સ્પષ્ટીકરણ સ્યાદ્વાદકલ્પલતા નામના ટીકાગ્રન્થમાં કર્યું હોવાથી અહીં તેને વિસ્તાર કર્યો નથી. ૧૦ના