________________
133
ઉપદેશરહસ્ય ગાથા-૮૪
સહન કરવાનુ” એવુ લેશમાત્ર ફ્રેન્ચ દાખવતા નથી. જો તે રાગ વગેરે ખરેખર અસહ્ય હોય તેા બીજા વિકલ્પમાં વિધિપૂર્વક તેના પ્રતિકાર કરે છે. રાગ અસહ્ય આવ્યા હોય અને વદ્ય વગેરે અમુક જ પ્રકારના પથ્યાહારનું સૂચન કરે તે તે પથ્યાહારનુ' અન્વેષણ કઈ વિધિથી સાધુ કરે તે દર્શાવતા બૃહત્કલ્પ થના‘ગ્લાનચિકત્સા' સૂત્રમાં કહ્યું છે કે સૌ પ્રથમ બેતાલીશ પ્રકારના દ્વેષરહિત નિર્જીવ આહારનું અન્વેષણુ કરે. જો તે પથ્યાહાર એ રીતે ઉપલબ્ધ ન થાય તા નિર્જીવ તા ખરા જ પણ એઘ-ઉદ્દેશિક એટલે કે જેમાં સાધુની પણ સામાન્યથી ગણતરી કરી લેવામાં આવી છે તેવા વિશાળ જનસમુદાયને ઉદ્દેશીને અનાવેલા આહારનું અન્વેષણ કરે. યદ્યપિ આમાં દોષ તા છે જ પણ ઘણા અલ્પ, એ રીતે પણ ઉપલબ્ધ ન થાય તેા સાધુ મહાત્માને દાન દેવા માટે કોઇએ ખરીદી રાખ્યુ હોય તેવું મેળવવા માટે અન્વેષણ કરે. તેવું પણ ન મળે તેા ક્રમસર પૂર્તિ મિશ્ર અને આધાકી દોષથી દુષ્ટ એવા પણ નિર્જીવ આહારનુ યતનાપૂર્વક ગ્રહણ કરે. અને એ રીતે શાસ્ત્રોક્ત, વિધિને અનુસરીને વ્યાધિના પ્રતિકાર કરવા જોઇએ એને બદલે ગુરુલઘુ ભાવના પરામ કર્યા વિના જ પાતાની સ્વચ્છંદ મતિ કલ્પનાથી પ્રતિકાર ન કરે, સૂત્રનુ રહસ્ય એ છે કે મુમુક્ષુ આત્માએ કયારે આ રાગ ટળે........કયારે આ રાગ ટળે........' એવી માનસિક રોગ વિયોગની લગનીરૂપ આધ્યિાન ન થતુ હોય તેા ઉપસ્થિત રોગને અવશ્ય સહન કરે, કારણ કે ભૂખ્યો માણસ અન્ન માટે જેટલા તલસે તેના કરતાં પણ વધુ નિર્જરાર્થી મુમુક્ષુ આત્મા ઉપસર્ગાને સહન કરવા ઝ`ખતા હોય. કહ્યુ` છે કે-(ઉત્તરાધ્યયન સૂત્ર નિયુક્તિ ગાથા-૮૪)
“(સનત્ કુમાર રાજિષ એ) ખંજવાળ, ભાજનની ભૂખ, અક્ષિ અને કુક્ષિમાં તીવ્ર વેદના, શ્વાસ, ખાંસી (ઉધરસ), જરતા, સાતસેા વર્ષ સુધી સહન કર્યા.”
હવે જો તેની સહન કરવાની શક્તિ ન હોય અને આ ધ્યાન અનિચ્છાએ પણ થઇ જતુ' હોય તા અથવા અતિજરૂરી વિહાર, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ગ્લાનસેવા વગેરે વિશિષ્ટ સયમયેાગા સીદાતા હાય તા પૂર્વોક્ત વિધિથી રાગના પ્રતિકાર પણ કરે, ચારિત્રના પરિણામમાં દુર્ગાનના નિરોધ, અવિચ્છિન્નપણે શુભધ્યાનની ધારા અને અપ્રમત્તભાવ પ્રધાન છે. એટલે આર્તધ્યાન થતું હાવા છતાં પણ જો વ્યાધિના વિધિપૂર્વક પ્રતિકાર કરવામાં ન આવે તેા ચારિત્રના પરિણામ ઘવાય. શ્રી ઉપદેશપદશાસ્ર (૫૪૩) માં કહ્યુ` છે કે
આર્તધ્યાન ન થતું હાય તા રાગને યથાચિતપણે સહન કરવા જોઇએ અને આર્ત્ત. ધ્યાન થતુ હોય તેા વિધિપૂર્વક રોગની ચિકિત્સાનું પ્રવર્તન જાણવું. ૫૮૩ા
नन्वेवमुत्सर्गतः प्रतिषिद्धायाः चिकित्साया आदरणे कथमविकलफललाभः स्यादित्यत आह
[અપવાદ માના પાલનમાં આરાધનાની શંકા અને સમાધાન ]
શંકા :–ઉત્સર્ગ માર્ગોમાં જેના નિષેધ કરવામાં આવ્યા છે તે રોગચિકિત્સાને આદરવામાં પરિપૂર્ણ ફળપ્રાપ્તિ થાય ખરી ? જે આરાધના કે નિર્જરા ઉત્સ માગે રોગને સહન કરી લેવાથી થાય, અપવાદ માગે તેની ચિકિત્સા કરાવવાથી તે નિર્જરા ગુમાવાય કે પ્રાપ્ત થાય ? શ્લાક-૮૪માં ઉપરોક્ત શંકાનું નિરાકરણ કર્યું છે—
पुट्ठालंवणसेवी उबेइ मुक्ख स माइठाणं तु ।
फासतो णो धम्मे भावेण ठिओ अधन्नोति ॥८४॥