________________
૧૬૨
ઉપદેશરહસ્ય ગાથા-૮૦
સુત્તરથી વહુ દમો...” આ આવશ્યકનિર્યુક્તિની ગાથામાં સૂચિત “પ્રથમ વાચનામાં સામાન્ય સુવાર્થ, પછી બીજી વાચનામાં નિર્યુક્તિ-અર્થગર્ભિત સૂત્રાર્થ અને ત્રીજી વાચનામાં ઉક્તાનુક્ત સકળ સૂવાર્થ” આ પ્રકારની ત્રણ વાચનાના અનુગ ક્રમથી સૂત્રના અર્થનું અધ્યયન કરે. જેઓ મંદપ્રજ્ઞ હોય તેઓ પહેલા અને બીજા ઉભયપ્રહરમાં માત્ર સૂત્રનું અધ્યયન કરે અને કાલાન્તરે બુદ્ધિ પરિષ્કૃત થઈ ગયા બાદ સુત્રને અર્થ ગ્રહણ કરવામાં પ્રયત્નશીલ થાય. આ પ્રકારને સૂત્રને ઉપદેશ સ્થિર પરિણામવાળા આત્માઓ માટે જે નિષ્ફળ હોય તે પછી તેની સફળતાનું ઉપપાદન કયા સ્થળે કરી શકાય ?
[અપ્રાપ્ત ગુણ પ્રાપ્તિ માટે સૂવાથ પીરસીને ઉપદેશ સફળ] સમાધાન દ્વિતીય પ્રહરમાં સર્વસાધુને ઉદ્દેશીને કરાયેલા અર્થગ્રહણ સંબંધી વિધાન સાથે પૂર્વોક્ત હકીકતને કેઈ વિરોધ નથી કારણ કે સ્થિર પરિણામવાળા સાધુને પણ અપ્રાપ્ત એવા અપૂર્વ ગુણની પ્રાપ્તિ માટે તે સફળ છે. જે સમ્યગુ દર્શનાદિ ગુણ સંબંધી આચારમાં કેઈ આત્મા સ્વયંભૂ આંતરિક ઉત્સાહથી મચી પડ્યો છે. તેને તે સમ્યમ્ દર્શનાદિનો ઉપદેશ કરવામાં આવે તો તે નિષ્ફળ જવાનો પૂરેપૂરો સંભવ છે કારણ કે જે આચારમાં પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ હોય તે આચારમાં પ્રવર્તાવવામાં ઉપદેશ સફળ બનતે હોય છે, કિન્તુ કેવળજ્ઞાન વગેરે ગુણોની પ્રાપ્તિ કરાવનાર અપૂર્વ જ્ઞાનાભ્યાસ, નિત્ય નવાં નવાં અધ્યયન વગેરે અનુષ્ઠાનમાં સ્થિરપરિણામીને પણ આગળ વધારવા માટે સૂત્રાર્થ પિરિસીને ઉપદેશ અત્યંત જરૂરી છે કારણ કે તેનાથી જ તે તે અનુષ્ઠાનોમાં પ્રવર્તવાને તીવ્ર ઉત્સાહ અને તેમાં પ્રવૃત્તિ ઉદ્દભવે છે. ઉપદેશપદ (ગાથા-૫૦૧-૧૦૨) શાસ્ત્રમાં કહ્યું
- જે ઉપદેશ નિષ્ફળ હોય તે સ્વાર્થ પરિસી શા માટે નિત્ય કરવાનું કહ્યું ? (૧૦) સ્થાનાતર અર્થાત્ અપૂર્વ અપૂર્વ વિશેષ (ગુણ)ની પ્રાપ્તિને ઉદ્દેશીને કહ્યું હોવાથી કઈ દેષ નથી પ૦ના આગમમાં કહ્યું છે કે-અપૂર્વજ્ઞાન ગ્રહણમાં નિરંતર અભ્યાસથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે- તેથી સૂત્રાર્થ પિરિસીને ઉપદેશ સફળ જાણો.” ૫૦ર૮ના