________________
૧૨૮
ઉપદેશરહસ્ય ગાથા-૬૦
ભિન્ન ગ્રન્થી જીવેનું જ્ઞાન કદાચ અતિઅલ્પ હોય તે પણ પરિપૂર્ણ છે. ઘણાં વિષયની માહિતી ન હોય એટલે કે સ્વરૂપથી તુચ્છ હોય તો પણ ગ્યતાને અવલંબીને તેને પૂર્ણ કહેવામાં કઈ બાધ નથી. દાત - સુદ પક્ષમાં એકમને ચંદ્રમા માત્ર એક જ કલાએ ઉજજવળ હોવા છતાં પણ માત્ર બીજ ૧૪ દિવસમાં જ સંપૂણ ઉજજવળ ભાવ પ્રાપ્તિને
ગ્ય હોવાથી લેકમાં તે પૂર્ણ છે એમ કહેવાય છે. ઉપદેશપદ શાસ્ત્રમાં (શ્લેક-૩૭૪ ઉત્તરાર્ધમાં) પણ કહ્યું છે કે-“એકમના દિવસે (ઉત્તરોત્તર) વિશુદ્ધિભાવને કારણે તે સમ્યગૂસ્વરૂપ જ છે.” (આ ગ્રન્થમાં “વિક્મ...” ઇત્યાદિ પાઠ ઉત કરવામાં આવ્યો છે. પણ શ્રીમમુનિચંદ્રસૂરિ મહારાજની ઉપદે શપદની ટીકાનુસાર છેડા ફેરફાર સાથે તે પાઠ આ રીતે છે. “પરિગંધમિદ્ધિ વાઢિમા તો સવં તુ ' તેને અર્થ-તથાવિધ જ્ઞાનાવરણ ઉદયથી પ્રતિબંધ હોવા છતાં પણ શ્રદ્ધાદિભાવથી ભિન્ન ગ્રંથીનું જ્ઞાન સમ્મસ્વરૂપ છે.)
દિષ્ટાન્તના ઔચિત્ય વિષે શંકા અને સમાધાન] શંકા - સુદ એકમને ચંદ્ર અનુક્રમે બીજ વગેરે તિથિઓમાં વધુને વધુ આવરણ મુક્ત થતે પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ અનાવૃત થાય છે એટલે એને એ જ ચંદ્ર સુદ એકમ વગેરે તિથિઓમાં ગ્યતાના કારણે પરિપૂર્ણ વ્યપદેશને યંગ્ય છે. પરંતુ જ્ઞાનના વિષયમાં એવું નથી. “નાગિ ૩ છાથિા નાથે'=ા વિસ્થિક જ્ઞાન નષ્ટ થયા પછી (કેવળજ્ઞાનને ઉદય થયે). આ આવશ્યકનિર્યુક્તિનાં વચનથી એ સિદ્ધ થાય છે કે છગ્રસ્થાવસ્થાનું શ્રુતજ્ઞાન અનુક્રમે વધતા વધતા કેવળજ્ઞાન પરિણામાત્મક પૂર્ણતાને પ્રાપ્ત કરતું નથી, પણ શ્રતજ્ઞાન સર્વથા નષ્ટ થાય છે અને નવા જ કેવળજ્ઞાનનો ઉદય થાય છે તે પછી ચંદ્રમા સાથે તેની સરખામણી સંગત કઈ રીતે થાય ?
સમાધાન – શ્રુતજ્ઞાન સર્વથા નષ્ટ થઈ જતું હોય અને કેવળજ્ઞાનને ન જ ઉદય થતું હોય તે ઉપરાત શંકાને અવકાશ છે. પણ વાસ્તવમાં એવું નથી. છાઘસ્થિક જ્ઞાનોને સર્વથા એકાંતે વિનાશ જનમતને સિદ્ધાંત નથી. જેનસિદ્ધાંત પ્રમાણે તે આત્માના જ પર્યાય વિશેષરૂ૫ ચેતન્ય કે જે છદ્મસ્થાવસ્થામાં અપૂર્ણ પ્રકાશ પરિણામસ્વરૂપ હોય છે તે જ કેવલી અવસ્થામાં અલ્પજ્ઞતા પરિણામરૂપે નષ્ટ થઈ કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) પરિણામ રૂપે ઉત્પન્ન થાય છે. ચૈતન્ય રૂપ પર્યાય તે આત્મ-અભિન્નભાવે સ્થિર જ રહે છે. તત્વાર્થસૂત્રમાં (સૂત્ર૨૧ અધ્યાય-૫) વાવ ધ્રૌથયુતં સત’ આ પ્રમાણે પ્રત્યેક સત્ પદાર્થની વ્યાખ્યા આપવામાં આવી છે. જેનું તાત્પર્ય છે ‘પ્રત્યેક સત્ પદાર્થ કેઈ એક સ્વરૂપે ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વરૂપે નષ્ટ થાય છે પરંતુ સર્વથા નહિ અર્થાત્ અમુકરૂપે સ્થિર પણ રહે છે. આ વ્યાખ્યાનુસાર આત્મ-અભિન્ન ચેતન્ય પર્યાયના વિષયમાં ઉપરોક્ત રીતે જ ઉત્પાદવિનાશ અને સ્થર્ય રૂપ શૈલક્ષણ્યની સંગતિને અવકાશ છે.
સારાંશ - દૂરભવ્ય વગેરે જેને દ્રવ્યસૂત્રગ દ્રવ્યથી (અપ્રધાનપણે) વિદ્યમાન હોવા છતાં પણ પરમાર્થથી વિદ્યમાન નથી. ત્યારે મોષતુષ મુનિ વગેરે ભિન્ન ગ્રંથીઓને દ્રવ્યથી (બાહ્ય દષ્ટિએ) દ્રવ્યર્ગ ને અભાવ છે પણ પરમાર્થથી (અંતરંગરીતે) સદ્દભાવ છે. શેષ અવિરત સમ્યગૃષ્ટિ વગેરે જીને દ્રવ્ય અને ભાવ ઉભયથી તેને સદ્દભાવ છે. જ્યારે બાકીના અચરમાવર્ત કાળવતી અનાદિમિયા દષ્ટિ જીવને (યથાસંભવ) દ્રવ્ય અને ભાવ ઉભયથી તેને અભાવ છે. ૬૦ના