________________
ઉપદેશરહસ્ય ગાથા-૩૮
अलमत्र-प्रकृतविचारे प्रसंगेन-आनुषांगिकविस्तरेण, द्वयोरपि-प्रधानद्रव्यभावसंगतयोः आज्ञयोः अनुमोदनया बीजाधानविशुद्धा द्रव्याज्ञा भवति ज्ञातव्या, बीजीभूतया तयाऽपुनबंधकाधुचितभावजदनाधानद्रव्याज्ञायाः प्रेत्योपपत्तेः । द्वयोरित्युक्त्याऽप्रधानाज्ञानुमोदनायाः प्रत्यपायबहुलत्वमेव सूच्यते, तथा च हरिभद्राचार्यवचनम्-[पंचाशके ११-३९]. ७“तेसिं बहुमाणेणं उम्मागणुमोअणा अणिट्ठफला । तम्हा तिस्थयराणाट्ठिएसु जुत्तोत्थ बहुमाणो ।। त्ति
यदि च परं परया भावाज्ञाप्रयोजकतया साऽप्यनुमोद्या स्यात् तदा निगोदभावादेरपि स्वोपमईपूर्वकपरिणामांतरव्यवहिततत्परिणामप्रयोजकतयाऽनुमोद्यत्वप्रसक्तिरित्यवसेयम् ॥३८॥
તાત્પર્યાર્થ– દ્રવ્યસ્તવ પણ અનુમોદનીય છે તે બાબત સિદ્ધ કરવા ઘણે વિચાર કર્યો. હવે કહેવાનું એ છે કે કલેક-ર૬માં બીજાધાન વિશુદ્ધ દ્રવ્યાજ્ઞા (સ્વસ્વ કક્ષા ઉચિત બાહ્ય ધર્મક્રિયા) ભાવાજ્ઞા સંપાદક છે એમ જે કહેવામાં આવ્યું હતું તેમ જ શ્લેક-૨૮માં ભાવાજ્ઞા પ્રત્યે બહુમાન અર્થાત્ પ્રમોદ અને અનુમોદના એ બીજાધાન રૂપ છે એમ કહ્યું હતું તે જ હકીકતને અહીં ઉપસંહાર કરવામાં આવ્યા છે. પ્રધાન દ્વવ્યાજ્ઞા અને ભાવાંજ્ઞા એ બન્નેની અનુમોદના કરવાથી દ્રવ્યાજ્ઞા બીજાધાન વિશુદ્ધ બને છે. આશય એ છે કે બીજરૂપ ન બનતી દ્રવ્યક્રિયાથી ભવાંતરમાં ભાવસપાદક દ્રવ્યાજ્ઞા પ્રાપ્ત થતી નથી પરંતુ દ્રવ્યક્રિયા અને ભાવ, એ બન્નેની અનુમોદનાથી વિશુદ્ધ અને બીજ સ્વરૂપ બનેલી, દ્રવ્યાજ્ઞાથી જ ભવાંતરમાં અપુનબ"ધક વિગેરે ઉચિત ભાવ સંપાદક પ્રધાન દ્રવ્યાજ્ઞાનો ઉદય થાય છે.
ખાસ સૂચવવાનું એ છે કે અનુદના માત્ર બેની જ કરવાની કહી પણ અપ્રધાન દ્રવ્યાજ્ઞાની અનુમોદના કરવાનું કહ્યું નહિ, કારણ કે તે ઘણું નુકશાન કરનારી છે.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ પંચાશક શાસ્ત્રમાં જણાવે છે કે-“તેમના (ગુરૂકુલવાસત્યાગીઓના) બહુમાનથી ઉન્માર્ગની અનુમોદના થાય છે કે જે અનિષ્ટફળ દાયક છે માટે તીર્થકરની આજ્ઞામાં વર્તનારા જે આત્મા ઉપર જ બહુમાન કરવું ઉચિત છે.”
[અપ્રધાન દ્રવ્ય ક્રિયા ઉપાદેય નથી.] એમ કહેવામાં આવે કે-“પ્રધાન દ્રવ્યક્રિયાની જેમ અપ્રધાન દ્રવ્યક્રિયા ભાવમાં સાક્ષાત પ્રાજક ભલે ન હોય પરંતુ પરંપરાએ પ્રાજક માનવામાં વાંધો નથી માટે તે પણ અનમેદવી જોઈએ.” તો એ બરાબર નથી, કારણકે પરંપરાએ જે અપ્રધાન દ્રવ્યક્રિયાને પ્રયોજક માનવામાં આવે તે નિગદ અવસ્થામાં આત્માને જે પ્રકારને ભાવ છે તેને પણ આત્માના ચરમાવર્તકાલીન શુભ પરિણામમાં પરંપરાએ પ્રાજક માનીને તેને પણ અનુમોદવાની આપત્તિ આવશે. પ્રયાજકે એટલું સાક્ષાત અથવા પરંપરાએ કાયપત્તિમાં અનુકૂળ બનનાર. નિગેદવત જીવને ભાવ પણ જાતે નષ્ટ થઈ અન્ય પરિણામેના વ્યવધાનથી દીર્ઘકાલભાવી શુભ પરિણામમાં અનુકૂળતા કરી આપે છે. જે એ નષ્ટ જ ન થયો હોત તો ભાવમાં શુભ પરિણમને ઉત્પન્ન થવાને અવકાશ શી રીતે મળત ? આમ પોતાની જાતનું બલિદાન આપીને અન્ય પરિણામોથી વ્યવહિત એવા શુભ પરિણામમાં નિગદ ભાવ પણ અનુકૂળ થતું હોઈ તેને અનુદવાની આપત્તિ આવીને ઊભી રહે છે. ૩૮ ७८ तेषां बहुनाने पोन्नार्गानुनोदनाऽनिटामा । तस्नात्तीय काजास्थितेषु युक्तोऽत्र बहुमान इति ॥