________________
ઉપદેશ –૧૦ મુનિઓ દ્રવ્યસ્તવની અનમેદના કરે. દ્રવ્યસ્તવની મુખ્યતા સિદ્ધ થાય છે.
જે શ્રાવક અવસ્થામાં દ્રવ્યસ્તવને પ્રધાન કરવાને બદલે માત્ર ભાવથી જ સંતોષ માની લેવામાં આવે તે સુપાત્ર દાન આદિ અનુષ્ઠાને પણ નામશેષ થઈ જશે કારણ કે ત્યાં માત્ર ભાવથી સંતોષ લઈ શકાશે.
પૂર્વપક્ષી-સુપાત્રદાનના અવસરે સુપાત્ર દાન કરવાને બદલે ભાવમાત્રથી સંતોષ માનવામાં માયા વગેરે દોષને અવકાશ છે માટે શ્રાવક ઉપાત્ર
કોરી છે માટે શ્રાવકે સુપાત્ર દાન કરવું જ જોઇએ. દિવ્યસ્તવમાં માયા અને આરંભનો ભય અગ્ય છે. ] સિદ્ધાન્તી-દ્રવ્યસ્તવની બાબતમાં પણ એ જ રીતે શા માટે વિચારતું નથી કે શ્રાવક અવસ્થામાં દ્રવ્યસ્તવન અવસર હોવા છતાં પણ જે તે ન કરે તે માયા વગેરે દેષ લાગશે.
પૂર્વપક્ષી-દ્રવ્યસ્તવમાં આરંભનો ભય હોવાથી તે પ્રમાણે ત્યાં વિચાર આવતો નથી.
સિદ્ધાન્તી–એવો આરંભને ભય સેવ વ્યર્થ છે, કારણ કે, જેઓ વિચારે છે કે‘વિધિપૂર્વક ભક્તિ કરનારા શ્રાવકે દ્વારા કરવામાં આવતી ભગવતપૂજા વગેરેને જોઈને ઘણાં છે પ્રતિબંધ પામી મેક્ષમાં જઈને ષડજીવનિકાયને પિતાના તરફથી સદાને માટે પીડામુક્ત કરશે—તેઓને આ પ્રકારના વિચારથી ભાવ ઉલ્લાસ ઉત્પન્ન થાય છે એટલે આવા ભાવ ઉલ્લાસવાળાને આરંભના ભયને અવકાશ નથી. અને જેઓને આ વિચાર જ આવતા નથી તેઓ ભગ્ન પરિણામી હોવાથી એટલે કે પ્રત્યેક ક્રિયામાં ઉત્સાહરહિત હોવાથી કોઈપણ અનુષ્ઠાનમાં અધિકાર ધરાવતા નથી.
ઉપરોક્ત રીતે દ્રવ્યસ્તવ ગૃહસ્થો માટે કર્તવ્ય છે પણ સાધુઓ માટે કર્તવ્યરૂપ નથી એ સિદ્ધ થાય છે.
( દ્રિવ્યસ્તવની અનુમોદનાની નિબંધ સિદ્ધિ ] શંકા-દ્રવ્યસ્તવ સાધુઓને અનુદવા ગ્ય નથી. તેનો હેતુ એ વ્યાપ્ય-વ્યાપક ભાવ છે કે-જે જેને માટે અકર્તવ્ય હોય તે તેને માટે અનુમેઘ ન હોય. દા.ત.-ધર્મ પરાયણ આત્માઓ માટે હિંસા વગેરે જેમ કર્તવ્ય નથી તેમ અનુમેઘ પણ નથી. તે પછી અકર્તવ્યરૂપ દ્રવ્યસ્તવ સાધુઓને અનુમેઘ કઈ રીતે બને ? આ શંકાના ઉત્તરમાં મૂળ શ્લેકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે દ્રવ્યસ્તવનું અનુમોદન સ્વતઃ ભાવ સ્વરૂપ છે, કારણ કે તે સુકૃત અનુમોદનરૂપ છે અને સુકૃત અનુમોદના ચારિત્રને પ્રાણ છે. માટે સાધુઓને દ્રવ્યસ્તવની અનુમોદના અત્યંત ઉચિત જ છે. તેના દ્વારા ભાવપ્રધાનતાનો ભંગ થતું નથી ઉલટો ભાવનો ઉપચય એટલે કે પુષ્ટિ થાય છે. ગુણશ્રેણિની અભિવૃદ્ધિમાં ભાવની ધારા જ હેતુભૂત છે. આશય એ છે કે પુષ્ટ થયેલા ભાવથી જ ઉત્તર ઉત્તર ગુણની શ્રેણિમાં વૃદ્ધિ થાય છે. અને ભાવની પુષ્ટિ સુકૃતની અનુમોદનાથી થાય છે. દ્રવ્યસ્તવ પણ સુકૃત રૂપ જ છે. તેથી સાધુઓને તેના અનુદનમાં કોઈ દોષ નથી. સુકૃતની અનુમોદના કરવાને બદલે જે નિંદા કરે છે તેને ભાવની શુદ્ધિ થતી નથી. ઉપદેશમાલામાં કહ્યું છે કે
પરિણામની વિશુદ્ધિ વિના ગુણશ્રેણિ વધતી નથી પણ એટલીને એટલી રહે છે.”
વળી પૂર્વપક્ષીએ જે અનુમાન દર્શાવ્યું છે તે સ્વતંત્રપણે સુપાત્ર દાનના સ્થળમાં જ અનૈકાતિક દોષયુક્ત છે, કારણ કે સાધુઓ પાસે દાન કરવા ગ્ય દ્રવ્ય રાખવાનું પણ ન હોવાથી તેમને માટે સુપાત્ર દાન કર્તવ્ય નથી, કિંતુ સુપાત્ર દાન તેમને અનુમોદનીય તો છે જ. ૩પ.