________________
ઉપદેશ–દ દ્રવ્યસ્તવ આદરણીય છે.
૬૫
નથી. આ પ્રસંગે પંચાવયવી અનુમાન વાક્યને પ્રગ આ પ્રમાણે છે-દ્રવ્યતવ ભગવાનને સંમત છે, કારણ કે અને પ્રજ્ઞાપ્ય વ્યક્તિઓ સમક્ષ પણ ભગવાને તેને નિષેધ કર્યો નથી, જે ભગવાનને સંમત ન હતું તેનો ગ્ય અને પ્રજ્ઞાપ્ય જીવ સમક્ષ ભગવાને
અનિષેધ કર્યો નથી કિંતુ નિષેધ જ કર્યો છે, દા. ત. કામગ વગેરે. દ્રવ્યસ્તવનો ભગવાને યોગ્ય અને પ્રજ્ઞાખ્ય વ્યક્તિ સમક્ષ પણ નિષેધ કર્યો નથી, માટે તે ભગવાનને સંમત છે.
[ોગ્ય-પ્રજ્ઞા વિરોષણની સાર્થકતા. પ્રસ્તુત અનુમાન પ્રયોગમાં જે ગ્ય “પ્રજ્ઞાપ્ય એવું વિશેષણ હેતુમાં ત્યજી દેવામાં આવે તે અનેકનિક દોષ લાગે, કારણ કે જમાલિને વિહાર કરવામાં ભાવિ અનિષ્ટ હોવાના કારણે ભગવાનની સંમતિ ન હતી, પણ ગ્યતાના અભાવે ભગવાને તેને નિષેધ પણ કર્યો ન હતા, એટલે “ભગવાને નિષેધ કર્યો ન હોવાથી આટલો જ હેતુપ્રયોગ કરવામાં આવે તો અનુમાન દૂષિત થાય. પ્રસ્તુત અનુમાનમાં તર્ક એ છે કે જે દ્રવ્યસ્તવ ભગવાનને સંમત ન હોત તો
ગ્ય અને પ્રજ્ઞાપ્ય આત્માઓ આગળ ભગવાને તેને અવશ્ય નિષેધ કર્યો હોત.” કદાચ અહીં એવી વિપક્ષની શંકા કરવામાં આવે કે ભગવાને યોગ્ય અને પ્રજ્ઞાપ્ય સમક્ષ ભલે દ્રવ્યસ્તવનો નિષેધ ન કર્યો હોય તે પણ તે ભગવાનને અસમંત છે એમ માનવામાં કોઈ બાધક તર્ક છે ? તે તેવી વિપક્ષની શંકામાં બાધક તર્ક આ પ્રમાણે છે–જે યોગ્ય આત્મા સમક્ષ નિષેધ કરવાગ્ય ક્રિયાનો નિષેધ કર્યા વિના જ ભગવાન બીજા વિષયના ઉપદેશમાં પ્રવૃત્ત થાય તો યેગ્ય સમક્ષ નિષેધ્યને નિષેધ ન કરવાને કારણે તેમાં સંમતિને અનિષ્ટ પ્રસંગ ઊભું થાય. આ બાબત પરથી સિદ્ધ થાય છે કે નિષેધ્ય ક્રિયાને ગ્ય વ્યક્તિ સમક્ષ ભગવાન નિષેધ કર્યા વિના રહે નહિ. દ્રવ્યસ્તવને નિષેધ ન કર્યો હોવાથી તેમાં ભગવાનની સંમતિ સિદ્ધ થાય છે. માટે જ તો સર્વવિરતિને ઉપદેશ કર્યા વિના પહેલેથી જ દેશવિરતિ માર્ગને ઉપદેશ કરવામાં શાસ્ત્ર પ્રસિદ્ધ ક્રમનું ઉલ્લંઘન થવાની વ્યવસ્થા અર્થાત્ આપત્તિ બતાવી છે. તાત્પર્ય એ છે કે સાધુધર્મનો ઉપદેશ કર્યા વિના પહેલેથી જ શ્રાવકધર્મનો ઉપદેશ કરનારને સ્થાવરકારની હિંસામાં સંમતિને દોષ લાગે છે. પંચવસ્તુ અને પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે-“સમવસરણમાં બલિને ઉપહાર વગેરે કરવાનો નિષેધ ભગવાને પણ કર્યો નથી, તે કારણે બલિ આદિ કરવારૂપ-દ્રવ્યસ્તવ ત ગ્ય ગૃહસ્થની અપેક્ષાએ ભગવાનને સંમત હતો તે જણાઈ આવે છે. તથા, ભગવાને ભરત ચક્રવર્તી વગેરેને જિન મંદિર બંધાવવા વગેરેનો નિષેધ પણ કર્યો નથી, જ્યારે તે જ ભરત વગેરેને “કામગ શલ્ય છે, ઝેર છે, દંષ્ટ્રાવિષ સાપ સમાન છે, કામ ભેગને ઇરછનારાઓ ઇચ્છા પૂરી થયા વિના જ દુર્ગતિમાં જાય છે” આમ કહીને હાનિ દર્શાવવા દ્વારા કામગનો નિષેધ કર્યો છે આ રીતે જિનમંદિર નિર્માણ વગેરેને નિષેધ કર્યો ન હોવાથી શાસ્ત્રીય યુક્તિથી તેમાં ભગવાનની સંમતિ પ્રકટ થાય છે. શાસ્ત્રીય યુક્તિ આ પ્રમાણે છે-જે તે પણ ભગવાનને અસંમત હોત તે કામભેગના નિષેધ મુજબ જિનમંદિરનિર્માણ વગેરેને પણ નિષેધ ભરત ચક્રવતી વગેરેને કર્યો હોત. આ જ યુક્તિથી માત્ર ભગવાનને જ નહિ પરંતુ સાધુઓને પણ દ્રવ્યસ્તવની અનમેદના વગેરે સંગત છે.”