________________
ઉત્તમ બુરજ, દરવાજા અને બજારે જેનાં વિનાશ પામ્યાં છે તેવી, ચારેબાજુથી વાનરસમૂહોથી વેરણછેરણ થતાં પ્રમાદવનેથી વીંટળાયેલી, તારી પિતાની લંકાને, રઘુષ્ઠના ધનુષ્યના નાદથી જિતાયેલે તું ! (૧૦),
રાવણ–અરે, આ વાનરને દેશનિકાલ કરી દે. રાક્ષસે–આ બાજુથી, આ બાજુથી.
રાક્ષસે સાથે હનુમાન બહાર જાય છે.] બિભીષણ–પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ મહારાજ છે કાંઈક એલવાની ઈચ્છા મહારાજના હિત સંબંધ.
રાવણબેલી દે, તે શ્રેયના અમે પણ સાંભળનાર થઈએ.
બિભીષણુ–સર્વથા, રાક્ષસકુળને વિનાશ આવી લાગે છે – એમ હું માનું છું.
રાવણ–શા કારણથી? બિભીષણ-મહારાજની અવળી સમજણથી. રાવણ-કઈ મારી અવળી સમજણ બિભીષણ-સીતાનું અપહરણ એ જ. રાવણુ–સીતાના અપહરણથી કયો દોષ થાય ? બિભીષણ—અધર્મ અને– રાવણ–“અને શબ્દથી તારું વચન જાણે અધૂરું છે. તે કહે. બિભીષણ–તે જ.
રાવણ–બિભીષણ, શા માટે તું છાનું રાખે છે? જો તું સાચું ન બોલે તે મારા પ્રાણના સેગન છે તને.
બિભીષણ–મહારાજ અભય આપવા યોગ્ય છે. રાવણ આપ્યું અભય. કહે. બિભીષણ–અને જબરા સાથે વિગ્રહ.