________________
બિભીષણ
હે રાજા, મારું વચન હિતકારક છે; રાઘવની ધર્મપત્નીને આપી છે; કારણ કે રાક્ષસમાં શ્રેષ્ઠ એવા મારાથી આ કુલ વિનાશ પામે એ હું ઇચછ નથી. (૬)
રાવણ–બિભીષણ, ભયથી બસ, બસ!
લાંબી કેશવાળીવાળો સિંહ કેવી રીતે મૃગથી પતનમાં લવાય? અથવા ખૂબ મેટો ઉન્મત્ત ગજ કેવી રીતે શિયાળથી હણાય? (૭)
હનુમાન–અરે રાવણ, હતભાગી તારાથી શું યોગ્ય છે રાઘવ. માટે આવી રીતે બોલવું? નહિ તે અરે,
દુષ્ટ રાક્ષસ રાવણા વીરેના અગ્રગણ્ય અને જેની તુલના નથી એવા દેવરાજ (ઇન્દ્ર) સરખા તે ભુવનના એકનાથ રાઘવને, રે પુણ્યથી. પરવારેલા અને શક્તિ વિનાના ! આમ હલકી રીતે સંબોધવા તે તારે માટે શું યોગ્ય છે? (૮)
રાવણ–કેમ કેમ વાર તે (આ રીતે સંબંધે છે? આ વાનરને હણ નાખે. અથવા દૂતને વધ ખરે જ કલંક લાવનારે છે. શંકુરણું, (તેના) પૂંછડાને ચેતાવીને આ વાનરને છોડી મૂકે.
શંકણું–જે મહારાજ આજ્ઞા આપે છે. આ બાજુએ, આ બાજુએ.
રાવણુ–અથવા, તે આવ. .. હનુમાન–હું આ રહ્યો. રાવણ–મારા તરફથી એ મનુષ્યને કહેજેઃ
હે રામ, તું તારી પત્નીના અપહરણથી મારાથી પરાભવ પામ્યા છે. તારા ધનુષ્યનાં વખાણ થતાં હોય, તે મને મોટું યુદ્ધ આપ. (૯)
હનુમાન–ડાક જ સમયમાં જેશે,