________________
રાવણુ–સાંભળવાને શે ઉપગ? બિભીષણ –હનમન, તે માનનીય રામ શું કહે છે?
હનૂમાન–અરે, રામને હુકમ સાંભળે. • રાવણ કેવી રીતે, કેમ “રામને હુકમ' એમ તે કહે છે? અરે, આ વાનરને મારી નાખો.
બિભીષણ–પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ, મહારાજ. સર્વે અપરાધેમાં ખરેખર દૂત મારવા ગ્ય નથી. અથવા રામનું વચન સાંભળીને પછીથી ઈચછા મુજબ કરવાને મહારાજ યોગ્ય છે.
રાવણ–અરે વાનર, તે માણસ શું કહે છે? હનુમાન–અરે, સાંભળે ?
શંકરના ઉત્તમ શરણે જા કે કિલ્લાને તળીએ કે રસાતલમાં તુ પ્રવેશ કર. ઉત્તમ બાણથી જેનું શરીર ભેદાઈ ગયું છે એવા તને હું યમને ઘેર મોકલી દેવાને છું. (૩)
રાવણ-હ, હ, હ.
દિવ્ય અસ્ત્રથી મેં દેના સમૂહને પરાભવ કર્યો છે; સમસ્ત દૈત્યગણો મને વશવર્તી છે. પુલત્સ્યપુત્ર (કુબેર) પણ પુષ્પક વિમાન લઈ લેવાતાં પરાભવ પામે છે. અરે, રામ મનુષ્ય કેવી રીતે મારી સામે આવવાનું છે? (૪)
હનૂમાન–આ પ્રકારના તમે શા પ્રજનથી છૂપી રીતે તેમની પત્નીનું અપહરણ કર્યું?
બિભીષણ–હમાન બરાબર કહે છે.
કારણ કે, હે રાક્ષસણ, માયાથી રામને દૂર કરીને, શિક્ષણ ધારણ કરીને છળથી જ તે (સીતાનું) તમે અપહરણ કર્યું છે. (૫)
રાવણ-બિભીષણ, શા માટે તું શત્રુના પક્ષને આશ્રય લે છે!