________________
જેની મિત્ર સાથે વાતચીત થાય, જેને મિત્ર સાથે રહેવાનું થાય, જેને મિત્ર સાથે વિશ્વાસભરી ગેઝી થાય, તેનાથી અહીં (બીજે કેઈ) પુણ્યવાન નથી.” (૫)
પાશથી બંધાયેલા એમને જોઈને વિસ્મયપૂર્વક તે ક્ષણવાર ઊભો રહીને બોલવા લાગેઃ “હે મિત્ર, આ શું છે?” ચિત્રગ્રીવ બોલ્યોઃ
સખે, અમારા પૂર્વજન્મનાં કર્મનું આ ફળ છે.” એ સાંભળીને હિરણ્યક ચિત્રગ્રંવનું બંધન છેદી નાખવા ઝડપથી પાસે આવ્યા. ચિત્રગ્રીવ બેઃ “મિત્ર, એમ નહિ, એમ નહિ. આ અમારા આશ્રિતના તે પાશ છેદી નાખ; ત્યાર પછીથી મારા પાશને તું છેદી નાખજે.” હિરણ્યક પણ બોલ્યોઃ “હું શેડી શક્તિવાળો છું; મારા દાંત કમળ છે; તે એમના પાશ છેદવાને હું શી રીતે સમર્થ થાઉં? તે જ્યાં સુધી મારા દાંત તૂટે નહિ ત્યાં સુધી તારા પાશને હું છેદી નાખું. ત્યાર પછી એમનું પણ બંધન જેટલું શક્ય થશે તેટલું છેદી નાખીશ.” ચિત્રગ્રીવ બોલ્યોઃ “એમ થવા દે. તે પણ શક્તિ પ્રમાણે એમનાં બંધનને તેડી નાખ.” હિરણ્યક બેઃ “આત્માને ત્યાગ કરીને આશ્રિતનું રક્ષણ કરવું તે નીતિશાસ્ત્રના જાણકારોને સંમત નથી.” ચિત્રગ્રીવ બોલ્યોઃ “મિત્ર, નીતિ તે આ પ્રમાણે જ છેઃ
ધન, અને જીવન પણ પારકા માટે ડાહ્યા માણસે ત્યજવા જોઈએ. જ્યારે વિનાશ નક્કી જ હોય ત્યારે સારા નિમિત્તે ત્યાગ કરે તે યોગ્ય છે. (૬)
કારણ કે
શરીર અને ગુણ વચ્ચે ખૂબ વેગળું અંતર છે; શરીર ક્ષણવિનાશી છે; ગુણે કલ્પના અંત સુધી રહેનારા છે.” (૭)
આ સાંભળીને આનંદિત બનેલા મનવાળો હિરણ્યક રોમાંચિત થઈને બોલ્યોઃ “ શાબાશ, મિત્ર સાબાર્સ! આસ્તિો ઉપરના આ તારા વાત્સલથી ત્રણેય લેકની પ્રભુતા પણ તારે માટે યોગ્ય છે.”