________________
તે (કબૂતરને) બધાં તિરસ્કાર કરવા લાગ્યાં. તેને તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રોવ બોલોઃ “આ એને દોષ નથી. વિપત્તિના વખતમાં બાધા બનવું એ બીકણનું લક્ષણ છે. તે આ બાબતમાં ધર્યને આશ્રય લઈને ઉપાયનો વિચાર કરે. અત્યારે આ પ્રમાણે કરવું જોઈએ? બધાએ એકચિત્ત બની, જાળને લઈને ઊડવું જોઈએ. કારણ કેઃ
નાની પણ વસ્તુઓનું સંગહન કાર્યસાધક છે; દેરડું બનેલા ધાસથી ઉન્મત્ત હાથીઓ બંધાય છે.” (૨)
આ પ્રમાણે વિચારીને બધો પંખીઓ જાળ ઉપાડીને ઊડવા લાગ્યાં. પછીથી તે શિકારી ખૂબ દૂરથી જાળને લઈ જતાં તેમને જઈને પાછળ દોડતો વિચારવા લાગે
આ બધાં પંખીઓ સંપ કરીને મારી જાળને હરી જાય છે, જ્યારે તે પડી જશે ત્યારે મારા વશમાં આવશે. (૩).
પછીથી પંખીઓ નજર બહાર જતાં રહ્યાં ત્યારે તે પારધી પાછો કર્યો. હવે પારધીને પાછા ફરેલે જોઈને કબૂતરે બોલ્યાં “હવે શું કરવું યોગ્ય છે?” ચિત્રગ્રીવ બે –
માતા, મિત્ર અને પિતા–એ ત્રણ સ્વભાવે કરીને હિતકારક હોય છે, બીજા તે કાર્યકારણને લીધે હિતબુદ્ધિવાળા બને છે. (૪)
તે આપણો મિત્ર હિરણ્યક નામે ઉંદરને રાજા ગંડકીને કઠિ ચિત્રવનમાં વસે છે. તે આપણી પાશેને છેદી નાખશે.” એમ વિચાર કરીને બધાં હિરણ્યકના દર પાસે ગયાં. અને હિરણ્યક હમેશાં આપત્તિની શંકાથી સો બારણાંવાળું દર કરીને રહેતા હતા. પછીથી હિરણ્યક કબૂતરના નીચે ઊતરવાના ભયથી ચકિત બનેલે શાંત થઈ રહ્યો. ચિત્રગ્રીવ બોલ્યોઃ “મિત્ર હિરણ્યક, કેમ અમારા પ્રત્યે બેલ નથી ?” પછી હિરણ્યક તેને બોલ ઓળખી, ગભરાટથી બહાર આવીને બોલ્યોઃ “અહે, હું પુણ્યવાળો છું. મારા પ્રિય મિત્ર ચિત્રશ્રીય આવ્યો છે.