________________
૨૫૪
હોવા છતાં પણ, સૂર્યકાંત (પથ્થર) સળગી ઊઠે છે તે તેજસ્વી પુરુષ, અન્ય જનોએ કરેલા અપમાનને કેવી રીતે સહન કરે?
૮. હાથમાં પ્રશંસનીય દાનવૃત્તિ, માથા ઉપર વડીલ જનોના પગને પ્રેમ, મુખમાં સાચી વાણી, વિજયશીલ હાથમાં તુલના ન થઈ શકે એવી શક્તિ, હદયમાં સ્વચ્છ વૃત્તિ, બે કાનમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન; સમૃદ્ધિ વિના પણ, સ્વભાવે કરીને મહાન મનુષ્યને આ અલંકાર છે.
૯. દેવ મહાસાગરનાં રત્નથી સંતોષ ન પામ્યા; ભયંકર ઝેરથી તે ભય ન પામ્યા; અમૃત વિના તે (કાર્ય)માંથી અટક્યા નહિ–જેને નિશ્ચય કર્યો છે તે બાબતમાંથી ધીર માણસે અટકી જતા નથી.
૧૦. ચાતક તરસને લીધે વાદળ પાસે ત્રણ-ચાર પાણીના કણની યાચના કરે છે, તે જ (વાદળ) વિશ્વને પાણીથી ભરી છે; અરે, અરે, કેવી મોટા માણસની ઉદારતા! * ૧૧. ખરેખર, વિનોના ભયને લીધે નીચ જજેથી (કાર્ય) આરંભાતું નથી (કાર્યનો) આરંભ કરીને, વિોને આઘાત આવતાં મધ્યમ પ્રકારના (માણસ) અટકી જાય છે; (વિદને) વારંવાર અંતરાય આવવા છતાં પણ આરંભેલું કાર્ય ઉત્તમ જને ત્યજી દેતા નથી.
૧૨. હે વાદળ, તાપથી દુખી બનેલા, લાંબા કાળથી તરસ્યા ચાતકના બચ્ચાને પાછું આપ; ક્ષણવારમાં પવન અવળે વાઈ જતાં, તમે ક્યાં, પાણી ક્યાં અને ચાતક ક્યાં?
૧૩. માણસ ગુણોથી ઊંચાઈને પામે છે; ઊંચા આસનથી નહિ. મહેલની ટોચ ઉપર બેઠેલે હોવા છતાં કાગડો શું ગરુડ બને છે?
૧૪. રાત્રિ જશે; શુભ પ્રભાત થશે; સૂર્ય ઊગશે; કમળની શોભા હસશે–આ પ્રમાણે કળીમાં રહેલે ભમરો વિચાર કરતા હતા ત્યાં તે, હા, અરે, અરે, કમલના છોડને હાથી ઉપાડી ગયો.
૧૫. ગુણોની બાબતમાં યત્ન કરવો જોઈએ; ધમાલેને શે ઉપયોગ? દૂધ વગરની ગાયે કાંઈ તેમની ઘંટડીઓથી વેચાતી નથી.