________________
૨૫૩
જેને આશ્રય નથી તેવો. વિષા સિતા-આ પ્રકારની ચિંતા
ઘ-સિંહને દત્ત અજિસ્વપ્નામાં પણ રજ્ઞા થતી નથી.
[ સુભાષિતે અને અન્યક્તિઓ ] ૧. સૂર્ય કમળના સમૂહને ખીલવે છે; ચંદ્ર પિયણના જૂથને વિકસાવે છે; વાદળું પણ વણમાગે પાછું આપે છે–સજ્જને તે. પિતાની મેળે જ પારકાના હિતમાં ઉત્સાહપૂર્વક યત્ન કરનારા હોય છે.
૨. ફળ આવવાથી વૃક્ષો નમે છે; નવાં પાણીથી વાદળાં દૂર નીચે ઢળે છે; સજજને સમૃદ્ધિથી ઉદ્ધત બનતા નથી–પરોપકારી પુરુનો એ સ્વભાવ જ છે.
૩. પાપમાંથી અટકાવે છે; હિતકારક આચરણમાં જોડે છે; ગુપ્ત. * વસ્તુ છાની રાખે છે; ગુણને પ્રકટ કરે છે; આફતમાં આવી પડેલાને છેડી દેતો નથી; (ખરે) વખતે આપે છે–સારા માણસો સાચા મિત્રનાં આ લક્ષણ કહે છે.
૪. સિંહ બાળક હોય તે પણ મદથી મલિન થયેલાં જેનાં ભીંત જેવા વિશાળ ગંડસ્થળ છે એવા હાથીઓ ઉપર હુમલે કરે છે. શક્તિશાળીઓને આ સ્વભાવ છે; ઉંમર એ ખરેખર તેજનું કારણ નથી.
૫. સ્વર્ગમાંથી શિવના મસ્તક ઉપર, શિવના મસ્તક પરથી પર્વત ઉપર, ઊંચા પર્વત ઉપરથી પૃથ્વી ઉપર અને વળી પૃથ્વી ઉપરથી સમુદ્રમાં–આમ એ આ ગંગા હલકા સ્થાનને પામી; અથવા, વિવેકમાંથી ભ્રષ્ટ થયેલાનું પતન મુખવાળું થાય છે.
છે. આ પરિવર્તનશીલ સંસારમાં કયો મરણશીલ (માણસ), જન્મ નથી ? જેના જન્મવાથી વંશ ઉન્નતિને પામે છે તે જ ખરેખર) જન્મેલ છે.
૭. સૂર્યનાં કિરણેથી (શ્લેષઃ પગથી) સ્પર્શ પામતાં અચેતન