________________
૨e
અજવિલાપ
૧. સ્વાભાવિક ધીરજને પણ ત્યજી દઈને તે આંસુથી બગદ બનીને વિલાપ કરવા લાગ્યો; તપેલું લેતું પણ મૃદુતાને પામે છે, તે પછી દેહધારી માણસેની તે વાત જ શી ?
૨. જે કુસુમો પણ શરીરના સ્પર્શથી આયુષ્ય હરી લેવાને સમર્થ હોય તે અરે, પ્રહાર કરવાની ઇચ્છાવાળા વિધિને માટે બીજી કઈ (વસ્તુ ) સાધન બનતી નથી?
૩. અથવા મૃદુ વસ્તુની હિંસા કરવા માટે મૃદુ સાધનથી જ પ્રજાને વિનાશક (ચમ) પ્રવૃત્તિ કરે છે. આ બાબતમાં હિમ પડવાથી નાશ પામતી પિયણી પ્રથમ દષ્ટાન્ત મેં માન્યું છે.
૪. જે આ માળા પ્રાણને હરનારી છે તે છાતી ઉપર રહેલી (માળા) મને કેમ હણતી નથી ? કેઈક વાર ઝેર પણ અમૃત અથવા અમૃત પણ ઝેર ઈશ્વરની ઈચ્છાથી થઈ જાય.
૫. અથવા મારા ભાગ્યની વિપરીતતાથી બ્રહ્માએ એને આ વિદ્યુત –કડાકા કહે છે, જેથી એણે વૃક્ષને પાડયું નથી પણ તેની ડાળીના આશ્રયે રહેલી લતાને વિનાશી દીધી છે.
૬. મેં લાંબે વખત અપરાધ કર્યો હોય, છતાંય તું મારી અવગણના કરતી ન હતી તે શા માટે એકસાથે જ નિરપરાધી આ મનુષ્યને બોલવા માટે યોગ્ય માનતી નથી ?
૭. જે (જીવન) પ્રિયતમાની પાછળ ગયું તે તે શા માટે તેના વિના પાછું વળ્યું? મારું હતભાગી જીવન ભલે પિતાના કર્યાથી પ્રબળ વેદનાને સહન કરે.
૮. મેં પહેલાં મનથી પણ તારું શું કર્યું ન હતું, તે) નું કેમ મને ત્યજી દે છે? ખરેખર, હું તે નામને જ પૃથ્વીને રાજા છું,