________________
૨૨૦ ૨૧. અને ચકલા સુધી તેને અનુસરીને પર્વમિત્ર ગયો ત્યારે પુહિત વિચાર કરવા લાગ્યોઃ મહામુશ્કેલીએ જેને કાંઠે પ્રાપ્ત કરી -શકાય એવો સંકટનો સમુદ્ર છે.
૨૨. “જે બન્ને ઉપર મેં ઉપકાર કર્યો છે, તે બન્નેનું આ પરિણામ છે, તેથી હું આજે દીન બન્યો છું હું કે સાથીદાર છું
૨૩. “આજે પ્રણામમિત્ર નામે મિત્રની પાસે હું જાઉં; ત્યાં પણ આશા તે નથી; કારણ કે તેના ઉપર તે માત્ર વાણુની જ પ્રીતિ છે.
૨૪. “અથવા તે વિકલ્પ કરવાથી બસ, તે મારો થોડોક પણ આપ્તજન છે; તેને પણ હું જોઉં; કઈકને કઈક પણ ઉપકાર -કરનાર બને છે.” .
૨૫. એ પ્રમાણે તે પ્રણામમિત્ર નામે મિત્રને ઘેર ગયો; તેના -સામે આવતાવેંત તે હાથ જોડીને આવકાર આપવા) ઊભે થે.
૨૬. તે બોલ્યો “ તમને સ્વાગત છે; તમારી આવી અવસ્થા કેમ? તમારે મારું કાંઈ કામ છે? તમારું જે મારે કરવાનું હોય તે કહે.” - ૨૭. પુરહિત એ રાજાનું વૃત્તાંત તેને કહીને બોલ્યાઃ “આ રાજાની સીમાને હું ત્યજી દઈશ; હે સખે, તું મને મદદ કર.”
૨૮. તે પણ બેઃ “હે મિત્ર, પ્રિય વાતચીતથી હું તારે દેવાદાર છું તને મદદ કરીને હવે હું તારા દેવા વિનાને થઈશ.
૨૯. “તું બીશ નહિ. હું તારી પીઠ પાછળ રક્ષા કરીશ; કારણ કે હું જીવું છું ત્યાં સુધી કોઈ પણ તારો વાળ વાંકે કરવા સમર્થ નથી.”
૩૦. પીઠ ઉપર જેણે ભાથું ચઢાવ્યું છે અને ધનુષ ઉપર જેણે પણછ ચઢાવી છે એવા શંકા રહિત બનેલા પ્રણામમિત્રે તે પહિતને આગળ કર્યો.