________________
૨૧૯ મારી પણ આપત્તિ માટે થાય; કારણ કે બળતા ઊનવાળા કામળાને કોઈ પિતાના ઘરમાં ન ફેંકે.
૧૧. “તારા એકલાને માટે કુટુંબ સહિત મારી જાતને હું અનર્થમાં નહીં પાડું બીજે કક્યાંક જા; તારું ભલું થાવ.”
૧૨. અને આ પ્રમાણે સહમિત્રથી અપમાનિત થયેલ સમદર સત્વર પર્વમિત્ર (નામે) મિત્રને ઘેર ગયો.
૧૩. તેનો આશરો મેળવવાની ઇચ્છાવાળા તે બ્રાહ્મણે રાજાની અપ્રસન્નતાને વૃત્તાંત તે જ પ્રમાણે પર્વમત્રને કહ્યો.
૧૪. તેની ઉત્સવના સમયની મૈત્રીને બદલે આપવાની ઇચ્છાથી પર્વ મિત્રે પણ મોટા આદરથી તેને જે અને તે બોલ્યોઃ
૧૫. “અનેક ઉત્સવમાં સંભાષણ વગેરે વિવિધ સ્નેહના પ્રકારોથી, હે સખે, મારા પ્રાણ પણ તેં નક્કી ખરીદી લીધા છે.
૧૬. “હે ભાઈ, જે હું તારી વિપત્તિમાં ભાગ ન પડાવું. તે કુલીન એવા મારા ઉપર કલંક આવી પડે. - ૧૭. “પરંતુ તારી પ્રીતિને વિવશ બની મારી જાત માટે તે હું અનર્થ સહન કરું; પરંતુ મારું કુટુંબ પણ અનર્થને પામે તે સહન કરવું અઘરું છે.
૧૮. “હે મિત્ર, કુટુંબ પણ મને વહાલું છે; તું પણ મને વહાલે છે; આમ દ્વિધામાં પડેલા ચિત્તવાળો હું શું કરું? આમ વાઘ છે અને આમ કઠે છે. (એટલે કે, આ બાજુએ જાઉં તે વાઘ. ખાઈ જાય અને આ બાજુએ સમુદ્રમાં ડૂબી જવાય.)
૧૯. “જંતુઓવાળા પાંદડાની માફક હું બાળકો સહિત છું, તે. તેમના ઉપર તું દયાકર; તારું શુભ થાવ, તું બીજે જા !”
૨૦. સત્કાર કરીને પણ તેનાથી એ પ્રમાણે પુરહિત કાઢી મુકાયે; તેના ઘરમાંથી તે બહાર ચાલી નીકળ્યું; દેવ દુષ્ટ બને ત્યારે પુત્ર પણ દુષ્ટ બને છે.