________________
૨૦૪ ૨૭. દુજીને દેશને ઈ છે અને સજજને ગુણને ઈચ્છે છે; તે તેમના દેહ સાથે જન્મેલી (સ્વાભાવિક) વૃત્તિની લાંબા કાળ સુધી પણ, ચિકિત્સા થી મુશ્કેલ બની છે.
- ૨૮. જે જગતને લાંબા કાળે પણ સજજત સજન બનાવી શકતા નથી તે જગતને દુષ્ટ માણસ જલદી દુષ્ટ બનાવી દે છે, એ
અદભુત છે.
૨૯. આ પ્રમાણે સાજન અને અન્ય (દુર્જન)ના સ્વભાવને નિશ્ચય કરીને અમારી પ્રીતિ સજજન ઉપર છે અને દુર્જન પ્રત્યે અમારે અનાદર છે.
૩૦. કવિઓની રચના પરિપૂર્ણ કરવામાં સજ્જનને આધાર છે–એમ માનીને પોતાના કાંઠા ઉપરથી પણ ઊભરાઈ જતા કવિતાસમુદ્રને ઓળંગવાની ઈચ્છાવાળો હું થયે છું
૩૧. કાવ્યના સ્વરૂપને જાણનાર વિદ્વાને, કવિને ભાવ અથવા (કવિનું) કાર્ય, એમ કાવ્યની વ્યુત્પત્તિ કરે છે. તે સર્વસંમત અર્થવાળું, ગ્રામ્યતા વિનાનું, અલંકારથી યુકત અને પ્રસાદવાળું દેવું જોઈએ. ': ૨૨. કેટલાક અર્થના સૌદર્યને વાણીને અલંકાર કહે છે, કેટલાક પદની સુંદરતાને; પરંતુ અમારો મત છે કે અર્થ અને પદ
એ બેની સુંદરતા વાણીને અલંકાર મનાય છે. ( ૩૩. અલંકારથી યુક્ત, રસેથી ભરેલું, જેમાંથી સુંદરતા નિષ્પન્ન થાય તેવું, જે ઉચ્છિષ્ટ નથી (મૌલિક છે) તે સજજનોના કાવ્યને સરસ્વતી (પિતાનું) મુખ બનાવે છે.
૩૪. જેની રચના સુંદરતા અસ્પષ્ટ છે અને જે રસ વિનાનું છે, તે અત્યંત ગ્રામ્ય અને માત્ર કર્ણને કટુ હે કાવ્ય નથી.
૩૫. જે સુંદર શ્લેષયુક્ત પદની બેઠવણીવાળા, મનહર રીતિવાળા અને જેના અર્થમાં પ્રસાદ છે એવા પ્રબંધ જેમણે રચ્યા છે, તે મહાકવિએ મનાયા છે.