________________
૨૦૨ ૧૦. જગતમાં તે જ કવિઓ છે અને તે જ ચતુર (પુ) - જેમની વાણુ ધર્મકથાના અંગાણાને પામે છે.
૧૧. કેટલાક મિથ્યાદષ્ટિવાળા કણને કેમ કાવ્ય એ છે; પણ તે તે અધમ સાથે સંબંધ ધરાવતું હોવાને લીધે સજજનને પ્રસન કરવા સમર્થ નથી.
૧૨. કેટલાક સારી રીતે શાસ્ત્રોમાં પારંગત ન હોવા છતાં કવિત્વને માટે પ્રયાસ કરી રહેલા હોય છે તે, જેમ મૂંગા બોલવાની ઇ કરે તેની માફક, જગતમાં હાંસીને પામે છે.
૧૩. બીજા (કવિઓનાં) ડાંક વચને ઉપાડી લઈને કેટલાક કવિ તરીકે અભિમાન કરનારાઓ તેના ઉપર જુદી બ્રયા આપી દે છે. તે (કવિઓ, મૂળ વેપારીનાં) વસ્ત્ર ઉપર જુદી છાપ પાલ વેચનાર નક્કી વેપારી જેવા છે.
૧૪. કેટલાક (કવિઓ) બીજાઓએ રચેવા અર્થથી તથા બીજ કવિઓના) શબ્દોનું પરિવર્તન કરીને, કાવ્યરૂપી અર્થ (=વેપાની વસ્તુઓ)નો પ્રસાર કરે છે, તે આડતના વહેવારથી (માલ વેચતા) વેપારી જેવા છે.
૧૫. કેટલાક (કવિઓ) શબ્દ કરીને સુંદર પરંતુ અર્થે કરીને દુર્બળ કવિતા રચે છે, તે કવિતા લાખની કંઠીની માફક ઉત્કૃષ્ટ શેભાને પામતી નથી.
૧૬. જેમણે લક્ષમી પ્રાપ્ત કરી છે તેવા લોભિયાની માફક કેટલાક (કવિઓ) અર્થને પ્રાપ્ત કરીને પણ તેની સાથે જાયેલી (અયોગ્ય) પદયોજનાને લીધે સજજનેને પ્રસન્ન કરવા માટે સમર્થ બનતા નથી.
૧૭. પિતાની ઈચ્છા અનુસાર કેટલાક કવિઓ કાવ્ય રચવાને પ્રારંભ કરી દે છે, પરંતુ તેને છેવટ સુધી પૂર કરતાં વ્યાકુલ બની જાજ છે. તેઓ, કરના ભાસ્થી દબાઈ ગયેલા કુટુંબના વડાની માફક, ખરેખર બિચારા દુઃખી થઈ જાય છે.