________________
૧૮૦
૨૨. જ્યારે સમુદ્રમાં મનુએ તે માલું નાખ્યું ત્યારે જાણે હસતું હાય તેમ (તે) મનુ પ્રત્યે આ વાકય ખેલ્યુંઃ
""
૨૩. “હે ભગવન, તમે બહુ સારી રીતે (મારી) બધી રહ્યા કરી છે; હવે તમારે સમયને ચેાગ્ય કાર્ય કરવાનું છે તે મારી પાસેથી સાંભળેા :
૨૪. “ હે ભગવન, હે મહાભાગ, થે!ડા સમયમાં જ પૃથ્વી ઉપરનું આ સ્થાવર-જંગમ બધુય પ્રલયને પામશે.
<<
૨૫. આ લેાકેાને માટે (પાપ ) ધાવાના સમય આવી લાગ્યા છે; માટે હું તમને જે તમારું સર્વોત્તમ હિત છે તે આજે જણાવું છું. ૨૬. “ માટે તમારે દોરડું બાંધેલી મજબૂત નૌકા તૈયાર કરાવવી; તેમાં, હે મહામુનિ, તમારે સપ્તષિ સાથે ચઢી જવું,
૨૭. “ વળી તમે પૂર્વે બ્રાહ્મણાએ જે જે ખીજો કહેલાં છે, તે સર્વ ભાગ પાડીને સારી રીતે રક્ષણ કરીને તે નાવમાં ચઢાવજો,
૨૮. “ હે મુનિઓના સમૂહને પ્રિય, પછી તમે નાવમાં રહી મારી વાટ જોજો; એટલે, હે તાપસ, હું શીંગડાવાળું રૂપ લઇ ને ત્યાં આવીશ; અને તે (રૂપ)થી જ મને ઓળખવા.
<<
૨૯. આ પ્રમાણે જ તમારે તે કરવું; તમારી મેં રજા લીધી છે; હું જાઉં છું; મારા વિના તે ભારે પાણી તમારે માટે તરવા શકય નથી. ૩૦. એટલે તે (મનુ) એ માછલા પ્રત્યે ખેલ્યાઃ “ હું એ પ્રમાણે કરીશ. આ પ્રમાણે એકબીજાને રર્જા આપીને પેાતાની ઇચ્છા પ્રમાણે બન્નેય ગયા.
""
૩૧-૩૨. પછી હે મહારાજ, મત્સ્યે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે સવે ખીજોને લઈને, હે શત્રુઓને દમનાર, હે વીર, મનુ ઉત્તમ નૌકામાં મોટા તરંગવાળા સમુદ્રમાં તરવા લાગ્યા. હે જગતના નાથ, પછી મનુ તે માછલાનું ચિંતન કરવા લાગ્યા.