________________
. ૩૩. અને તે શત્રુનાં નગરને જીતનાર, તે ચિંતન (કરેલું) જાણીને એ શીંગડાવાળું માછલું તે સમયે, હે ભારતમાં શ્રેષ્ઠ, જલદી ત્યાં આવી પહોંચ્યું.
૩૪–૩૫. હે મનુષ્યમાં વ્યાઘસમાન, હે મનુષ્યમાં શાર્દૂલ સમાન, પહેલાં કહેલા રૂપ મુજબના, પહાડ જેવા ઊંચા, શિંગડાંવાળા તે માછલાને દરિયામાં જોઈને પછીથી મનુએ દેરડાના પાશને માછલાના માથા પરના તે શિંગડાંમાં ભરાવી દીધું.
૩૬. હે શત્રુઓના નગરને જીતનાર, તે પાશથી બંધાયેલ મત્સ્ય મેટા વેગથી ખારા પાણીવાળા (મહાસાગરમાં) તે નાવને ખેંચવા લાગ્યો.
૩૭. હે મનુષ્યના નાથ, તરંગથી જાણે નાચતા તથા જાણે પાણીથી ગર્જના કરતા સમુદ્રમાં તે નૌકાથી તે (મનુ) તેમને તરવા લાગ્યા.
૩૮. હે શત્રુઓનાં નગરને જીતનાર, મદોન્મત્ત બનેલી ચપળ સ્ત્રીની માફક ઝંઝાવાતથી ક્ષુબ્ધ બનેલી તે નૌકા તે મહાસાગરમાં ઘૂમવા લાગી.
૩૯. જમીન, દિશા, પ્રદિશાઓ પણ દેખાવા ન લાગી; હે. નરેમાં શ્રેષ્ઠ, પૃથ્વી અને આકાશ એ બધુંય જળમય થઈ ગયું. - ૪૦. હે રાજા, આ પ્રમાણે પછીથી ઘણાં વર્ષો સુધી તે મત્સ્ય આળસ કર્યા વિના પાણીના તે પૂરમાં તે નાવને ખેંચવા લાગ્યા.
૪૧. હે પુરુષક, હે કુરુઓના પુત્ર, પછી તે મત્સ્ય તે નૌકાને હિમાલયનું મોટું શિખર છે ત્યાં ખેંચી ગયા.
૪૨. પછીથી તે સમયે ધીમેધીમે હસીને તે મત્સ્ય તે ઋષિઓ પ્રત્યે બેલ્યોઃ “આ હિમાલયના શિખરે જલદીથી નૌકાને બાંધી દો.” - ૪૩. હે ભરતશ્રેષ્ઠ, માલાનું વચન સાંભળીને ત્યાં તે સમયે જલદી હિમાલયના શિખર ઉપર તે નૌકાને ઋષિઓએ બાંધી દીધી.
૪૪. હે ભરતવંશમાં શ્રેષ્ઠ, હે કુંતીપુત્ર, તે નૌકાબંધન નામે