________________
૧૭
૧૨. પછી તે ભગવાન મનુ તે માછલાને માટીના તે પાત્રમાંથી ચકીને તે સમયે મોટી વાવમાં લઈ ગયા.
૧૩. હે શત્રુઓનાં નગરને જીતનાર, મનુએ પણ તેને તેમાં નાખ્યું અને તે માછલું ઘણાં વર્ષના સમૂહ સુધી પછી ત્યાં વધવા લાગ્યું
૧૪-૧૫. બે યોજન લાંબી અને વળી એક યોજન પહોળી તે વાવ હતી, તેમાં એ માછલું ન સમાયું.
હે કમળસમાન લેનવાળા, કુંતીપુત્ર, પ્રજાના નાથ, તે માછલું વાવમાં હાલ ચાલી શકયું નહિ. પછી એ માછલું મનુને જોઈને ફરીથી બોલ્યું
૧૬. “હે ભગવન, હે સાધુપુરુષ, મને સમુદ્રનાં પ્રિય પટરાણું ગંગામાં લઈ જાઓ; હું તેમાં રહીશ; અથવા હે તાત, જેવી તમારી ઇચ્છા હાય તેમ (ક)”
૧૭. આ પ્રમાણે (એ માછલાએ) કહ્યું, એટલે જિતેન્દ્રિય, તથા (સ્વધર્મથી) ભ્રષ્ટ ન થનારા ભગવાન મનુ પિતે તે માછલાને ગંગા નદી ઉપર લઈ ગયા અને એને ત્યાં નાખ્યું.
૧૮. હે શત્રુને દમનારા, ત્યાં તે માછલું કેટલાક સમયમાં વૃદ્ધિ પામ્યું; એટલે ફરીથી મનુને જોઈને તે માછલું વચન બોલ્યઃ
૧૯. “હે પ્રભુ, ઘણું મોટું હોવાને લીધે, ગંગામાં હું હાલી ચાલી શકતું નથી, માટે, હે ભગવાન કૃપા કરો અને મને જલદી સમુદ્રમાં લઈ જાઓ.”
૨૦. પછી જાતે માળ્યાને ગંગાના પાણીમાંથી બહાર કાઢીને, કુન્તીપુત્ર, મનુ સમુદ્ર તરફ લઈ ગયો અને તેને ત્યાં નાખ્યું. * ૨૧. બહુ મોટું થઈ ગયું હોવા છતાં પણ, સ્પર્શ તથા ગંધે કરીને સુખ પામતા એવા મનુને તે તે સમયે ઈચ્છા પ્રમાણે લઈ જઈ શકાય તેવું તે માછલું થયું.