________________
૧૬૫ વિસ્તાર અને મૂળ વિષે ઊંડી ચર્ચા અહીં અપ્રસ્તુત છે. પરંતુ આછી રૂપરેખા આ પ્રમાણે છે: મૂળ વ્યાસનું રચેલું ‘કા' નામે ઓળખાતું હતું, અને તેનું પ્રમાણ આવડું મોટું ન હતું. ત્યાર પછી વૈશંપાયને તેને વિસ્તાર્યું, અને તે પર્વનું મહાકાવ્ય કર્યું તે “માર' નામે ઓળખાવા લાગ્યું. વૈશંપાયને ભારતને ભાગવતસંપ્રદાયને ઝેક આપી મૂળ કથાનકને સમન્વય સાધવા યત્ન કર્યો “આશ્વાલાયનગૃહ્યસૂત્રમાં વૈશંપાયનને ભારતાચાર્ય તરીકે ઉલ્લેખ્યા છે. ત્યાર પછી સંતે ભારતને વિસ્તારી “ મા ” બનાવ્યું. તેનાં અઢાર એ કયાં અને વૈશંપાયનનાં પ ઉપપ જેવાં બન્યા. દાખલા તરીકે, આપણે પાઠ
માર્કડેયસમસ્યા પર્વમાંથી લેવામાં આવ્યો છે. આ ઉપપર્વ મોટા પર્વ “વનપર્વમાં આવેલું છે. આ પ્રમાણે મહાભારત લાખો શ્લેકના એક મહાસાગરરૂપ કાવ્ય બન્યું. આર્યસંસ્કૃતિ, આર્યવિચારણા, આર્યઈતિહાસ—એ બધાંયનું આ મહાકાવ્ય પ્રતિનિધિ બન્યું. આથી “ચાણછિ કરત'–વિદ્યારિત ગુજ' વગેરે કથને પ્રચલિત થયાં. “મહાભારત’નાં કેટલાક કથાનકે અને આખ્યાને તે ઐતિહાસિક કાળ પૂર્વનાં અને વૈદિક કાળનાં છે. આપણું આખ્યાનની પરંપરા, આરંભમાં બતાવી તેમ, અત્યંત પ્રાગૈતિહાસિક અને પુરાતન છે. મૂળ “ભારત’માં ઉમેરે થતાં થતાં છેવટે ઈ. સ. ૪૦૦માં મહાભારત અત્યારનું સ્વરૂપ પકડે છે, ત્યાર પછી તેમાં ઝાઝા ઉમેરા, થયા નથી.
કથાનુસંધાન– પાંડવે ધૂતમાં હારી વનમાં ગયા છે. ત્યાં કામક વનમાં તે રહે છે, અને તેમને તેમના કષ્ટમય જીવનમાં વિનોદ, બધ ઇત્યાદિ આપવા જાતજાતનાં કથાનકે બ્રાહ્મણો કરે છે. એટલામાં ત્યાં શ્રીકૃષ્ણ અને માર્કકડેય આવી પહોંચે છે. માર્કડેય યુધિષ્ઠિરને ઘણાં પુરાતન આખ્યાને કહે છે, તેમાંનું આ એક છે. યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે, અને તેના જવાબમાં માર્કન્ડેય આ મનુના ચરિતનું આખ્યાન