________________
૧૬૪
અનિ, યુર, મૂલું. ૮. નીચેનાનું સંસ્કૃત આપો:
ત્રણ કે ચાર, લગભગ મરી ગયેલ, લગભગ અઢાર વર્ષને, ચારનું જૂથ, એક વાર.
[ મનુની નૌકાનું બંધન
. પ્રાસ્તાવિક : આ પાઠમાં જળપ્રલયની વાત આલેખવામાં આવી છે; અને બ્રહ્માએ મત્સ્યનું સ્વરૂપ ધારણ કરી મનુ અને સપ્તર્ષિ
નું કેવી રીતે રક્ષણ કર્યું તે બતાવ્યું છે. મનુએ પછી બહુ જ તપ કરીને છેવટે બ્રહ્માના આદેશથી સૃષ્ટિ પેદા કરી. માનવ-ઈતિહાસની દષ્ટિએ અહીં કહેવામાં આવેલી જળપ્રલય(Deluge)ની વાર્તા ઘણું મહત્ત્વની છે. બાઈબલના જૂના કરાર (Old Testament) ના જૂનામાં જૂના ભાગમાં Noah's Ark ની કથા બરોબર આના જેવી જ છે. એવા પણ પુરાવાઓ મળે છે કે યહૂદીઓ, જેમણે બાઈબલના જૂના કરારની યેજના કરી, તેમણે ઈ. સ. પૂર્વે બે હજાર વર્ષ ઉપર સ્થાપિત થયેલા બેબીલોનની પરંપરામાંથી તે લીધી હતી. તે ઉપરાંત ઘણી પ્રાચીન પરંપરાઓમાં જળપ્રલયની વાતને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા ગ્રંથોમાં જળપ્રલયને ઉલ્લેખ પહેલી વાર
શતપથબ્રાહ્મણમાં આવે છે, અને ત્યાં મનુને ઉલ્લેખ છે; અને જળપ્રલય પછી તે આખી સૃષ્ટિને આદિ પિતા રહે છે. “શતપથબ્રાહ્મણ” ઈ. સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦૧ જેટલે જૂનો ગ્રંથ છે. આવી દૃષ્ટિએ આ જળપ્રલયની કથા ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે.
આ કથા મહાભારતમાંથી લેવામાં આવી છે. “મહાભારતના