________________
૧૫,
૧૨. અધર્મનું આચરણ કરતા, કુરુવંશમાં ઉત્પન્ન થયેલા તે દુરાત્માના આચરણને જે અનુસરે છે તે પરાભવને જ જુએ છે. યુધિષ્ઠિર બોલ્યા
૧૩. આ પ્રમાણે ફાટેલા ઘાંટે બોલતા, કુંતીપુત્ર ભીમસેન પ્રત્યે રાજ (યુધિકિર) બોલ્યાઃ કોર વચનને આ સમય નથી."
૧૪. હે પ્રિયાબંધુ. આપણું સામે આવેલા, ભાવથી દુઃખી બનેલા, શરણની ઈચ્છા રાખતા, વિષમ સ્થિતિમાં આવી પડેલા કૌરવ પ્રત્યે, શા માટે તારે આ પ્રમાણે બોલવું જોઈએ.
૧૫. સગાંવહાલાંઓના ભેદ અને કલહો, હે વૃકેદર, થાય છે અને વેરો બંધાય છે; પણ કુલધર્મ નાશ પામતો નથી.
૧૬. પણ જ્યારે સગાંઓની બહારને કેઈ કુળ સામે પડકાર કરે ત્યારે તે બહારનાથી થતા આક્રમણને સજ્જને સાંખતા નથી. - ૧૭. હે પ્રભાવશાળી (ભીમ), ગંધર્વથી બલાત્કાર થયેલા દુર્યોધનના ગ્રહણથી અને સ્ત્રીઓના બહારથી થયેલા આક્રમણથી આપણું કુળ હણાય છે.
૧૮. શરણે આવેલાના અને કુળના રક્ષણ માટે, હે વ્યાધ્ર સરખા શૂરવીર નરે, તમે ઊભા થાવ, સજજ થાવ, ઢીલ મા કરો.
૧૯. વ્યાધ્ર સરખા વીર નરે અર્જુન, બે જોડકા ભાઈ(નકુળ અને સહદેવ), વીરેથી પરાજય નહિ પામેલ એ તું–હરાઈ જતા સુયોધનને છોડા.
૨૦. જે કોઈ ક્ષત્રિય જ હોય તે શરણ માટે અહીં આવેલા બીજાનું (શત્રુનું) પિતાની શક્તિથી રક્ષણ કરે, તે હે વૃદિર, તારી તે વાત જ શી? - ૨૧ હે ભીમ, જેવી રીતે સામથો તું સુયોધનને છેડાવે તેવી રીતે હે કુરુનંદન, તું બધા ઉપાયથી પ્રયત્ન કર.