________________
૧૫૮ તેના ઉપર વરસાવ્યો.
૩. પણ શરના વરસાદનો વિચાર કર્યા વિના, દુર્યોધનને હણવાની ઈચ્છા કરતા તે ગંધર્વો ચારે તરફથી તેના તે રથને ઘેરી વળ્યા.
૪. રથ વિનાના અને ભૂમિ ઉપર પડેલા તે દુર્યોધનને પછીથી મહાન બાહુવાળા ચિત્રસેને દોડીને જીવતો પકડી લીધો. અમાત્ય બેલ્યા :
પહે મહાબાહ, જેની દષ્ટિ બધાય ઉપર મીઠી છે એવા, મહાબળવાળા, ધૃતરાષ્ટ્રના પુત્ર રાજા (દુર્યોધનને) કરી જાય છે. હે પાર્થે, તેની પાછળ દોડો.
૬. એ પ્રમાણે રાજાને મેળવવાના લેભવાળા, ચીસો પાડતા, દુઃખી, દીન તે બધા દુર્યોધનના અમાત્ય યુધિષ્ઠિર પાસે પછીથી ગયા.
છે. તે પ્રમાણે દુઃખી, દીન, યુધિષ્ટિર પાસે ભીખ માગતા તે વૃદ્ધ દુર્યોધનના અમાત્ય પ્રત્યે ભીમસેન બોલ્યો : -ભીમસેને કહ્યું:
૮. મેટે પ્રયત્નથી હાથી-ઘડાથી સજજ થઈને અમારે જે કરવું જોઈએ તે ગંધએ કર્યું છે.
. બીજી જ રીતે રહેતા એવા (તે કૌરવોને) આ હેતુ અવળો જ થયો છે; આ તે જુગાર રમતા રાજા દુર્યોધનને આ ખોટી મંત્રીસલાહ મળી છે.
૧૦. સારા નસીબે આ જગતમાં કોઈક માણસ છે જે અમારા પ્રિયમાં રહ્યો છે, જેણે બેસી રહેતા એવા અમારો સુખપૂર્વક વહી શકાય એવો ભાર હરી લીધો છે.
૧૧. ઠંડી, પવન, તાપને સહન કરતા અને તપને લીધે દુર્બળ બની ગયેલા, વિષમ સ્થિતિમાં રહેતા એવા અમને સરખી સ્થિતિમાં રહેલો એ દુષ્ટ બુદ્ધિવાળ જેવા ઇચ્છે છે.